શુકનના કવરમાં કેમ આપવામાં આવે છે 1 રૂપિયાના સિક્કા? તેનું કારણ છે ઘણું વિશેષ, જાણો તેના વિષે.

શું તમને ખબર છે શુકનના કવરમાં 1 રૂપિયો શા માટે મુકવામાં આવે છે? અહીં જાણો તેનું કારણ.

ભારત તહેવારો વાળો દેશ છે. તેથી દરેક તહેવારને ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવવા એ આપણા ભારતીયોની ટેવ છે. પછી ભલે તે દિવાળી હોય કે પછી રક્ષાબંધન કે પછી ભાઈ બીજ. હવે થોડા દિવસોમાં જ દિવાળી આવવાની છે અને તેના બે દિવસ પછી ભાઈ બીજ. તે દિવસે મોટાભાગના લોકો પોતાની બહેનોને એક શુકનનું કવર આપે છે. તહેવારો ઉપર એક બીજાને શુકન તરીકે પૈસા આપવાનો રીવાજ છે. પણ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે શુકનના કવરમાં 1 રૂપિયાનો સિક્કો કેમ જોડાયેલો હોય છે? આવો સમજીએ તેનું કારણ.

શુકન નહિ ઉધાર હોય છે 1 રૂપિયો : કોઈને જો રોકડ તરીકે કવરની ભેંટ આપવાની હોય અને તેમાં 1 રૂપિયાનો સિક્કો ન જોડવામાં આવે, એવું તો બની જ નથી શકતું. ભારતીય ઘરોમાં કવરમાં 100, 500, 2000 રૂપિયા સાથે 1 રૂપિયાનો સિક્કો જરૂર રાખવામાં આવે છે. ખાસ કરીને તેની પાછળ એવું માનવામાં આવે છે કે તમે જેને પણ ભેંટ આપી રહ્યા છો તેમાં તે 1 રૂપિયા ઉધાર ધન રાશી છે.

તેને સરળતાથી સમજીએ. જો તમે કોઈને ભેંટ તરીકે 501 રૂપિયા આપો છો, તો તમે તે વ્યક્તિને વાસ્તવમાં 500 રૂપિયા જ આપી રહ્યા છો, જયારે 1 રૂપિયો ઉધાર તરીકે ચડી જાય છે. તેથી જયારે બીજી વખત તે વ્યક્તિ તમને ભેંટમાં 501 રૂપિયા આપે છે, તો વાસ્તવમાં તે તમારા 1 રૂપિયાનું ઉધાર ચૂકવી રહ્યા હોય છે. અને આ પ્રક્રિયા એમ જ ચાલતી રહે છે અને તેનાથી સંબંધની ઉંમર લાંબી બનતી રહે છે.

સદીઓથી ચાલતી આવે છે આ પ્રથા : શુકન તરીકે 1 રૂપિયો ઉધાર રાખવાની આ પ્રથા ઘણા જુના સમયથી ચાલતી આવે છે, કેમ કે માનવામાં આવે છે કે ભારતીય લોકો કોઈ પણ શુભ કામની શરુઆત 0 થી નથી કરતા. તેથી માત્ર 50 કે 500 રૂપિયા આપવાથી ખરેખર 0 રહી જાય છે. એટલા માટે 1 રૂપિયો અલગથી શુકન તરીકે આપવામાં આવે છે.

આ રીતે સંબંધો વચ્ચે રોકડની લેવડ દેવડ ચાલતી રહે છે અને 1 રૂપિયો દર વખતે સંબંધીઓ વચ્ચે રોકડની લેવડ દેવડ ચલાવતો રહે છે. અને 1 રૂપિયો દર વખતે શુકન તરીકે ઉધારની જેમ આપવા અને લેવામાં આવી રહ્યો છે.

આમ તો ભારતે જ આખી દુનિયાને શૂન્ય આપ્યું છે, જેના વગર ગણિતની કલ્પના પણ અધુરી છે. પણ ભારતમાં રહેતા લોકો આજે પણ 0 સાથે પૈસાની લેવડ દેવડને શુભ નથી માનતા. આ રીવાજ પાછળ ભારતીયોનું માનવું છે કે, તે 1 રૂપિયા સાથે તેમના સંબંધીઓ અને કુટુંબીઓના ઉત્તમ ભવિષ્યની કામના કરે છે. તેની સાથે જ માનવામાં આવે છે કે, 501 રૂપિયા માંથી ભલે 500 રૂપિયા ખર્ચ કરી દેવામાં આવે, પણ તે 1 રૂપિયો હંમેશા વધે છે. જેને મોટો આશીર્વાદ, પ્રેમ અને પોઝીટીવ એનર્જી તરીકે ઘરમાં જ રાખવામાં આવે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.