હોળીના ટોટકા : હોળીના દિવસે આ રીતે કરો માં કાળીની પૂજા, દૂર થઈ જશે જીવનના બધા કષ્ટ.

હોળીના દિવસે આ રીતે કરો પૂજા, જીવનના દરેક કષ્ટોને દૂર કરશે માં કાળી

હોળીના દિવસે કરવામાં આવતા તુટકાના ફળ જરૂર મળે છે. એટલા માટે તમે આ હોળીના તુટકા જરૂર કરો. આ દિવસે માત્ર થોડા તુટકા કરવાથી વેપારમાં થઇ રહેલી નુકશાની, કુટુંબના ઝગડા, ધન હાની અને તમામ બાબતો માંથી છુટકારો મળી જાય છે. તો આવો જાણીએ હોળીના તુટકા વિષે.

કરો કાળીમાંની પૂજા :-

હોળીના દિવસે કાળી માંની પૂજા જરૂર કરો. કાળી માંની પૂજા કરવાથી વેપારમાં થઇ રહેલી નુકશાની દુર થઇ જાય છે અને ખરાબ નજરથી પણ રક્ષણ થાય છે. સાથે જ જો ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે, તો તેની બીમારી પણ દુર થઇ જાય છે. એટલા માટે હોળીના દિવસે માંની પૂજા જરૂર કરો. કાળીમાંની પૂજા કર્યા પછી તેમને ચડાવવામાં આવેલા ફૂલ તમારા વેપારના સ્થાન ઉપર રાખી દો. એમ કરવાથી વેપારમાં થઇ રહેલી નુકશાની દુર થઇ જશે. જો કોઈની નજર લાગી ગઈ છે, તો તેના માથા ઉપર કાળી માંને ચડાવવામાં આવલું સિંદુર લગાવી દો. તેની ખરાબ નજર ઉતરી જશે.

આવી રીતે કરો કાળીમાંની પૂજા :-

કાળી માંની પૂજા કરવા માટે તમારે 7 ગોમતી ચક્ર, 7 કોડીઓ અને 7 કાળા ગુંજાની જરૂર પડશે. આ તમામ વસ્તુ કાળી માં સામે ચડાવી દો અને માંની પૂજા કરો. પૂજા કર્યા પછી આ વસ્તુને ઉપાડીને તમારા પૂજા ઘરમાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં બરકત અને સમૃદ્ધી જળવાઈ રહેશે.

ધન લાભ માટે :-

હોળીના એક દિવસ પહેલા એટલે કે હોલિકા દહન વાળા દિવસે કાળી હળદરના છોડને મૂળ સાથે તમારા ઘરે લઇ આવો. હોળીનું દહન કર્યા પછી કાળી હળદરના છોડને મૂળ માંથી કાઢી દો અને તેને સારી રીતે સાફ કરી દો. જેથી તેમાં રહેલી માટી સાફ થઇ જાય. ત્યાર પછી આ હળદરને લાલ કપડામાં લપેટી દો અને તેને તિજોરીમાં રાખી દો.

સાત દિવસ સુધી આ હળદરને તિજોરીમાં જ રહેવા દો અને સાત દિવસ પછી તેને તિજોરી માંથી કાઢીને પાણીમાં પધરાવી દો. આ ઉપાય કરવાથી ધન લાભ થશે અને તિજોરી પૈસાથી ભરેલી રહેશે. આ ઉપાય કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે કોઈને પણ તેના વિષે ખબર ન પડે અને તે ગુપ્ત રીતે જ થાય.

નકારાત્મક ઉર્જા થશે દુર :-

ઘરમાં નકારાત્મક ઉર્જા હોય, તો હોળીના દિવસે આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દુર થઇ જશે. આ ઉપાય હેઠળ હોળીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે પાંચ ઘી ના દીવા પ્રગટાવી દો. હોળીની રાત્રે આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઇ જશે.

બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે :-

કોઈપણ પ્રકારની બીમારી માંથી મુક્તિ મેળવવા માટે હોળીના દિવસે આ તુટકાને અજમાવીને જુવો. આ તુટકા મુજબ તમે હોલિકા દહન વાળા દિવસે સાંજના સમયે દર્દી વ્યક્તિની પથારી પાસે એક ગ્લાસ દૂધ રાખી દો. હોળીના દિવસે સવારે આ દૂધને પીપળાના ઝાડ ઉપર અર્પણ કરી દો. આ ઉપાય કરવાથી બીમાર વ્યક્તિ સજા થવા લાગશે અને તે રોગ માંથી મુક્તિ મળી જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.