એકાદશીની તિથિએ શ્રીહરિ વિષ્ણુને અર્પણ કરો આ વસ્તુઓ, ભગવાન પ્રસન્ન થઈને દૂર કરશે કષ્ટ

એકાદશીના દિવસે શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવા આ વસ્તુઓ કરો અર્પણ, તે કરશે તમારા કષ્ટ દૂર

વર્ષમાં ઘણી એકાદશી આવે છે, પણ તે બધામાં નિર્જળા એકાદશીનું સૌથી વધારે મહત્વ માનવામાં આવ્યું છે. પાણી વગર વ્રત કરવામાં આવે તેને નિર્જળા વ્રત કહેવામાં આવે છે. આ વર્ષે નિર્જળા એકાદશી 2 જૂનના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, જે શ્રદ્ધાળુ વર્ષની અન્ય એકાદશીનો ઉપવાસ કરવામાં સક્ષમ નથી થઈ શકતા, જો તે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરે છે તો તેને અન્ય દરેક એકાદશીનો લાભ પ્રાપ્ત થાય છે.

નિર્જળા એકાદશીનું વ્રત જેઠ મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન કરવામાં આવે છે. આ તિથિ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે સૌથી શુભ માનવામાં આવી છે. જો તમે એકદાશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા દરમિયાન તેમને અમુક વસ્તુઓ અર્પણ કરો છો, તો તે તમારાથી જલ્દી પ્રસન્ન થશે. આજે અમે તમને જાણકારી આપવાના છીએ કે, તેમની પૂજામાં કઈ વસ્તુઓ અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે.

એકાદશીની તિથિએ શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરો આ વસ્તુઓ :

1. જો તમે એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગો છો, તો તેના માટે તમે તેમને પારિજાત, કમળ, કેવડા, માલતી, જુહી, વૈજયંતી, અગસ્ત્યના ફૂલ અર્પણ કરી શકો છો.

2. તમે નિર્જળા એકાદશીના દિવસે ભગવાનની પૂજા દરમિયાન તેમને ખીરનો ભોગ ધરાવો.

3. તમે નિર્જળા એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુને સુજીનો હલવો પણ અર્પણ કરી શકો છો, કારણ કે સુજીનો હલવો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે.

4. જો તમે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી રહ્યા છો, તો તેમના પૂજા-પાઠ અને આરતી કર્યા પછી તેમને તુલસી, પંચામૃત અર્પણ કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાંદડા અર્પણ કરવા ઘણું જ જરૂરી માનવામાં આવે છે. તેનાથી પ્રભુ ઘણા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.

5. એકાદશીની તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન તમે તેમને કેળું અર્પણ કરો.

6. તમે નિર્જળા એકાદશી પર પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને ફળ અને ફૂલની સાથે શ્રીફળ અવશ્ય અર્પણ કરો, તેમાં ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોથી પ્રસન્ન થાય છે.

7. તમે ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા રંગનો ઉપયોગ જરૂર કરો, તમે તેમની મૂર્તિને પીળા રંગના વસ્ત્ર પહેરાવો અને પીળા બાજઠ પર પીળું કાપડ પાથરીને તેમની મૂર્તિને વિરાજિત કરો.

8. તમે નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુને કાળા અથવા સફેદ તલ અર્પણ કરો, એવું માનવામાં આવે છે કે તલ ભગવાન વિષ્ણુના શરીરમાંથી જ ઉત્પન્ન થયા છે. એટલા માટે તમે તેમની પૂજા દરમિયાન તેમની સામે એક ઘી નો દીવો પ્રગટાવીને કાળા અથવા પછી સફેદ તલ ચડાવવાનું ન ભૂલો.

9. તમે ભગવાન વિષ્ણુની પૂજામાં તેમને ચોખા અર્પણ કરો.

ધાર્મિક માન્યતા અનુસાર એવી ઘણી બધી શુભ તિથિ હોય છે, જેના પર જો ભગવાનને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરવામાં આવે, તો તેનાથી ભગવાન પોતાના ભક્તોથી જલ્દી પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામનાઓ પુરી કરે છે.

એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઉપર અમુક વસ્તુઓ વિષે જાણકારી આપવામાં આવી છે, જો તમે આ વસ્તુઓને નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન અર્પણ કરો છો, તો તેનાથી તમને પોતાની પૂજાનું શુભ ફળ મળશે અને ભગવાન વિષ્ણુની કૃપા દૃષ્ટિ તમારા પર હંમેશા બની રહેશે.

આ માહિતી હિન્દુ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.