જુના પ્રેશર કુકરનો ઉપયોગ કરતી વખતે આ સુરક્ષા ટીપ્સને ધ્યાન બહાર ન કરો.

જો પ્રેશર કુકર જુનું થઇ ગયું હોય તો કોઈ અકસ્માત ન થાય તેના માટે તમારે થોડી સેફટી ટીપ્સનું ધ્યાન રાખવું પણ ઘણું જરૂરી છે.

પ્રેશર કુકરનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. વર્ષોથી કુકરનો ઉપયોગ કરી કરીને આપણે એટલા પારંગત થઇ ગયા છીએ કે હવે તો ફોન ઉપર વાત કરતા કરતા પણ પાણી શાક વગેરે પ્રમાણસર નાખીને પણ કુકર ગેસ ઉપર ચડાવી દઈએ છીએ, પણ જરા વિચારો જેટલા વર્ષનો તમને અનુભવ થયો છે એટલા વર્ષોમાં તમારું કુકર પણ જુનું થઇ ગયું છે. જુના કુકરને કારણે ઘણા બધા સેફટી ઈશુ થઇ જાય છે. ખાસ કરીને કુકર ફાટવા, રબર કપાવા, સીટી સારી રીતે કામ ન કરવાને કારણે મોટી દુર્ઘટના થઇ શકે છે અને એટલું જ નહિ માત્ર કુકરનું પાણી બહાર આવવાથી જ તમે દાઝી પણ શકો છો.

કુકર જેમ જેમ જુનું થતું જાય છે, તેમ તેમ તેમાંથી ઉભી થતી સમસ્યા પણ વધતી જાય છે. તો આવો અમે તમને કુકર સેફટીની થોડી ટીપ્સ જણાવીએ. જેને ધ્યાનમાં રાખીને તમે કુકરનો ઉપયોગ કરો તો કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને કે ખાવાનું દાઝવું કે કાચું રહી જવાને રોકી શકાય છે.

(1) કુકરના રબરનું ધ્યાન જરૂર રાખો

જુના કુકરનું ઢાંકણું બરોબર બંધ ન થવાને કારણે તેનું રબર ખરાબ થાય છે. રબર જો બરોબર બેસી નથી રહ્યું, તો તમે તેને બદલી શકો છો અને જો રબર કપાઈ ગયું છે કે કોઈ જગ્યાએથી ડીસફિગર થઇ ગયું છે, ત્યારે તો કાળજી પૂર્વક તેને બદલી લો. તમે વર્ષમાં 1 વખત તમારા કુકરની રીંગ બદલી લો. જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને ટાળી શકાય. રબર ખરાબ થવાથી હંમેશા પ્રેશર કુકરનું પાણી ઢાંકણા માંથી નીકળે છે અને તેનાથી તમે દાઝી શકો છો.

(2) ઢાંકણાના કોઈ પણ ક્રેકને ધ્યાન બહાર ન કરો –

જો પ્રેશર કુકરના ઢાંકણામાં કોઈ પણ પ્રકારનો ક્રેક થઇ ગઈ છે, તો તે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. કુકર ફાટી પણ શકે છે. તેથી જો સહેજ પણ તમને લાગે કે ઢાંકનો શેપ ત્રાંસો થઇ ગયો છે કે પછી તમને કોઈ પ્રકારની કોઈ ક્રેક જોવા મળી રહી છે, તો તમે તે કુકરને તરત ડિસ્કાર્ડ કરી દો.

(3) કુકરના વાલ્વને સાફ જરૂર કરો –

કુકરના વાલ્વ જ્યાંથી વરાળ નીકળે છે, તે જો કોઈ કારણસર બ્લોક થઇ જાય છે, તો કુકરમાં બ્લાસ્ટ થઇ શકે છે. મોટાભાગે કુકરથી થતી દુર્ઘટના આ કારણે થાય છે અને તે સાફ કરવું સારું રહે છે. દરરોજ નહિ પણ તેને અઠવાડિયામાં 1 વખત બરોબર સાફ જરૂર કરો. તેને સાફ કેવી રીતે કરવાનું છે?

સૌથી પહેલા સીટી કાઢી લો.

પછી કોઈ બ્રશની મદદથી વાલ્વને અંદરથી સાફ કરવાનો પ્રયત્ન કરો.

તમે તેનો ટ્યુટોરીયલ યુટ્યુબ વગેરે ઉપર પણ જોઈ શકો છો.

(4) જુના કુકરમાં ખાવાનું દાઝી જવાનું રિસ્ક વધુ રહે છે.

જો કુકર જુનું થઇ જાય તો ખોરાક દાઝવાનું રીક્સ વધુ રહે છે. તેનું તળિયું પાતળું થતું જાય છે અને તેથી ખાવાનું દાઝવાની વધુ રિસ્ક રહે છે. એટલા માટે જુના કુકરમાં ઘણી વખત પાણી વધુ જરૂર પડે છે. તમે ધ્યાન રાખો તમે રોજ કેટલું પાણી નાખી રહ્યા છો અને જો તે ખાવાનું પાકવા સુધી સંપૂર્ણ રીતે સુકાઈ જાય છે, તો થોડું પાણી વધુ નાખો.

(5) ઘણી જલ્દી બફાઈને ફૂલવા વાળી વસ્તુ ન નાખી.

કુકરમાં જો તમે એવી વસ્તુ ઉકાળી રહ્યા છો, જેમ કે પાસ્તા વગેરે જે ઘણા જલ્દી બફાઈને ફુલાઈ જાય છે, તો ધ્યાન રાખો કે તમે તેને કુકરમાં ન પકાવો. ખાસ કરીને આ બધી વસ્તુ કુકરના વાલ્વને બંધ કરી શકે છે, જેથી વરાળ વધુ ન નીકળી શકે. તેથી દાઝવાની સમસ્યા પણ થઇ શકે છે. ન માત્ર ખાવાનું બગડશે પણ તેના કારણે કુકરના ઢાંકણા માંથી પણ પાણી નીકળશે.

જુના કુકરનો ઉપયોગ કરતી વખતે કરો આ કામ –

જો કુકર જુના થઇ ગયા છે, તો તેને પણ થોડા રીપેરીંગની જરૂર પડે જ તેથી આ કામ જરૂર કરો.

રબર બદલી દો

સીટી જો બરોબર કામ નથી કરી રહી તો તેને બદલી દો.

જો તમે સાફ નથી કરી સકતા તો કોઈ પ્રોફેશનલ પાસે વાલ્વની સફાઈ કરાવી લો.

ઘણું વધુ પાણી કે ખાવાનું તેમાં ન નાખો, જેથી વરાળ બનવા અને નીકળવાની જગ્યા ન રહે.

પાણી ઘણું ઓછું પણ ન હોવું જોઈએ.

આ બધી ટીપ્સ તમારી સુરક્ષા માટે ઘણી મહત્વની સાબિત થઇ શકે છે.