ગણિતનું ચેલેન્જ : શું તમે એકથી લઈને એક અબજ સુધી સતત અંકો બોલી શકો? જાણો તેના માટે કેટલા દિવસ જોઈએ.

ગણિત ચેલેન્જ

૧,૨,૩,૪,૫,૬,૭,૮………૧૦૦

૧૦૧,૧૦૨………………..૨૦૦

પ્રશ્ન – શુ તમે આ રીતે ક્રમમાં એકથી અબજ સુધી સંખ્યા બોલી શકો છો? (વિચારી રાખો.)

એકમ, દશક, સો, હજાર……………………. અબજ.

આપણે વ્યવહારમાં મોટા ભાગે અબજ સુધીની સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ.

પણ તેનાથી આગળ ગણતરી માટે શું?

તો એનાથી આગળ ગણતરી માટે ચાર્ટ દર્શાવેલ છે.

પણ મોટે ભાગે આપણને એક અબજથી આગળની સંખ્યાઓની જરુર પડતી ન હોવાથી આપણે યાદ રાખતા નથી.

હજી સંખ્યા આનાથી પણ આગળ છે જેમ કે,

૧ ઉપર ૫૩ મીંડા = ‘તલ્લાક્ષણ’.

સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો તે છે. ‘અસંખ્યેય’ જેમા ૧ પછી ૧૪૦ મીંડા (શુન્ય) આવે છે.

હવે વાત ઉપર આપેલ પ્રશ્નની કરીએ, તો શું આપ એક અબજ સુધી સંખ્યા ક્રમમાં બોલી શકો?

તો જવાબ છે ‘ના’.

કારણ કે એ ગણવા કે બોલવા માટે માણસનું આખું આયુષ્ય પણ ટુંકુ પડે.

ચાલો સામાન્ય લોજીક દ્વારા સમજીએ.

જો એક વ્યક્તિ પ્રતિ સેકન્ડ એક અંક બોલે તો એક મિનીટમા ૬૦ સુધી ગણી શકે અને એક કલાકમા ૩૬૦૦ સુધી પહોંચી શકે. એ બાર કલાકના અંતે હજી તે ૪૩,૨૦૦ (તેતાળીસ હજાર બસ્સો) સુધી સંખ્યા બોલી શકે.

હવે આપણે સરળ સમજુતિ માટે ૧ દિવસમાં એક વ્યક્તિ સતત ૧૩-૧૪ કલાક (એક દિવસ) ગણે ત્યારે માંડ ૫૦,૦૦૦ સુધી જ ગણી શકે.

એ હિસાબે…

૧૦ દિવસ = ૫ લાખ

૧૦૦ દિવસ = ૫૦ લાખ

૧૦૦૦ દિવસ = ૫ કરોડ

૧૦,૦૦૦ દિવસ = ૫૦ કરોડ

૨૦,૦૦૦ દિવસ = ૧ અબજ….

એટલે ૧ અબજ ગણતા ઓછામાં ઓછા વીસ હજાર દિવસ જોઇએ.

એટલે શરુઆતમાં જ કહ્યુ હતુ કે, એક અબજ સુધી એક વ્યક્તિ ગણી ન શકે. આખુ આયુષ્ય પણ ટુંકુ પડે.

આપને આ પોસ્ટ કેવી લાગી? કોઇ સુચન હોય તો જણાવશો.

– સાભાર રાધા પટેલ (અમર કથાઓ ગ્રુપ)