એક દીકરો પ્રોફેસર તો બીજો ફેક્ટરીનો માલિક, તો પણ વૃદ્ધ બાપ ચોકીદારી કરવા માટે છે મજબુર

માતા પિતા ચાર દીકરાઓને રાખી શકે છે, પરંતુ ચાર દીકરા માતા પિતાને નથી રાખી શકતા. એ વાત તમે ઘણી વખત સાંભળી હશે. પરંતુ હવે આવું બધુ તો થતું જ રહે છે અને એ બનાવ ઘણું દુ:ખ આપે છે. જે સંતાનને જન્મ આપો તે જ છેલ્લા સમયમાં સહારો બનવાને બદલે સાથ છોડી દે છે. માતા પિતા જે બાળક માટે પોતાનું પેટ ફાડીને તેનું પેટ ભરે છે, તેને પગભર બનાવે છે, સમય આવે ત્યારે તે જ બાળક પોતાના માતા પિતાને ધક્કો મારી દે છે. કાંઈક એવું જ બન્યું યુપીના રહેવાસી શ્રીરામ દાંગી સાથે જેમને ચાર દીકરા છે અને ચારે સારી જગ્યાએ કમાય છે, છતાંપણ તે પોતાના ઘરડા પિતાને રાખવા નથી માંગતા. અને ઘરડા પિતા ઉઠાવ્યું તે પગલું જે કોઈ પિતા નહિ ભરવા માંગે.

ચોકીદારી કરવા મજબુર છે વુદ્ધ :

આજે અમે એક એવા વૃદ્ધ વિષે જણાવી રહ્યા છીએ, જેમણે પોતાના દીકરાઓને પગભર બનાવવા માટે પોતાનું આખું જીવન આપી દીધું, અને અને હવે જયારે દીકરા પગભર બની ગયા અને પિતાની આશા જાગી કે હવે તે દીકરા એમના માટે કાંઈક કરીને દેખાડશે. પરંતુ હવે તે પિતા ચોકીદારી કરીને પોતાનું ભરણપોષણ કરી રહ્યા છે. આ વાત છે એશબાગ સ્ટેડીયમ પાસે આવેલા જગન્નાથની ગલી નંબર 2 માં રહેતા શ્રીરામ દાંગીની.

શ્રીરામના પહેલા દીકરા શિવરાજ સિંહ રહેવાસી ડી-૧૯ મુસ્કાન પરિસર, અયોધ્યા, બાયપાસ મિલેટ્રી માંથી નિવૃત્ત થયા છે. અને અમરાવતીમાં પ્રાઈવેટ નોકરી કરે છે, અને દર મહીને ૯૫ હજાર રૂપિયા પગાર છે. વૃદ્ધ માણસના બીજા દીકરા ઓમપ્રકાશ સિંહ રહેવાસી વીઆઈપી બજાર, સાગરમાં રહે છે અને ત્યાં કોચિંગ ક્લાસ ચલાવે છે. તેની સાથે જ ઇન્દોરમાં વેલ્ડીંગ રોડની ફેક્ટરી પણ ચલાવે છે. જેમાં દર મહીને ૫૦ હજાર રૂપિયા આવક થાય છે.

શ્રીરામના ત્રીજા દીકરા રામબાબુ સિંહ રહેવાસી મેરુખેડી પોસ્ટ સોજના ગુલાબગંજ વિદિશામાં રહે છે, અને ત્યાં તેની ૮૦ વિંઘા જમીન, ટ્રેક્ટર અને એક મકાન છે, તેની આવક મહીને ૫૦ હજાર રૂપિયા છે. શ્રીરામના ચોથા દીકરા રામજીરામ સિંહ રહેવાસી અયોધ્યા બાયપાસમાં એક પ્રાઈવેટ કોલેજમાં પ્રોફેસર છે અને તેનો પગાર મહીને ૩૦ હજાર રૂપિયા છે. પરંતુ તેમાંથી કોઈ પણ પોતાના પિતાને રાખવા માંગતા નથી. વૃદ્ધને દર મહીને મળવી જોઈએ આ રકમ.

હ્રદય રોગ અને ડાયાબીટીસથી પીડિત શ્રીરામ દાંગી પોતાની આર્થિક સ્થિતિને ચલાવવા માટે ચોકીદારની નોકરી કરવા માટે મજબુર થઇ ગયા. તેમણે છેલ્લા દિવસોમાં પોતાના ભરણ પોષણની રકમ માટે શહેરના એસડીએમ વંદના જૈનને અરજી કરી. તે કેસનો ચુકાદો આપતા એસડીએમ જૈનએ ગુરુવારના રોજ ચારે દીકરાઓને બોલાવ્યા અને તેને કુલ ૧૦ હજાર રૂપિયા મહીને ભરણ પોષણ આપવાનો આદેશ આપ્યો. આ આદેશની અવગણના કરનારા દીકરા સામે જેલની સજા જેવી કાર્યવાહી કરવામાં આવશે. જયારે ન ઇચ્છતા હોય તો પણ ચારે દીકરાઓ પોતાના પિતાને હક્ક જરૂર આપવાનો રહેશે, અને ન આપ્યો તો જેલની તૈયારી પણ રાખવી પડશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.