ચાલતી માલગાડીની નીચે આવી ગઈ વૃદ્ધ માતા, સમજદારીથી આ રીતે પાટા પર બચાવ્યો પોતાનો જીવ : જુઓ વિડીયો

વૃદ્ધ મહિલા ચાલતી માલગાડીની નીચે આવી ગઈ, સમજદારી દેખાડતા આ રીતે બચાવ્યો પોતાનો જીવ, વિડીયો થયો વાયરલ

ઘણીવાર લોકોને એટલી ઉતાવળ હોય છે કે, તેઓ બીજા પ્લેટફોર્મ પર જવા સીડી ઉપર ચડવાને બદલે ટ્રેનના પાટા પાર કરીને પહોંચવાનું વધુ પસંદ કરે છે. તમે મોટાભાગે લોકોને ટ્રેનના પાટા ક્રોસ કરતા આમથી તેમ જતા જોયા હશે. એમ કરવું ખૂબ જ જોખમી હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારો જીવ પણ જઈ શકે છે.

પરંતુ આજે અમે તમને એક એવી સ્ત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ટ્રેનનો પાટો ઓળંગવો ઘણો મોંઘો પડી ગયો. આ કિસ્સો છે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનો. અહીંયા એક સ્ત્રીને ર્પ્લેટફોર્મ ઉપર ઉભી રહેલી ટ્રેનની નીચેથી પસાર થઈને બીજા પ્લેટફોર્મ ઉપર જવાનો વિચાર ખૂબ જ ભારે પડ્યો હતો.

આ મહિલા પાટા ક્રોસ કરવા ટ્રેક પર ઉભી રહેલી ટ્રેનની નીચેથી પસાર થઈ કે તરત જ ટ્રેન ચાલવા લાગી, જેવી જ ટ્રેન ચાલી એટલે તરફ જ વૃદ્ધ મહિલા ગભરાઈ ગઈ. પરંતુ તેણે હિંમત હારી નહીં અને તરત જ તેના મગજનો ઉપયોગ કર્યો અને તેની સમજણથી પોતાનો જીવ બચાવી લીધો.

જેવી જ પાટા ઉપર ઉભી રહેલી ટ્રેન ચાલવા લાગી તો તે મહિલા ટ્રેકની વચ્ચે સુઈ ગઈ અને આવી રીતે પોતાનો જીવ જતા જતા બચાવ્યો. આ ઘટના દરમિયાન પ્લેટફોર્મ પર ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડવા લાગ્યા. ત્યાં હાજર રહેલા કેટલાક લોકોએ ટ્રેનના પાટા વચ્ચે સુતેલી આ વૃદ્ધ મહિલાનો વીડિયો બનાવી લીધો, હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

રાયગઢ રેલ્વે સ્ટેશન પર, એક વૃદ્ધ મહિલાને ઘણી ઉતાવળ હતી તેથી તેણે વિચાર્યું કે સીડી ઉપર ચડીને પ્લેટફોર્મને પાર કરવામાં ઘણો સમય લાગશે, તેનાથી વધુ સારું રહેશે કે તે ટ્રેનના પાટા ઓળંગીને ઘણી જલ્દી પેલે પાર પહોંચી જશે.

પણ જયારે આ મહિલા ગુડ્ઝ ટ્રેન પાસેથી ટ્રેક ક્રોસ કરી રહી હતી, તેવી જ ગુડ્ઝ ટ્રેન ચાલવા લાગી. મહિલા ગભરાઈને ટ્રેનના પાટા વચ્ચે સુઈ ગઈ. ત્યાર પછી એક પછી એક અનેક ડબ્બા મહિલાની ઉપરથી નીકળી ગયા. પરંતુ આ મહિલા શ્વાસ રોકી પાટા ઉપર સુઈ રહી અને આ સમજણને લીધે આ મહિલાને જરા પણ ઈજા થઇ નહીં.

ટ્રેન પસાર થયા બાદ સ્ટેશન પર હાજર રહેલા લોકોએ આ મહિલાને ટ્રેક ઉપરથી ઉપાડીને તેને પ્લેટફોર્મ ઉપર બેસાડી અને તેને પાણી પીવરાવ્યું. ઘણી વાર સુધી મહિલાને એ વિશ્વાસ ન થઇ રહ્યો હતો કે, આટલી મોટી દુર્ઘટના બન્યા પછી તે જીવીત છે. લાંબા સમય પછી તે આ આઘાતમાંથી બહાર નીકળવામાં સફળ રહી, અને ત્યાં હાજર રહેલા લોકોએ તેને બીજી ટ્રેનમાં બેસાડી દીધી. આ ઘટના પછી, લોકોએ એ બોધપાઠ લેવો જોઈએ કે, ક્યારે પણ સ્ટેશન ઉપર ટ્રેકને ક્રોસ ન કરે અને પોતાના જીવનને જોખમમાં ન મુકશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.