ઓનલાઇન શોપિંગ સાથે જોડાયેલી આ વાતો જાણી લો, નહિ તો થઈ શકે છે ભારે નુકશાન.

ઓનલાઇન શોપિંગ કરનારા ધ્યાનમાં રાખશે આ વાતો, તો બચી શકો છો મોટા નુકશાનથી, જાણો કઈ રીતે. તહેવારોની સીઝનમાં મોટાભાગે ઈ-કોમર્સ કંપનીઓ ઘણા પ્રકારની ઓફર લઈને આવે છે. ફ્લીપકાર્ટ અને અમેજન જેવી મોટી ઈ-કોમર્સ કંપનીઓ ઉપરાંત પણ ઘણા રીટેલ સ્ટોર પણ નો કોસ્ટ ઈએમઆઈ સાથે આકર્ષક ઓફર માટે બેંકો સાથે જોડાણ કરે છે. નો કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ હેઠળ વસ્તુ ખરીદવાથી શું ગ્રાહકને ફાયદો થાય છે કે તેને નુકશાની વેઠવી પડે છે, તે જાણવું જરૂરી છે. સાચું તો એ છે કે એવા લોકોની સંખ્યા ઘણી વધુ છે, જેને નો કોસ્ટ ઈએમઆઈનો અર્થ પણ ખબર નથી હોતો. એટલા માટે તેના વિષે જાણવું જરૂરી છે.

શું છે નો કોસ્ટ ઈએમઆઈ : નો કોસ્ટ ઈએમઆઈ વધુમાં વધુ વસ્તુ વેચવા માટે અપનાવવામાં આવતી એક રીત છે. નો કોસ્ટ ઈએમઆઈ ઉપર ગ્રાહકને પ્રોડક્ટ કોઈ છૂટ વગર પૂરી કિંમત ઉપર ખરીદવાની હોય છે. તેમાં કંપનીઓ ગ્રાહકને આપવામાં આવતી છૂટો બેંકોને વ્યાજના રૂપમાં આપે છે. એક બીજી રીત એ હોય છે કે કંપનીઓ વ્યાજની રકમને પહેલા જ પ્રોડક્ટ્સની કિંમતમાં સામેલ કરી લે છે.

કેવી રીતે કામ કરે છે સ્કીમ : નો કોસ્ટ ઈએમઆઈને સામાન્ય રીતે 3 ભાગમાં વહેચવામાં આવે છે. તેમાં રીટેલર, બેંક અને ગ્રાહક સામેલ હોય છે. અમુક બેંક પ્રોડક્ટસ ઉપર નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ આપે છે. આમ તો આ વિકલ્પ પસંદ કરવા માટે ગ્રાહક પાસે તે બેંકનું ક્રેડીટ કાર્ડ હોવું જોઈએ. તે સિવાય ગ્રાહક નોન બેકિંગ ફાઈનેંસ કંપનીઓ (NBFC) સાથે પણ ઈએમઆઈ કાર્ડ લઇ શકે છે. રિટેલર્સ માત્ર તે પ્રોડક્ટ્સ ઉપર જ નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ આપે છે, જે તેને વહેલામાં વહેલી તકે વેચવાની હોય છે. અમુક ઈએમઆઈકાર્ડ માટે ફી ચૂકવવી પડે છે. નો કોસ્ટ ઈએમઆઈની સ્થિતિમાં રિટેલર્સ ગ્રાહકોને વ્યાજ જેટલી રકમની છૂટ આપે છે.

કઈ બેંક આપે છે આ સુવિધા : એચડીએફસી, સ્ટેટ બેંક ઓફ ઇંડિયા, આરબીએલ, યસ બેંક, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સ્ટેડર્ડ ચાર્ટડ બેંક અને કોટક મહિન્દ્રા બેંક અમેજન અને ફ્લીપકાર્ટ જેવા ઈ-કોમર્સ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પ્રોડક્ટ્સ ખરીદવા માટે નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ આપે છે. પરંતુ મોટાભાગના કેસમાં કેશ ઉપર છૂટ ઈએમઆઈથી વધુ નથી હોતી.

કમાણીનો છે રસ્તો : તેને એક રીતે કમાણીનો રસ્તો કહી શકાય છે. સાથે જ તેના દ્વારા જુનો સ્ટોક વહેલી તકે વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બજારના જાણકારોનું માનવું છે કે એસી, મોબાઈલ ફોન, ફ્રીજ અને વોશિંગ મશીન માટે આ વિકલ્પ ન પસંદ કરવો એજ ઉત્તમ હોય છે.

શું વધારાનો ખર્ચ પણ છે તેમાં? જયારે ગ્રાહક નો કોસ્ટ ઈએમઆઈ સ્કીમ પસંદ કરે છે અને રિટેલર્સ પાસેથી પ્રોડક્ટ્સ ખરીદે છે, તો બની શકે છે તેની સાથે જોડાયેલા થોડા કેશ ડિસ્કાઉન્ટ નહિ મળે. તે ઉપરાંત તમે દરેક કિંમત ઉપર માલ અને સેવા કર (GST) સાથે જ પ્રસંસ્કરણ ચાર્જ જેવા વધારાના ખર્ચાની પણ ચુકવણી કરવી પડે છે. એચડીએફસી અને કોટક મહિન્દ્ર બેંક નો કોસ્ટ ઈએમઆઈ ઉપર 199 રૂપિયા પ્રોસેસિંગ ફી લે છે. તે ગ્રાહક દ્વારા લેવામાં આવેલી પ્રોડક્ટ્સને પહેલા મહિનાના હપ્તામાં જોડાઈને આવે છે. તેમાં કસ્ટમરના ક્રેડીટ કાર્ડના સ્ટેટમેંટમાં દર મહીને ખરીદી ઉપર ઉત્પાદન કિંમતથી વધુ જીએસટી લાગતી રહેશે.

સમયસર હપ્તો જમા કરવો જરૂરી : આ સ્કીમમાં ઘણી વખત ખરીદનાર દેવાની જાળમાં ફસાઈ શકે છે. જો ગ્રાહક સમયસર હપ્તો જમા નથી કરાવી શકતા તો બેંક પેનલ્ટી સાથે હપ્તા ઉપર વધારાનો ચાર્જ વસુલ કરે છે, જે મહિનામાં 2 થી 3.5 ટકા હોય છે. અમુક ઈએમઆઈ યોજનાઓને રીઝર્વ બેંક ઓફ ઇંડિયાએ છુપી શરતો અને ચાર્જને કારણે બંધ કરી દીધી હતી. તેથી કોઈ પણ વધારાના ચાર્જથી બચવા માટે ગ્રાહકે સમયસર હપ્તો ચૂકવવો જોઈએ.

આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.