એકવાર ફરી મદદ માટે આગળ આવ્યા અક્ષય કુમાર, મુંબઈ પોલીસને આપ્યા આટલા કરોડ રૂપિયા.

અક્ષય કુમારે ફરીથી મદદ માટે હાથ લંબાવ્યો, મુંબઈ પોલીસને કરી આટલા કરોડ રૂપિયાની મદદ, જાણો

કોરોના વાયરસની મારને કારણે ભારતની અર્થવ્યવસ્થાને ભારે આંચકો લાગ્યો છે. લોકડાઉનને કારણે દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. તે દરમિયાન કોરોના જેવા જોખમી વાયરસને હરાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ કાર્યમાં ડોકટરો, મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ સહિતના અનેક વિભાગના લોકો તેમનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. કોવિડ 19 સામેની લડાઇમાં કરોડો રૂપિયા ખર્ચ પણ કરવામાં આવી રહ્યા છે. તેથી, સરકારને સ્વૈચ્છિક રીતે મદદ કરવા વાળા લોકો માટે ‘પીએમ કેયર્સ ફંડ’ બનાવ્યું છે.

આ સહાયમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ ઘણો ભાગ લીધો અને તેમની ક્ષમતા અનુસાર પૈસાનું દાન આપ્યું. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ‘પીએમ કેયર્સ ફંડ’ માં 25 કરોડ રૂપિયા દાન આપવા માટે ચર્ચામાં રહ્યા. તેમના ઉમદા કાર્યની સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

જોકે, આટલી મોટી રકમ દાન કરવામાં અક્ષયના હાથ અટક્યા નથી. હવે તેણે મુંબઈ પોલીસ ફાઉન્ડેશન માટે એક બીજી મોટી રકમ દાનમાં આપી છે. આ વાતની જાણકારી મુંબઈ પોલીસ કમિશનરના સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપર આપવામાં આવી છે. પોતાના ટ્વીટમાં તેણે અક્ષય કુમારનો આટલી મોટી આર્થિક મદદ બદલ આભાર માન્યો છે.

સીપી મુંબઇ પોલીસે તેના ટ્વિટર હેન્ડલ ઉપર લખ્યું “મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં 2 કરોડ રૂપિયાની સહાય આપવા બદલ મુંબઈ પોલીસ અક્ષય કુમારનો આભાર માને છે. તમારા યોગદાનથી, શહેરનું રક્ષણ કરવા માટે સમર્પિત સુરક્ષા કર્મચારીઓની સુરક્ષાને લાંબા સમય સુધી લાભ મળશે. – મુંબઈ પોલીસની સ્ત્રી અને પુરુષ સાથીઓ. ”

ત્યાં સોશિયલ મીડિયા ઉપર જયારે લોકોને તેના વિષે ખબર પડી ત્યારે તેઓએ પણ બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારની ખૂબ પ્રશંસા કરી. અહીં જોવા જેવી બાબત એ છે કે અક્ષય ફિલ્મ ‘સૂર્યવંશી’ માં એક પોલીસ અધિકારીની ભૂમિકા પણ નિભાવી રહ્યો છે. રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ પહેલા 24 માર્ચે થિયેટરોમાં પ્રદર્શિત થવાની હતી, પરંતુ કોરોના વાયરસના પ્રકોપને જોતાં તેની રિલીઝની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી.

હવે આ ફિલ્મ ક્યારે થિયેટરોમાં રિલીઝ થશે, હાલમાં તે કહી શકાયું નથી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય કેટરિના કૈફ પણ આ મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે. આ બંને સિવાય સિંઘમ અજય દેવગન અને સિમ્બા રણવીર સિંહ પણ સૂર્યવંશીમાં વિશેષ અતિથિ તરીકે જોવા મળશે.

કોરોના વાયરસની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી કોવિડ -19 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 28 હજારથી ઉપર થઈ ગઈ છે. આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 886 ઉપર પહોંચી ગયો છે. આ સાથે, 636 લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ પણ થઇ ગયા છે. હાલમાં, સરકારના એવા પ્રયત્નો છે કે વાયરસને નિયંત્રણમાં રાખે અને વધુ ફેલાવા ન દેવામાં આવે. તેના માટે અનેક કડક અને જરૂરી પગલા પણ લેવામાં આવી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.