આ ઉપાયો કરવાથી તમારો પ્રેમ તમારી તરફ ભાગતો ભાગતો આવશે, વરસશે ભગવાનની કૃપા

આ ઉપાયો અપનાવવાથી મજબૂત સંબંધમાં બંધાઈ શકે છે તમારો એક તરફી પ્રેમ.

ઘણીવાર જીવનમાં અચાનક કોઈ વ્યક્તિ વધારે ગમવા લાગે છે. ઊંઘતા, જાગતા, ઉઠતા-બેસતા, બસ તેમનો જ ચહેરો આંખો સામે આવતો રહે છે. પણ દુઃખ તો ત્યારે થાય છે, જયારે સામે વાળા વ્યક્તિ તમારા પ્રેમ અને લાગણીઓને સમજી નથી શકતા. એટલે એવું કહી શકાય કે, પ્રેમ એક તરફી થઈ જાય છે.

આ ઉપાયોથી મજબૂત સંબંધમાં ફેરવાઈ જશે તમારો એક તરફી પ્રેમ : એક તરફી પ્રેમમાં પોતાની લાગણીઓ અને પ્રેમનો એકરાર કરવા છતાં પણ સામે વાળા વ્યક્તિ તમારા પ્રેમને ઠોકર મારી દે છે ત્યારે દિલ તૂટી જાય છે. ઘણા લોકો તો એક તરફી પ્રેમમાં પોતાનું જીવન જ ખતમ કરી દે છે. જો તમે પણ એક તરફી પ્રેમમાં આંસુ વહાવવા માટે મજબુર છો, તો સમજી લો તમારા ખરાબ દિવસો ગયા. જાણો અમુક જ્યોતિષીય ઉપાય જેનાથી તમારી ગ્રહ દશા સુધરી જશે. તેનાથી તમારો એક તરફી પ્રેમ કાયમી સંબંધમાં ફેરવાઈ જશે.

માં દુર્ગાની કરો પૂજા : જો તમે કોઈ છોકરીને પ્રેમ કરો છો અને તેને પોતાની જીવનસંગીની બનાવવા ઈચ્છો છો, તો 51 દિવસ સુધી રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં ધારણ કરો. ત્યારબાદ માં દુર્ગાની પૂજા-અર્ચના કરો અને માં દુર્ગા આગળ ધૂપ, અગરબત્તી અથવા દીવો પ્રગટાવો. ત્યારબાદ ‘પત્ની મનોરમાં દેહિ મનોવૃત્તાનુસારિણીમ, તારિણી દુર્ગસંસારસાગરસ્ય કુલોધ્વામ’ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી મનગમતી જીવનસંગીની મળે છે.

સુતા પહેલા ૐ મંત્રનો કરો જાપ : પોતાનો પ્રેમ મેળવવા માટે રોજ રાત્રે સુતા પહેલા ૐ મંત્રનો સાચા મનથી જાપ કરો. એવું કરવાથી સામેવાળા વ્યક્તિના મનમાં પણ તમારા માટે લાગણીઓ આવવા લાગશે.

ચાવી વગરના તાળાને માથા પરથી સાત વાર ફેરવો : જો કોઈ છોકરી પોતાના મનપસંદ વ્યક્તિ સાથે લગ્નના બંધનમાં બંધાવા ઈચ્છે છે, તો ગુરુવારે રાત્રે ચાવી વગરનું જૂનું તાળું પોતાના માથા પરથી સાત વખત ફેરવી તેને જોયા વગર રસ્તાની બીજી તરફ ફેંકી દો. એવું કરવાથી તમને મનપસંદ જીવનસાથી મળી શકે છે.

માં દુર્ગાને ચડાવો શૃંગારની સાત વસ્તુઓ : પોતાના પ્રેમને મેળવવા માટે માં દુર્ગાને લાલ ચૂંદડી સહીત શૃંગારની સાત વસ્તુઓ ચડાવો. સાથે જ માં દુર્ગાને તમારા લગ્ન કરાવવાની પ્રાર્થના કરો. એવું કરવાથી તમને તમારો પ્રેમ મળી જશે.

16 સોમવારનું વ્રત રાખવાથી મળે છે મનપસંદ જીવનસાથી : 16 સોમવારનું વ્રત રાખવાથી અને શિવજીની કૃપાથી તમને મનપસંદ જીવનસાથી મળી શકે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.