હવે ટ્રાફિક પોલીસ ની લૂંટ થી બચવા બનાવડાવો ડ્રાંઇવિંગ લાયસન્સ ફક્ત 200 રૂપિયામાં

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઇન એપ્લાય કરી શકો છો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વેબ સાઈટ ઉપર જઈને ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના વિકલ્પો છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની સર્વિસ ઓનલાઇન હોવાથી તમે એજન્ટની મદદ વગર જાતે જ બનાવી શકો છો.

ગુજરાતમાં હવે લર્નિંગ તેમજ પાકા ડ્રાઈવિંગ લાઈસન્સની બધી જ કામગીરી ઓનલાઈન જ થાય છે. જેના માટે તમારે www.sarathi.nic.in નામની વેબસાઈટ પર જવાનું છે. આ વેબસાઈટ કેન્દ્ર સરકારનું માર્ગ અને પરિવહન મંત્રાલય ઓપરેટ કરે છે. તેના પરથી તમે કાચું તેમજ પાકું લાઈસન્સ મેળવવા માટેની અપોઈન્ટમેન્ટ લઈ શકો છો.

તમારે લર્નિંગ લાઈસન્સ નવું લેવું હોય કે પછી તેને રિન્યૂ કરાવવું હોય તો તેના માટે તમારે www.sarathi.nic.in પરથી અપોઈન્ટમેન્ટ લેવાની છે. વેબસાઈટના હોમ પેજ પર જ સારથી લાઈસન્સ સર્વિસીસમાં તમને પહેલી જ લિંક તેના માટેની મળશે. અહીં લર્નિંગ કે પાકાં લાઈસન્સ માટે અપ્લાય કરવાની લિંક એક જ છે. પરંતુ તમે તેના પર ક્લિક કરશો ત્યારે તમને બે અલગ-અલગ ઓપ્શન મળી જશે.

લર્નિંગ લાઈસન્સનું ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમારે તમારી વિગતો ઓનલાઈન ફોર્મમાં ભરી દેવાની છે. જે દિવસની અપોઈન્ટમેન્ટ હોય તે દિવસે તમારે ફોર્મ-2ની કોપી તેમજ ડોક્યુમેન્ટની ફોટોકોપી અને ઓરિજિનલ લઈને જવાના છે. અહીં જ તમારે નિયત ફી ભરવાની છે, અને જો તમારી પાસે કોઈ પાકું લાઈસન્સ ન હોય તો તમારે ઓનલાઈન એક્ઝામ પણ આપવી પડશે. પરંતુ જો તમારી પાસે ટુ-વ્હીલરનું પાકું લાઈસન્સ હોય અને તમે ફોર વ્હીલરનું લર્નિંગ લાઈસન્સ લેવા જશો તો તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની કોઈ જરુર નથી.

પાકું લાઈસન્સ મેળવવા પણ તમારે લર્નિંગ લાઈસન્સની માફક જ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, તેમાં તેની સાથે તમારે લર્નિંગ લાઈસન્સનો નંબર પણ આપવો પડશે. એટલું ધ્યાન રાખશો કે લર્નિંગ લાઈસન્સ મેળવ્યાના 30 દિવસ બાદ જ તમે પાકા લાઈસન્સ માટે અપ્લાય કરી શકો છો. અહીં પણ તમારે ફી આરટીઓમાં જઈને જ ભરવાની છે. જોકે જે ફોર્મ ભરો એની પ્રિન્ટ તો લેવી જ પઢશે

ઉંમરનું પુરાવો :

ઉમર માટે નીચે માંથી કોઈ એક દસ્તાવેજ હોવું જરૂરી છે. તમારે અરજીના સમયે મૂળ દસ્તાવેજ લઇ જવા પડશે. સાથે જ તેમના ટ્રુ કોપી પણ સાથે લઇ જવી પડશે.

વોટર આઈડી કાર્ડ –

સ્કૂલ સર્ટિફિકેટ –

એલઆઇસી પોલિસી –

પાસપોર્ટ – બર્થ સર્ટિફિકેટ

એડ્રેસ પુરાવા માટે જોઈશે આ દસ્તાવેજ :

એડ્રેસના પુરાવા માટે નીચે માંથી કોઈ પણ એક દસ્તાવેજ હોવું જરૂરી છે. તમારી એપોઈંટ્મેન્ટ ના સમયે મૂળ ઓરીજનલ દસ્તાવેજ લઇ જવા પડશે.

સાથે જ તેમની ટ્રુ કોપી સાથે લઇ જવી પડશે.

એલઆઇસી

– વોટર આઇડી

– પાસપોર્ટ

– સરકારી પે સ્લીપ

– પેન્શન પાસબુક

– હથિયારોનું લાઇસન્સ

આટલી થશે ફી :

સીખનારને લાઇસન્સની ફી – 200 રૂપિયા

કાયમી લાઇસન્સની ફી – 200 રૂપિયા

ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ કરાવવાની ફી – 200 રૂપિયા

ઇન્ટરનૅશનલ ડ્રાઇવિંગ લાઇસન્સની ફી – 1000 રૂપિયા…

વિડીયો