“ભીખ નહિ, મહેનતની કમાણી જોઈએ” આ વૃદ્ધ મહિલાનો પેન વેચવાનો અંદાઝ થયો પ્રખ્યાત.

આ દાદી આખી દુનિયાના લોકો માટે પ્રેરણારૂપ છે, ભીખ માંગવાની જગ્યાએ પસંદ કર્યો આ રસ્તો.

તમે ટ્રાફિક સિગ્નલ અને રોડ ઉપર ઘણા લોકોને ભીખ માંગતા જોયા હશે. એવા આળસુ લોકોને ભીખ માંગી પૈસા કમાવા સૌથી સરળ રીત લાગે છે. પણ ઘણા એવા લોકો પણ હોય છે જે મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં પણ ભીખ નથી માંગતા. તેમનું સ્વાભિમાન તેમને તેની મંજુરી નથી આપતું. તે મહેનત કરી બે ટંકનો રોટલો ખાવાનું પસંદ કરે છે. મહારાષ્ટ્રના પુણેની રહેવાસી રતન નામની એક વૃદ્ધ મહિલા તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.

ભીખ નહિ મહેનતની કમાણી ઈચ્છે છે વૃદ્ધ મહિલા : રતન નામની આ વૃદ્ધ મહિલા પુણેના એમજી રોડ ઉપર પેન વેચવાનું કામ કરે છે. હંમેશા હસતી રહેતી દાદીએ પોતાના પેન બોક્સ ઉપર એક ખાસ લાઈન લખી છે. “હું કોઈની પાસે ભીખ નથી લેવા માંગતી. પ્લીઝ 10 હજાર રૂપિયામાં વાદળી પેન ખરીદી લો. આભાર, આશીર્વાદ.” તેમની કહેવામાં આવેલી આ વાત કોઈ પણ રસ્તે ચાલતા વ્યક્તિનું દિલ જીતી લે છે. પછી તે તેમની પાસેથી પેન ખરીદ્યા વગર રહી નથી શકતા.

ઈમાનદારીથી જીત્યા લોકોના દિલ : તેમની આ કહાની સીખા રાઠી નામની એક છોકરીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. તેમણે દાદીનો એક સ્માઈલ કરતો ખુબ વ્હાલો ફોટો શેર કર્યો છે. સાથે જ તેમણે તેમની સ્ટોરી પણ જણાવી છે. શિખા લખે છે.

આજે હું મારા વાસ્તવિક જીવનના હીરો અને ચેમ્પિયન રતનજીને મળી. હું મારા મિત્રો સાથે બહાર ફરવા નીકળી હતી, ત્યારે મારી મુલાકાત રતનજી સાથે થઈ. જ્યારે અમે તેમના પેન બોક્સ પર લખેલી નોંધ વાંચી ત્યારે મારા મિત્રએ તરત જ તેમની પાસેથી પેન ખરીદી લીધી. રતનજી આનાથી ખૂબ ખુશ હતા. અમે તેમની આંખોમાં આભાર અને દયાની લાગણી સ્પષ્ટપણે જોઈ શકતા હતા. તેમણે અમારો આભાર માન્યો અને અમને વધુ પેન ખરીદવા માટે દબાણ પણ નહીં કર્યું.

તેમની પ્રામાણિકતા, મીઠું સ્મિત, દયાળુ હૃદય અને ખુશ મૂડને કારણે અમે તેમની પાસેથી વધુ પેન ખરીદી. તેમનું સ્મિત અને જુસ્સો જોઈને મારું હૃદય ભરાઈ ગયું. તેઓ એ લાયક છે કે તેમની સ્ટોરી આખી દુનિયાને ખબર પડે અને લોકો તેમની પ્રશંસા કરે. તેથી હું આ પોસ્ટ દ્વારા તેમની સ્ટોરી તમારી સાથે શેર કરી રહી છું. જો તમે ક્યારેક પુણેના એમજી રોડની મુલાકાત લો, તો રતનજીને મળવાનું અને પેન ખરીદવાનું ચૂકશો નહીં. તે તમારા ચહેરા પર ચોક્કસ સ્મિત લાવશે.

સાંસદે કરી પ્રશંસા : રતનજીની આ સ્ટોરી લોકોને ખુબ પસંદ આવી રહી છે. તેમની સ્ટોરીને સાસંદ વિજયસાઈ રેડ્ડી વી. એ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કરી છે. તેમણે લખ્યું – રતનજી પુણેની એક જોરદાર સીનીયર સિટીજન છે. તેમણે ભીખ માનવાનું યોગ્ય ન સમજ્યું અને રોડ ઉપર રંગબેરંગી પેન વેચવું યોગ્ય સમજ્યું. તેમને તેમની મહેનત અને ગર્વની કમાણી જોઈએ છે. એક ઈમાનદાર જીવન જીવવા પ્રત્યે તેમની જે નિષ્ઠા છે, તે આપણા બધા માટે એક પ્રેરણા છે.

સાંસદ વિજય રેડ્ડી વી. ની આ ટ્વીટ પછી રતનજી સોશિયલ મીડિયા ઉપર ફેમસ થઇ ગયા. લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા. દરેક તેમની ઈમાનદારી અને મહેનતથી પ્રેરિત થયા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.