30 ઓક્ટોબરની રાત્રે ચંદ્ર માંથી વરસશે અમૃત, આ મુહુર્તમાં કરશો પૂજા તો મળશે સફળતા.

શરદ પૂર્ણિમાના દિવસ માં લક્ષ્મીને ખુશ કરીને પુરી કરો પોતાની દરેક ઈચ્છા, જાણો મુહૂર્ત અને પૂજા વિધિ. આસો માસના સુદ પખવાડિયાની પુનમને શરદ પુનમ કહેવામાં આવે છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં તેનું ઘણું મહત્વ માનવામાં આવે છે. આ પુનમ પછી જ હેમંત ઋતુ શરુ થાય છે અને ત્યાર પછી ધીમે ધીમે શિયાળો શરુ થવા લાગે છે. શરદ પુનમના દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા થાય છે.

માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાં એક વિશેષ શક્તિ આવી જાય છે, જે બધાના દુઃખોને દુર કરે છે. માનવામાં આવે છે કે શરદ પુનમના દિવસે ચંદ્ર પોતાની સોળે કળાઓથી પૂર્ણ હોય છે, એ કારણ છે કે આ દિવસે ચંદ્ર એટલો સુંદર દેખાય છે. આવી જાણીએ આ વખતે ક્યારે છે શરદ પુનમ અને શું છે પૂજા કરવાના શુભ મુહુર્ત.

જાણો ક્યારે છે શરદ પુનમ? આ વખે 30 ઓક્ટોબરના રોજ શરદ પુનમ મનાવવામાં આવશે. શરદ પુનમને બીજા ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે. જેમ કે કૌમુદી વ્રત, કોજગારી પુનમ અને રાસ પુનમ.

શું છે શુભ મુહુર્ત? શરદ પુનમના દિવસે માં લક્ષ્મીની વિશેષ પૂજા થાય છે. પૂજાના શુભ મુહુર્ત 30 ઓક્ટોબર 2020ની સાંજે 7 વાગીને 45 મિનીટથી શરુ થઇ જશે અને 31 ઓક્ટોબરની રાત્રે 8 વાગીને 18 મિનીટ સુધી રહેશે. 30 ઓક્ટોબરના રોજ ચંદ્રોદયનો સમય 7 વાગીને 12 મિનીટ રહેશે.

જાણો કેમ કહે છે રાસ પુનમ? શરદ પુનમનું એક બીજું નામ રાસ પુનમ પણ છે. તેને રાસ પુનમ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ મહારાસ રચ્યો હતો, આ મહારાસનો ઉલ્લેખ ઘણા હિંદુ ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. શરદ પુનમ કે રાસ પુનમ શ્રીકૃષ્ણ ભક્તો માટે પણ ઘણું મહત્વ ધરાવે છે.

રાત્રે ચંદ્રમાંના કિરણો સાથે વરસે છે અમૃત : માન્યતા છે કે શરદ પુનમના રાત્રે ચંદ્રમાંના કિરણો અમૃત બનીને ધરતી ઉપર વરસે છે. એ કારણ છે કે શરદ પુનમના દિવસે ખીર બનાવીને ખુલા આકાશની નીચે રાખવામાં આવે છે અને તેને બીજા દિવસે સવારે ખીરના પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. તે સદીઓ જૂની પરંપરા આજે પણ લગભગ તમામ હિંદુ ઘરોમાં નિભાવવામાં આવે છે.

લક્ષ્મીજીની પૂજા કરશો તો થશે વિશેષ લાભ : શરદ પુનમના દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા થાય છે. જો આ દિવસે તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો છો અને 101 દીવા પ્રગટાવો છો, તો ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને ઘરમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે છે. એમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે. જો તમે આર્થિક તંગી માંથી પસાર થઇ રહ્યા છો, તો શરદ પુનમના દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા તમારે જરૂર કરવી જોઈએ.

શરદ પુનમ પૂજા વિધિ : શરદ પુનમના વ્રતનું પણ ઘણું મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે જે પણ વ્રત રાખે છે, તેના તમામ દુઃખ દુર થઇ જાય છે. સાથે જ આ દિવસે વ્રત રાખવા વાળા લોકો ક્યારે પણ બીમાર નથી પડતા. શરદ પુનમના દિવસે ઘરમાં સ્વચ્છતા પૂર્વક ખીર બનાવો અને તેને ચાંદીની વાટકીમાં રાખીને ખુલ્લા આકાશની નીચે આખી રાત રહેવા દો, ત્યાર પછી બીજા દિવસે સવારે ધ્યાન ધર્યા પછી ખીરને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.

માન્યતા છે કે શરદ પુનમના દિવસની ખીર બીજા દિવસે સવારે ખાવાથી ગંભીરમાં ગંભીર બીમારીઓ માંથી છુટકારો મળી જાય છે. શરદ પુનમનું વ્રત સંતાન પ્રાપ્તિ અને સંતાનના લાંબા આયુષ્ય માટે પણ રાખવામાં આવે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.