ગરીબીને કારણે 8 માં પછી છોડ્યું ભણતર, પરંતુ ‘જુગાડના મશીને’ બનાવી દીધા કરોડપતિ

ફક્ત એક જુગાડ અને બદલાઈ ગયું આ 8 મું ધોરણ ભણેલા વ્યક્તિનું જીવન, રોડપતિથી બન્યા કરોડપતિ. રચનાત્મકતા અને કંઈક કરવાના ઝનૂનનો ઉંમર અથવા અમીરી-ગરીબી સાથે કોઈ સંબંધ નથી હોતો. જો વ્યક્તિ કંઈક કરવાનું નક્કી કર લે છે, તો તે કરીને જ રહે છે. આ સ્ટોરી આત્મનિર્ભર ભારતની એક મિસાલ છે. આ સ્ટોરી છે તમિલનાડુના મદુરૈમાં રહેવાવાળા મુરુગેસન નામના વ્યક્તિની, જે ફક્ત 8 ધોરણ સુધી ભણેલા છે.

ઘરની આર્થિક સ્થિતિ એવી ન હતી કે તે આગળ ભણી શકે. આ કારણે મુરુગેસને પિતા સાથે ખેતી કરવાનું શરૂ કરવું પડ્યું. પણ પરંપરાગત રીતે ખેતી કરવા પર તેમને નફો થઈ રહ્યો ન હતો. મહેનત વધારે હતી. એકવાર મુરુગેસન ગામમાં ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે કોઈને કેળાની છાલથી દોરી બનાવતા જોયા. તે વ્યક્તિ તે દોરીથી ફૂલોની માળા તૈયાર કરી રહ્યા હતા. અહીંથી મુરુગેસનના મગજમાં બિઝનેસ આઈડિયા આવ્યો. અને આજે તે કેળાની છાલમાંથી મોટા પાયે દોરી બનાવે છે. તેમનું વાર્ષિક ટર્ન ઓવર એક કરોડ રૂપિયા છે.

57 વર્ષના મુરુગેસન જણાવે છે કે, કેળાની છાલ (ઝાડની છાલ) ના ઉપયોગને લઈને લોકો જાગૃત ન હતા. તેઓ તેને ફેંકી દેતા હતા અથવા સળગાવી દેતા હતા. પણ તેમણે 2008 માં જયારે કેળાની છાલ (ફાઈબર) માંથી દોરી બનાવવાનું કામ શરૂ કર્યું, ત્યારે લોકો જાગૃત થયા.

જોકે કોઈ પણ કામ એકદમ સરળ નથી હોતું. મુરુગેસનને પણ શરૂઆતમાં સમસ્યા થઈ. હાથથી કેળાની છાલના ટુકડા કરવા અને પછી તેમાંથી દોરી બનાવવાનું કામ મુશ્કેલ હતું. ઘણી વાર દોરી સારી બનતી ન હતી. આ દરમિયાન એક મિત્રએ નારિયેળની છાલને દોરીની બનાવવા માટે પ્રોસેસ કરવાવાળા મશીન વિષે જણાવ્યું. મુરુગેસને તેનો ઉપયોગ કર્યો, પણ તેનાથી પણ કામ સરળ ન થયું.

મુરુગેસને જણાવ્યું કે, તે કેળાની છાલની પ્રોસેસિંગ મશીન તૈયાર કરવા માટે સતત પ્રોસેસ કરતા રહ્યાં. અને છેવટે તેમને સફળતા મળી ગઈ. તેમણે જૂની સાઇકલની રિમ અને પુલીને એસેમ્બલ કરીને સ્પિનિંગ ડિવાઈઝ તૈયાર કર્યું. તેનાથી મુરુગેસન હવે દર વર્ષે 500 ટન કેળાનું ફાઈબર વેસ્ટ પ્રોસેસિંગ કરી લે છે.

મુરુગેસન જણાવે છે કે, આ જુગાડના મશીનને તૈયાર કરવામાં લગભગ 1 લાખ રૂપિયા ખર્ચ થયો. તેઓ તેનું પેટેન્ટ કરાવી ચુક્યા છે. આ મશીન કેળાની છાલને ટુકડામાં કાપી લે છે. ત્યારબાદ મુરુગેસન તેને સૂકવવા માટે મૂકી દે છે. જયારે તે સુકાઈ જાય છે, તો મશીનમાં મૂકીને દોરી તૈયાર કરવામાં આવે છે.

મુરુગેસનની સાથે આજે 100 થી વધારે લોકો જોડાયેલા છે. તેમાં મોટાભાગે મહિલાઓને કામ મળ્યું છે. મુરુગેસન આજે કેળાની છાલથી દોરી, સાદડી, ટોપલી, ચાદર અને અન્ય સજાવટની વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે. મુરુગેસનને હવે બીજા દેશોમાંથી પણ ઓર્ડર મળવા લાગ્યા છે. એટલું જ નહિ, તે 40 થી વધારે મશીનો પણ વેચી ચુક્યા છે. હાલમાં નાબાર્ડે તેમને 50 મશીનોનો ઓર્ડર આપ્યો છે.

જણાવી દઈએ કે, ભારતમાં દર વર્ષે 14 મિલિયન ટન કેળાનું ઉત્પાદન થાય છે. તેમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને બિહાર સૌથી વધારે કેળા ઉગાડે છે. તિરુચિરાપલ્લીમાં ‘નેશનલ રિસર્ચ સેંટર ફોર બનાના’ માં કેળાની છાલમાંથી પ્રોડક્ટ્સ તૈયાર કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.