હિમાલયની એક એવી જડીબુટ્ટી, જે 10 લાખ રૂપિયા કિલો સુધી વેચાય છે, જાણો તેના વિષે વિસ્તારથી

આ જડીબુટ્ટી શક્તિની દવાઓ સહીત ઘણા કામમાં ઉપયોગમાં લેવાય છે, પરંતુ ઘણી દુર્લભ છે અને ખુબ મોંઘી પણ

હિમાલય વિયાગ્રા જડી-બૂટીનો સાઇટિફિક નામ કોર્ડિસેપ્સ સાઈનેસિસ (Caterpillar fungus) છે. આને કીડા-જડી, યાર્સાગુમ્બા કે યારસાગમ્બુ નામથી પણ ઓળખાય છે. આ હિમાલયી ક્ષેત્રોમાં ત્રણથી પાંચ હજાર મીટર ઉંચાઈ વાળી બરફદાર પર્વતો પર જોવા મળે છે.

હિમાલય વિયાગ્રા ચીનમાં ખુબ પ્રખ્યાત છે. આ જડી બૂટી યાર્સાગુમ્બા અને યારસાગમ્બુ નામથી ચીનમાં ઓળખાય છે. નિર્વાસિત તિબ્બતી પણ આના કારોબારની સાથે જોડાયેલા છે. તિબ્બત અને ચીન બંને જગ્યા આનો ઉપયોગ યૌનોત્તેજક દવા તરીકે કરવામાં આવે છે.

હિમાલય વિયાગ્રાને જડી-બૂટી રૂપમાં મધ્ય પ્રદેશના પણ કેટલાક વિસ્તારમાં કરવામાં આવે છે. આ જડી બૂટી શરીરમાં રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. કહેવામાં આવે છે કે શ્વાસ અને કિડનીની બીમારીમાં પણ આનો ઉપયોગ દવાની જેમ કરવામાં આવે છે.

હિમાલય વિયાગ્રા જડી બૂટીનું નામ યાર્સાગુમ્બા, એક કીડાના આધાર પર લેવામાં આવે છે. આ નામના કીડા નેપાળમાં જોવા મળે છે. ભૂરા રંગનો આ કીડો લગભગ 2 ઇંચ લાંબો હોય છે.

યાર્સાબુમ્બા કીડો નેપાળમાં ઉગવા વાળા કેટલાક ખાસ છોડ પર, શિયાળામાં છોડ પર નીકળવા વાળા રસથી જન્મે છે. આ કીડાનું જીવન લગભગ છ માસ જણાવવામાં આવે છે.

યાર્સાગુમ્બા કીડો મેં-જૂનમાં જીવન ચક્ર પૂર્ણ કરી મૃત્યુ પામે છે. મૃત્યુ પછી પર્વત પર ઘાસ-છોડ વચ્ચે વિખરાઈ જાય છે. આ જ મૃત યાર્સાગુમ્બા કીડાનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે. આ કીડાનો સ્વાદ મીઠો જણાવવામાં આવે છે.

હિમાલય વિયાગ્રા જડી-બૂટી ભારતમાં પ્રતિબંધિત છે, નેપાળમાં પણ 2001 સુધી આના પર પ્રતિબંધ હતું, 2001 પછી નેપાળ સરકારે આના પર પ્રતિબંધ હટાવી દીધું. હવે અહીં ઉત્પાદન ક્ષેત્રોમાં યાર્સાગુમ્બા સોસાયટી છે. આ સોસાયટી યાર્સાગુમ્બાને વેચે છે.

નેપાળમાં મેં-જૂનમાં યાર્સાગુમ્બા ભેગું કરીને હરીફાઈ કરવામાં આવે છે, જ્યાં લોકો આને ભેગું કરવા માટે પર્વત પર ટેંટ લગાવીને રાખે છે. આ જડી-બૂટી સેક્સ પાવર વધારાના ગુણના કારણે આ જડી-બૂટી ચિન સહીત વિદેશોમાં માંગ રહે છે. આ જડી-બૂટીનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવી રહ્યું છે.

હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાઈ એક રિપોર્ટ મુજબ, યાર્સાગુમ્બાથી બનેલ જડી-બૂટીને નવી દિલ્હી અને નેપાળમાં વેપારી 10 લાખ રૂપિયા પતિ કિલો સુધી ખરીદે છે. જયારે ઉત્તરાખંડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોપોરેશન આને 50 હજાર રૂપિયા પતિ કિલોના હિસાબે ખરીદે છે. જેમાંથી 5%પોતાની રોયલ્ટીના રૂપમાં રાખે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.