હીરો ન હોવા છતાં પણ માત્ર 5 મિનીટની હાજરીથી ફિલ્મોને હીટ કરાવી દેતા હતા આ ઉત્તમ કલાકારો.

આ કલાકારો પોતે હીરો કે હિરોઈન ન હતા, પણ ફિલ્મોમાં 5 મિનિટ માટે તેમની હાજરી ફિલ્મ હિટ બનાવી દેતી હતી.

ભારતીય સિનેમામાં હંમેશા ફિલ્મો માટે મુખ્ય અભિનેતા અને અભિનેત્રીઓને જ શ્રેય આપવામાં આવે છે. પણ કોઈ પણ ફિલ્મના સફળ થવા માટે દરેક કલાકાર સમાન રીતે જવાબદાર હોય છે. ઘણા કલાકાર પોતાના માત્ર 5 થી 10 મિનીટના રોલમાં એવો જીવ રેડી દેતા હતા કે, આખી ફિલ્મ ચાલી જતી હતી.

મેહર મિત્તલ : મેહર મિત્તલ હિન્દી સિનેમામાં નથી જોવા મળ્યા. પણ તેઓ પંજાબી સિનેમાના કોમેડી કિંગ માનવામાં આવતા હતા. એક સમય એવો પણ હતો જયારે એક પણ પંજાબી ફિલ્મ તેમના વગર બનાવવામાં આવતી ન હતી. પંજાબ બઠીંડાના એક ગામમાં 1935 માં જન્મેલા આ કલાકારે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાની કારકિર્દીની શરુઆતના સમયમાં મિત્તલ સાહેબ વકીલાત કરતા હતા, પણ પાછળથી તે અભિનયના ક્ષેત્રમાં આવી ગયા.

બ્રહ્માનંદમ : બ્રહ્માનંદમ એક એવા સ્ટાર છે જેમને ભારતનું નાનામાં નાનું બાળક પણ ઓળખે છે. સાઉથ ફિલ્મોનું હિન્દી ડબિંગનું ચલણ જયારે શરુ થયું તો બ્રહ્માનંદમને ઉત્તર ભારતમાં પણ ઘણા લોકો ઓળખવા લાગ્યા. તે સાઉથની મોટાભાગની દરેક ફિલ્મમાં કોમેડિયનનું પાત્ર ભજવતા જોવા મળ્યા છે. સાઉથની મોટાભાગની ફિલ્મો તેમના વગર બનતી ન હતી.

કનૈયાલાલ ચતુર્વેદી : 1940 ના દશકના પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક મહબૂબ ખાને 1940 માં એક ફિલ્મ ‘ઔરત’ બનાવી હતી. આ ફિલ્મમાં એક માં ની સ્ટોરી દેખાડવામાં આવી હતી. આ ફિલ્મમાં કનૈયાલાલ ચતુર્વેદીએ લાલા સુખીરામ નામનું પાત્ર ભજવ્યું હતું. મહબૂબ ખાન આ ફિલ્મથી સંતુષ્ટ થયા ન હતા. એટલા માટે આ ફિલ્મ ઉપરથી લગભગ 17 વર્ષ પછી એક બીજી ફિલ્મ ‘મધર ઈંડીયા’ બનાવી. કનૈયાલાલ ચતુર્વેદી આ ફિલ્મમાં પણ હતા. તેમણે લગભગ 150 ફિલ્મોમાં પોતાનો અભિનય દેખાડ્યો હતો.

મનોરમા : અભિનેત્રી મનોરમા વગર બોલીવુડ અધૂરું માનવામાં આવે છે. 80 ના દશકમાં 1000 થી વધુ ફિલ્મોમાં કામ કરવા માટે તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે. મનોરમાએ પોતાના જીવનમાં 1500 થી વધુ ફિલ્મો તથા 500 થી વધુ નાટકોમાં અભિનય કર્યો હતો. મનોરમાને બધા આચી કહીને બોલાવતા હતા. આ અભિનેત્રીએ પાંચ મુખ્યમંત્રીઓ સાથે ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

અમરીશ પૂરી : અમરીશ પૂરી વગર બોલીવુડમાં વિલનોનું નામ અધૂરું છે. 22 જુન 1932 ના રોજ પંજાબમાં જન્મેલા અમરીશ પૂરીએ પોતાના અભિનયથી બોલીવુડમાં એક અલગ ઓળખ ઉભી કરી હતી. તેમના મોટા ભાઈ મદન પૂરી પણ એક અભિનેતા જ હતા. અમરીશ પૂરીએ ઘણી ફિલ્મોમાં મોટા મોટા વિલનના પાત્ર ભજવ્યા હતા. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણા શિખરો સર કર્યા હતા. અમરીશ પૂરીએ પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ફિલ્મો કરી છે. 12 જાન્યુઆરી 2005 ના રોજ અમરીશ પૂરી સિનેમા જગત અને દુનિયામાંથી વિદાય લઇ ગયા.

નિરુપા રોય : નિરુપા રોયને આપણો દેશ બોલીવુડની સૌથી વ્હાલી માં તરીકે ઓળખે છે. અમિતાભ બચ્ચન ભલે તેજી બચ્ચનના દીકરો હોય, પણ ફિલ્મી દુનિયામાં તેમને નિરુપા રોયના દીકરા જ માનવામાં આવે છે. તે સમયમાં નિરૂપા રોયે અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મોમાં તેમની માં નું પાત્ર ભજવ્યું હતું. નિરુપા રોયે લગભગ 300 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

જોની લીવર : જોની લીવર આંધ્ર પ્રદેશના એક ખુબ જ ગરીબ કુટુંબમાંથી છે. જોની પોતાનું અને તેમના કુટુંબનું પેટ ભરવા માટે મુંબઈ આવ્યા હતા. જોનીએ શરુઆતના સમયમાં જાત જાતના કામ કર્યા. ફિલ્મી અભિનેતાઓની નકલ કરતા એક સમયે રોડ ઉપર પેન પણ વેચી. હિન્દુસ્તાન લીવર કંપનીમાં તેમના પિતા સાથે મજુરી કામ પણ કર્યું. હિન્દુસ્તાન લીવર કંપનીમાં કામ કરવાને કારણે જ તેમને લીવરનું નામ મળ્યું. જોની લીવર વગર 90 ના દશકની ઘણી ફિલ્મો અધુરી જ લાગે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.