ચાર વર્ષમાં સૌથી ઉંચા સ્તર પર પહોંચ્યા ડુંગળીના ભાવ, આ જગ્યાએ 50 રૂપિયા કિલો વેચાય છે ડુંગળી

ડુંગળીના ભાવને કાબુમાં રાખવા માટે સરકાર તરફથી આ જુનથી જ કરવામાં આવી રહેલા પ્રયાસ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે, કેમ કે ડુંગળીએ દેશના સામાન્ય વપરાશકર્તાઓને રડાવવાનું શરુ કરી દીધું છે. દેશના પાટનગર દિલ્હીમાં આવેલા આઝાદપુર માર્કેટમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ ૫૦ રૂપિયે કિલો થઇ ગયો છે, જો કે ૨૦૧૫ પછીનું સૌથી ઊંચુ સ્તર છે. અને એશિયાના સૌથી મોટી માર્કેટ મહારાષ્ટ્રના લાસલગામમાં પણ ડુંગળી ૫૦ રૂપિયે પ્રતિ કિલો વેચાવા લાગી છે.

જરૂરિયાતની સરખામણીમાં માલની આવક ઓછી થવાથી ડુંગળીની કિંમત વધી રહી છે :

વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઘણો ઓછો છે, જેને કારણે માર્કેટમાં એની આવક ઓછી થઇ રહી છે. જરૂરીયાતની સરખામણીમાં આવક ઓછી થવાથી ડુંગળીની કિંમત વધી રહી છે. આઝાદપુર માર્કેટમાં વેપારીઓ અને ઓનીયન મર્ચન્ટ એસોસીએશનના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે, દક્ષીણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક ખરાબ થવાથી અને પાકની તૈયારીમાં મોડું થઇ જવાની શક્યતાઓથી ડુંગળીની કિંમતોને વધુ સપોર્ટ મળી રહ્યો છે. શર્માએ જણાવ્યું કે, તે પહેલા ૨૦૧૫ માં ડુંગળીના ભાવ ૫૦ રૂપિયે કિલોથી ઉપર જતા રહ્યા હતા.

સ્થાનિક બજારમાં પણ ભાવ ઘણા વધી ગયા છે, એટલા માટે નિકાસમાં નફો નહિ મળે :

ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા છેલ્લા અઠવાડિયે ઓછામાં ઓછી નિકાસ કિંમત એટલે એમઈપી ૮૫૦ ડોલર પ્રતિ ટન નક્કી કરવામાં આવી, જેથી નિકાસ ઉપર પ્રતિબંધથી દેશના બજારોમાં ડુંગળીના સપ્લાઈમાં ઘટાડો ન થાય. વિદેશ વેપાર મહાનિર્દેશાલય એટલે ડીજીએફટીની ૧૩ સપ્ટેમ્બરની જાહેરાત મુજબ ડુંગળીની ઓછામાં ઓછી નિકાસ કિંમત ૮૫૦ ડોલર પ્રતિ ટન(એફઓબી) થી ઓછા ભાવ ઉપર નિકાસની મંજુરી ત્યાં સુધી નહિ મળે, જ્યાં સુધી આ સંબંધમાં બીજો આદેશ ન આવે.

નાસિકના એક ડુંગળી નિકાસ કરવા વાળા એ જણાવ્યું કે, આટલી ઉંચી કિંમત ઉપર નિકાસ કરવાની હાલમાં કોઈ સંભાવના નથી. અને સ્થાનિક બજારમાં પણ ભાવ ઘણા વધી ગયા છે, એટલા માટે નિકાસમાં માર્જીન નહિ મળે.

તે પહેલા જુનમાં જયારે ડુંગળીના ભાવમાં વધારો થયો હતો, તે સમયે સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવાના હેતુથી મર્ચેડાઈઝ એક્સપોર્ટ ફાર્મ ઇન્ડિયા સ્કીમ એટલે એમઈઆઈએસ હેઠળ ડુંગળી ઉપર ૧૦ ટકા છૂટ પાછી લઇ લીધી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.