સમય કાઢીને વૃદ્ધાશ્રમની મુલાકાત અને સેવા જરૂર કરવી, આ પ્રસંગ દ્વારા સમજો આ વાત.

ગાંધીનગરના પેથાપુરમાં આવેલ કૈલાસ-ધામ વૃદ્ધાશ્રમ આમતો ગામડે જતા આવતા ઘણા લાંબા સમયથી જોતા હતા પરતું કોઈ દિવસ અંદર નહોતા ગયા. પરંતુ આજના રવિવારના દિવાસે હું શ્રીયાન અને અમારી બાળ ટિમ અંદર ગયા અને દાદા-દાદીઓનો જે આવકાર મલ્યો એ જોઈને એમ થયું કે આવવામાં ઘણું લેટ કરી દીધું.

સવારે 8.30 અંદર ગયા હતાને વિચારેલું કે 1 કલાક સેવા કાર્ય કરીને પાછા નીકળી જશું પરંતુ અંદર ગયા પછી કામ કરતા કરતા સમય ક્યાં પસાર થયો એજ ખબર ના પડી તે છેક 11:20 ક્યારે વાગ્યા એજ ખ્યાલના રહ્યો.

વડીલો તો નાના છોકરાઓને જોવે એટલે તો ગાંડા થઈ જાય ને જે પ્રેમ આપે એની કોઈ કલ્પના જ ના કરી શકાય. એમાંય અમારો શ્રીયાન હોય એટલે વાત પતે દાદા-દાદીને પ્રેમ દેવો હોય ને શ્રીયાનને લેવો હોય. શ્રીયાનતો જે બધા જોડે હળી મળી ગયો એની કોઈ કલ્પના જ ના કરી શકાય. દાદા-બા જ્યા સુધી જયશ્રી ક્રિષ્ણના કે ત્યાં સુધી પગ છોડે જ નઈ. દાદા-દાદીએ કબાટમાં સાચવીને રાખેલી ચોકલેટો શ્રીયાને આજે કઢાવી અને એકલાએ મોજથી ખાધી.

સફાઈ કામ કાજના ઉદ્દેશથી ગયા હતા તો પેલા તો આશ્રમથી ફરતે આંટો મારી દીધો પછી મેનેજમેન્ટ કરતા દાદાને પૂછ્યું : બોલો દાદા શું સફાઈ કરીએ? તો એમને અમને ચોકની સફાઈ કરવા જણાવ્યું. પરંતુ અમે જ્યારે પુરુષોના વિભાગમાં ગયા ત્યાં જોવા મળ્યું કે એમના રૂમોમાં ખૂબ ગંદકી હતી. ખાસ કરીને સંડાસ બાથરૂમમાં તો પગ મેકાય એવું નહોતું.

જેવા ઉંમર લાયક વડીલ હોય એટલે ફ્લશ કરતા ફાવે નઇ એટલે ખૂબ ગંદુ થયેલું તો અમે તો સંડાસ-બાથરૂમને જ ટાર્ગેટ બનાવી એની જ સફાઈ કરી. 8 રૂમોના 16 સંડાસ બાથરૂમ 10 રૂપિયાની એસીડની બોટલથી 80 રૂપિયાના હારપિક જેવા ચમકાવવાનો પ્રયત્ન કર્યો.

ગાંધીનગરની આસપાસ રહેતા લોકો ખાસ આવતા જતા આંટો મારવાનું રાખો. પોતાના બાળકોને આવા સ્થળો ઉપર ખાલી લઇ જાવ બાકી બધું બાળક જાતે સમજી જશે. મારી જોડે જે-જે બાલ હતા એમને બધા એ એક સાથે કીધું કે શરીરમા કાઈક અલગજ ફિલ થાય છે. ઘરે એક વાર ઓછી કક્કો બારકક્સળી કરાવશો તો એનો વાંધો નઇ આવે અને હા ક્કો બારકકસળી માટે તો સ્કૂલમાં ફી દઈએ જ છીએ ને કરાવશે નેહાળ વાળી બેન.

નોંધ – ફોટો ખાલી તમને ઇન્સપાયર કરવા માટે છે પ્લીઝ એને પબ્લિસિટી ના સમજતા.

– પટેલ કુલદીપ.