વાંચો : વૃદ્ધ માતા-પિતા ભારો નથી પણ જવાબદારી છે, તેમને પ્રેમ અને સમ્માનની જરૂર હોય છે.

વૃદ્ધ પિતા રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાનું ખાઈ રહ્યા હતા અને થોડું ખાવાનું કપડા ઉપર ઢળી રહ્યું હતું, તે જોઈને બીજા વ્યક્તિએ તેના દીકરાને કહ્યું – તું કાંઈક છોડીને જઈ રહ્યો હોય

એક શહેરમાં એક છોકરો પોતાના પિતા સાથે રહેતો હતો. તેની માં એ ઘણા વર્ષો પહેલા દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી અને તેની પત્ની ન હતી. પરિવારમાં કોઈ બીજું ન હતું એટલા માટે પોતાના પિતાની સેવા તે પોતે જ કરતો હતો. પિતાની ઉંમર પણ ઘણી થઇ ગઈ હતી. છોકરો સમય મુજબ પોતાના પિતાને ખાવાનું આપતો દવા આપતો અને તેમનું ધ્યાન રાખતો અને દરરોજ સમયસર ઓફીસ જતો રહેતો. વૃદ્ધ પિતા નિવૃત્ત થઇ ગયા હતા અને હાથ પગ પણ સારી રીતે ચાલતા ન હતા કે કાંઈ કરી શકે.

દીકરો પિતાજીને લઇ ગયો રેસ્ટોરન્ટમાં :-

એક દિવસ દીકરાએ વિચાર્યું કે હું તો દરરોજ ઓફિસે પણ જતો રહું છે, પરંતુ પિતાજી ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયા હશે. આજે હું તેમને બહાર લઇને જાઉં છું. દીકરો પોતાના પિતાજીને એક મોટી રેસ્ટોરન્ટમાં ખાવા માટે લઇ ગયો. ડીનર કરતા સમયે અજાણતા કેટલી વખત તેમના પિતાજીએ પોતાના કપડા ઉપર ખાવાનું ઢોળી દીધું, તો ક્યારેક ખાવાનું થાળીની બહાર ઢળી ગયું. ત્યાં બીજી તરફ વૃદ્ધ લોકો બેઠા હતા. જે આ બધું જોઈ રહ્યા હતા.

અને થોડા બીજા લોકો પણ હતા, જેમણે વૃદ્ધના આવા વર્તનથી ગુસ્સો આવી રહ્યો હતો. અને તેનો દીકરો ચુપચાપ બેસી રહ્યો અને પોતાના પિતાજી સાથે ખાઈ રહ્યો હતો. ત્યાર પછી જયારે ખાવાનું પૂરું થઇ ગયું તો દીકરો પોતાના પિતાને વોશરૂમમાં લઇ ગયો. અને તેમના કપડા બદલાવ્યા, ચહેરો સાફ કર્યો, વાળ ઓળી દીધા, ચશ્માં પહેરાવ્યા અને પછી બહાર લઇ આવ્યો.

બધા લોકો શાંતિથી જોઈ રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિ ઉઠ્યો અને તેણે કહ્યું – ‘ભાઈ તારા પિતાની આટલું બધું આવું જોવું ના ગમે એવું કરી રહ્યા હતા, સૌની સામે ખાવાનું ઢોળીને ખાઈ રહ્યા હતા, તો તે એમને કાંઈ કહ્યું કેમ નહિ? છોકરો પહેલા કાંઈ જવાબ આપે એક બીજા વૃદ્ધ વ્યક્તિ ઉઠ્યા અને છોકરાને કહ્યું દીકરા તું કાંઈક છોડીને જઈ રહ્યો છે.

છોકરાની વાત સાંભળીને પ્રભાવિત થઇ ગયા લોકો :-

છોકરાએ પાછળની સીટ ઉપર જોયું તેનો કોઈ સમાન તો ભુલાઈ ગયો નથીને. છોકરાએ કહ્યું – હું કાંઈ સમજ્યો નહિ. વૃદ્ધએ કહ્યું તું તારી પાછળ એક શિખામણ છોડીને જઈ રહ્યો છે. તું દરેક દીકરા માટે એક બોધ છોડીને જઈ રહ્યો છે, જે તે આજે સૌની સામે જે કર્યું એ દરેકે શીખવું જોઈએ. તું ધન્ય છે. બીજા છોકરા આ બધી વાત સાંભળી રહ્યા હતા, ત્યારે એક છોકરાએ કહ્યું – હા મને શરમ નથી આવતી કે મારા પિતાજીએ ખાવાનું ઢોળીને ખાધું છે, કે તેમને ખાતા નથી આવડતું, કે તેમના કપડા ગંદા થઇ ગયા.

હું પણ એક સમયે એવો હતો જયારે મને રેસ્ટોરન્ટમાં ખાવાનું નહોતું આવડતું, હું પણ ખાવાનું આવી જ રીતે ઢોળતો હતો, મારા કપડા પણ ગંદા થતા હતા. તે સમયે મારા પિતાજી મારાથી નારાજ થતા ન હતા, પરંતુ મને શિખવાડતા હતા અને મારા કપડા સાફ કરી દેતા હતા.

આજે એવો સમય આવી ગયો છે કે મારે તેમને આ બધું બતાવવું પડી રહ્યું છે, તો હું કેમ તેમની ઉપર ખીજાઉ કે પછી નારાજ થાઉં, તેની વાત સાંભળીને રેસ્ટોરન્ટમાં બેઠેલા બધા લોકો પ્રભાવિત થઇ ગયા. બધા એ વિચાર્યું કે તે પોતાના ઘરડા માતા પિતા ઉપર કેમ ખીજાવા લાગે છે? જો કે તે એક સમયે નાના હતા, ત્યારે એવા જ પ્રશ્ન પૂછતાં હતા અને એવી જ હરકત કરતા હતા. આપણે આપણા માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ, તેનાથી મોટી કોઈ સંપત્તિ નથી. એક દિવસ આપણે પણ એમની સ્થિતિમાં આવી જઈશું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.