એક સામાન્ય જ્યુસવાળાએ દુનિયાને આપી પ્રેરણા, પ્લાસ્ટિકની જગ્યાએ ‘ફળમાં’ આપી રહ્યો છે જ્યુસ.

આ સુંદર પ્રકૃતિની રક્ષા કરવું આપણા બધાનું જ કર્તવ્ય છે. જો કે પોતાનો લાભ અને મોહને માટે આપણે આ જવાબદારી સારી રીતે કરી રહ્યા નથી. આ પ્રકૃતિને સૌથી વધારે નુકશાન પ્લાસ્ટિક વેસ્ટથી થાય છે. આજે દુનિયાભરમાં પ્લાસ્ટિક વેસ્ટ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. બાકી કચરો કરતા પ્લાસ્ટિકના કચરાથી છુટકારો મેળવવા એટલું સરળ નથી. આ અન્ય પદાર્થોની તુલનામાં પડ્યું પડ્યું ગળતું કે સડતું નથી.

આ પ્લાસ્ટિકના કારણે ઘણા જીવ જંતુ અને માછલીઓ, પક્ષીઓ વગેરેને પણ જીવ ગુમાવવો પડે છે. આ પ્લાસ્ટિકને જણ્યાં અજણ્યામાં તેમના અંદર પ્રવેશ કરી જાય છે. એટલું જ નહિ જમીનમાં જયારે પ્લાસ્ટિક ભેગું થાય છે. તો વરસાદનું પાણી પણ જમીનની અંદર પ્રવેશ થતું નથી. જેના કારણે બોરિંગ કુવા પણ જલ્દી ભરતા નથી.

પ્લાસ્ટિકનો સૌથી વધારે કચરો દુકાનોના કારણે પણ થાય છે. જ્યારે પણ કોઈ ખાવા પીવા કે કોઈ પણ વસ્તુ આપવામાં આવે છે, તો પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવામાં આવે છે. એવામાં કર્ણાટકમાં રહેવા વાળા એક જ્યુસ વાળાએ પોતાના નવા અંદાજ માટે વખાણ મળ્યા છે. સામાન્ય રીતે જયારે તમે જ્યુસ પીવા જવો છો, તો મોટાભાગના લોકો આપણને પ્લાસ્ટિકનો ગ્લાસમાં જ આપે છે.

એવામાં આ જ્યુસ વાળો પોતાના બધા જ્યુસ ફળોની અંદર જ આપી દે છે. જ્યુસ વાળાનો આ અંદાજ પ્રકૃતિ પ્રેમીઓને ખુબ પસંદ આવ્યો. આ જ્યૂસ વાળો દુકાનમાં જીરો પ્લાસ્ટિક વેસ્ટ થાય છે. જે ફળની અંદર તે જ્યુસ આપે છે તેને પછી તે પ્રાણીઓને ખવડાવી દે છે, જાણકારી મુજબ Eat Raja નામની આ દુકાન બેંગલુરુના મલેશ્વરમમાં સ્થિત છે.

આ વાતની જાણકારી ન્યુઝ એજેન્સી ‘એએનઆઈ’ના ટ્વીટના માધ્યમથી આપી. તેમણે લખ્યું કે ‘કર્ણાટકના બેંગલુરુના મલેશ્વરમમાં Eat Raja નામનો જ્યૂસની દુકાનમાં ગ્રાહકોને પ્લાસ્ટિક કપની જગ્યાએ ફળોની અંદર જ જ્યુસ આપવામાં આવે છે. ગ્રાહકોનું કહેવાનું છે કે અમને આ વાતની જાણ સોસીયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી ખબર પડી. આ ખુબ સારી પહેલ છે. આમ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી અને ફળોની ખોલને પ્રાણીઓને ખવડાવી દેવામાં આવે છે’

બીજી બાજુ સોશિયલ મીડિયા પર પણ લોકો જ્યુસ વાળના કામનું ખુબ વખાણ કરી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે અમે આ પ્રકારની વસ્તુઓને આગળ લાવતા નથી, જો બધા દુકાન વાળા આમના જેવું કરે તો પ્લાસ્ટિકનો બીજો વિકલ્પ શોધી લે તો આવનારો સમયમાં પ્રકૃતિ પ્લાસ્ટિક વેસ્ટ ફ્રી થઇ જાય છે.

તમને આ આઈડિયા કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આ સમાચારને શેયર પણ કરો. જેથી બાકીના લોકો પણ આનાથી પ્રરિત થઇ શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.