સાપની ઘણી બધી પ્રજાતિ જોવા મળે છે તેમાંથી એક છે અજગર. અજગર સૌથી ખતરનાક પ્રાણીઓ માંથી એક ગણવામાં આવે છે. કારણ કે આ પોતાની શક્તિથી કોઈ પણ જીવને થોડા સમયમાં મૃત્યુ આપી છે. અજગર સામાન્ય રીતે 7 થી લઈને 9 ફિટ લંબાઈ વાળો જોવા મળે છે. આની હજુ સુધી 19 ફિટ લંબાઈ વાળો અજગર જોવા મળ્યો છે.
અજગર એક એવો સાપ છે જે પોતાના મોં માં પોતાના કરતા મોટા જીવને મોં માં ગળીને ખોરાક બનાવે છે. આ નિશાચર સાપ છે. આ ઝાડ પર સરળતાથી ઘણું ઉંચુ જય શકે છે. તે ઝાડ પણ ઘણા સમય સુધી રહીને પોતાના શિકારની રાહ જોય છે. અને જો એક વાર તેના હાથમાં કોઈ શિકાર આવી જાય છે તો તેનો જીવ લઈને જ છોડે છે.
ઈન્ટરનેટ ઉપર જાનવરો વચ્ચેની લડાઈ ના ઘણા વિડીયો વાયરલ થતા રહે છે. તમે ઘણા પ્રાણીઓને લડાઈ જોઈ હશે. તેવી રીતે અજગર અને ચામાચીડિયા વચ્ચેનો આ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓ થોડા સમયમાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને ખુબ શેયર પણ કરવામાં આવી રહ્યો છે.
આ દિલ ધડકાવી દે તેવા વિડીયોમાં ઝાડ ઉપર લપેટાયેલ અજગર ચામાચીડિયા ને ગળવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે ચામાચીડિયા ની ચારે બાજુ વીટળાઈને મારવાનો પ્રયત્ન કરે છે.
ઓસ્ટ્રેલીયાના બ્રિસ્બેન શહેરની આ ઘટનામાં ચામાચીડિયુ પોતાને બચાવવા માટે શરૂઆતમાં સંઘર્ષ પણ કરે છે પણ સફળતા નથી મળતી.
આમતો ચામાચીડિયા ને ચારે બાજુથી વીંટળાયાના થોડા સમય પછી અજગર તેને છોડી દે છે. આ વિડીયોને ટોની મોરિસને બનાવીને પોતાની ફેસબુક પેજ ઉપર શેયર કર્યો છે.
આ વિડીયોની આગળ ટોનીએ લખ્યું છે કે ચામાચીડિયાને ખાવાના પ્રયત્નમાં આ અજગર સફળ ન થઇ શક્યો અને છેવટે હાર માની લીધી. તેમણે એક વેબસાઈટ દ્વારા કહ્યું કે તે અડધો કલાક સુધી ચામાચીડિયા ને ગળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જયારે નિષ્ફળ ગયો તો અડધા કલાક પછી નીચે ફેંકી દીધો.
તેમણે આગળ જણાવ્યું આ વિસ્તારમાં અજગર મળવું કોઈ મોટી વાત નથી. આમ તો તેનાથી લોકોને કોઈ ભય નથી હોતો. જણાવી દઈએ કે ટોનીના આ વિડીયો ફેસબુક ઉપર 60 હજારથી વધુ વખત જોવાઈ ચુક્યો છે.
વિડીયો
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.