iPhone 12 ઓર્ડર કર્યો હતો, પેકેટ ખોલ્યું તો નીકળી આ વસ્તુ અને શુકનના 5 રૂપિયા, ચોંકાવનારી છે ઘટના.

ઓનલાઈન શોપિંગ કર્યા પછી એપ્પલના ફોનની રાહ જોઈ રહ્યો હતો વ્યક્તિ, બોક્સ ખોલ્યું તો મળી આ શાનદાર સરપ્રાઈઝ.

તહેવારની સીઝનમાં મોટા પ્રમાણમાં ઓનલાઈન શોપિંગ કરવામાં આવી રહી છે. પણ આવા સમયે વધુ સાવચેત રહેવાની પણ જરૂર છે. કારણ કે તેમાં છેતરાવાના ચાન્સ વધી જાય છે. ઓનલાઈન શોપિંગમાં કેરળના એક વ્યક્તિ સાથે કાંઈક એવું બન્યું કે તે ચકિત રહી ગયો. તેણે ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી iPhone 12 ઓર્ડર કર્યો હતો. પછી તે ઘણી આતુરતાથી તેની ડિલિવરીની રાહ જોતો રહ્યો. પણ જયારે તેણે પોતાના ઘરે ડિલિવર થયેલું બોક્સ ખોલ્યું તો તે ચકિત રહી ગયો.

તેનું કારણ એ હતું કે તેને બોક્સમાં ડીશવોશ સાબુની એક ગોટી અને 5 રૂપિયાનો સિક્કો મળ્યો. હાલમાં આ ઘટના સોશિયલ મીડિયા ઉપર ઝડપથી શેર થઇ રહી છે.

70,900 માં બુક કરાવ્યો હતો આઈફોન : અલુઆના રહેવાસી નરુલ અમીન પોતાના એપ્પલ સ્માર્ટફોનની રાહ જોઈ રહ્યો હતો, પણ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેના બદલામાં તેને એક સુદંર સરપ્રાઈઝ મળશે. તેની સ્ટોરી સોશિયલ મીડિયા ઉપર શેર થઇ રહી છે. ઈંટરનેટ ઉપર શેર થઇ રહેલી તે સ્ટોરી લીલા રંગના વીમ ડીશ વોશ સાબુ અને 5 રૂપિયાના સિક્કાને લઈને છે. નરુલે સ્માર્ટફોનનો ઓર્ડર આપ્યો, જેને એમેઝોન દ્વારા 70,900 રૂપિયામાં બુક કરવામાં આવ્યો હતો.

અનબોક્સિંગનો વિડીયો બનાવ્યો : જયારે આઈફોનને બદલે સાબુ મળ્યો તો તેણે તરત ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ અમીને 12 ઓક્ટોબરના રોજ પોતાના એમેઝોન એકાઉન્ટ દ્વારા ઓર્ડર આપ્યો હતો. તેને 15 ઓક્ટોબરના રોજ પેકેટ મળ્યુ. ત્યાર પછી તેણે એક અનબોક્સિંગ વિડીયો બનાવ્યો. તેણે જણાવ્યું કે, ઓનલાઈન છેતરપીંડીની ઘટનાથી બચવા માટે અનબોક્સિંગ વિડીયો બનાવવો ખુબ જરૂરી છે.

સાઈબર પોલીસ સ્ટેશને આ બાબતમાં કેસ નોંધી તપાસ શરુ કરી દીધી છે. તેના દ્વારા જાણવા મળ્યું કે, નરુલને જે ફોન મળવાનો હતો તે સપ્ટેમ્બરથી ઝારખંડમાં કોઈ ઉપયોગ કરી રહ્યું હતું. IMEI નંબર જોયા પછી તેની જાણ થઇ.

એક તપાસ અધિકારીએ જણાવ્યું કે, અમે એમેઝોનના અધિકારીઓ અને તેલંગાનાના વેપારીઓ સાથે સંપર્ક કર્યો. તે ફોનનો આ વર્ષે 25 સપ્ટેબરથી ઝારખંડમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ઓર્ડર ઓક્ટોબરમાં જ આપવામાં આવ્યો હતો. અમે વેપારી સાથે સંપર્ક કર્યો, તો તેમણે જણાવ્યું કે ફોન સ્ટોકમાં નથી અને નરુલ દ્વારા ચુકવણી કરવામાં આવેલી રકમ પાછી આપી દેવામાં આવશે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.