એક વર્ષ સુધી સ્માર્ટફોન વગર રહીને અમેરિકાની આ મહિલા જીતવા જઈ રહી છે ૭૨ લાખ રૂપિયા

સોશિયલ મીડિયાના આ યુગમાં જો તમે કોઈનો ફોન માંગી લો, તો તે પોતાની જમીન જાગીર બધું તમારા નામે કરી દેશે પણ ફોન નહિ આપે. આજના યુવાન હોય કે વૃદ્ધ દરેકને ફોનની એવી લત લાગી ચુકી છે કે, તે તેના વગર જીવી શકતો નથી.

જો તમને કોઈ કહે કે તમને ૭૨ લાખ રૂપિયા આપશે, પણ તેના બદલામાં તમારે એક વર્ષ સુધી સ્માર્ટફોન વગર જ રહેવું પડશે તો શું તમે એવું કરી શકશો? પણ ૨૯ વર્ષીય એક અમેરિકી મહિલાએ આવું કરીને બતાવ્યું છે.

એવું પણ જરૂરી નથી કે દરેક મોબાઈલ વગર ના રહી શકે. આ દુનિયામાં અમુક લોકો એવા પણ છે જે સ્માર્ટફોનની દુનિયામાં રહીને પણ સ્માર્ટફોન વગર રહી શકે છે. હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં રહેનાર એલાના મુગદાનનું જ ઉદાહરણ લઈ લો.

છેલ્લા એક વર્ષથી સ્માર્ટફોન વગર રહીને એલાના પુરા ૭૨ લાખ રૂપિયા જીતવા જઈ રહી છે. આના માટે એલાનાએ પોતાના ગમતા એપલ આઈફોન 5s ની કુરબાની આપી એ પણ પુરા એક વર્ષ માટે.

ખરેખરમાં એલાના ‘સ્ક્રોલ ફ્રી ફોર અ યર’ માં ભાગ લઈને $૧,૦૦,૦૦૦ એટલે કે ૭૨ લાખ રૂપિયા જીતવા જઈ રહી છે. કોકા કોલા કંપનીની વિટામીન વોટર ચેલેન્જને જીતીને એલાના માત્ર એક કદમ દૂર છે. આ ચેલેન્જમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓનું ૮ મહિના પછી ‘લાઇ ડિટેક્ટર ટેસ્ટ’ એટલે કે જૂઠ પકડાનાર પરીક્ષા લેવામાં આવે છે. એલાના એ આ પરીક્ષા પાસ કરી લીધી છે.

વિટામીન વોટર ચેલેન્જની શરૂવાત ગયા ડિસેમ્બરમાં થઈ હતી. આ ચેલેન્જમાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૮ જાન્યુઆરી ૨૦૧૯ હતી. શરત મુજબ આ દરમિયાન પ્રતિસ્પર્ધીઓએ પોતાના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પેજ પર #nophoneforyear અને #contest લખીને પોતાનો ફોન ડિપોઝીટ કરીને kyocera નો એક ફીચર ફોનનો ઉપયોગ કરવાનો હતો.

વિટામીન વોટરે આ ચેલેન્જ માટે ૨૯ વર્ષની એલાના મૂડગનને પસંદ કરી. આ દરમિયાન એલાનાને પણ kyocera ફીચર ફોનના બદલે પોતાનો એપલ આઈફોન 5s ડિપોઝીટ કરવો પડ્યો હતો. પણ ખાસ વાત તો એ છે કે, આ દરમિયાન એલાનાને લેપટોપ અને ડેસ્કટોપ વાપરવાની છૂટ આપવામાં આવી હતી.

આ દરમિયાન એલાના મૂડગનને ઘણી વખત સ્માર્ટફોન વગર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પણ સ્માર્ટફોનનો ઉપયોગ ન કરીને તેને ઘણી શાંતિ પણ મળતી હતી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.