જાણો કેમ ફક્ત 28 વર્ષની ઉંમર સુધી જ લાગે છે મંગળ દોષ?

શું હકીકતમાં 28ની ઉંમર પછી મંગળ દોષ સમાપ્ત થઇ જાય છે? કે પછી આ ફક્ત કહેવાની વાત છે.

તમે માંગલિક છો? શું તમે મંગળ દોષથી પીડિત છો? શું તમારા કુટુંબના કોઈ સભ્ય આ દોષથી પીડિત છે? તો આ લેખ તમારા માટે લાભદાયક સાબિત થશે. આ લેખમાં આપણે જાણીશું કે શું ખરેખર 28 વર્ષની ઉંમર પછી મંગળ દોષ દુર થઇ જાય છે? કે પછી માત્ર કહેવાની જ વાત છે. તો આવો જાણીએ તેની પાછળનું સત્ય શું છે?

મંગળ કે માંગલિક દોષ શું છે? સૌથી પહેલા તો આપણે એ જાણી લેવું જોઈએ કે મંગળ દોષ છે શું? કુંડળીમાં તે હોવાથી વ્યક્તિના જીવન ઉપર કેવી અસર થાય છે? સામાન્ય રીતે કહેવામાં આવે છે કે કુંડળીમાં મંગળ દોષ હોવાથી વ્યકિતના લગ્નજીવન ઉપર તેની સૌથી વધુ અસર થાય છે. તેનાથી વ્યક્તિના લગ્નમાં વિલંબ આવે છે. તેની સાથે જ સમાજમાં તેને યોગ્ય નથી સમજવામાં આવતા. પરંતુ એવું કેમ? લોકો અને સમાજમાં માન્યતા છે કે મંગળ દોષ હોવાથી વ્યક્તિના જીવનસાથીના જીવન ઉપર સંકટ જળવાઈ રહે છે.

શું કહેવું છે મંગળ દોષ ઉપર જ્યોતીશાચાર્યોનું? જ્યોતીશાચાર્યોનું આ દોષ ઉપર કહેવું છે કે મંગળ દોષ એક અનિષ્ટકારી દોષ છે જેનું કુંડળીમાં હોવું વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યા ઉભી કરે છે. આ દોષથી પીડિત વ્યક્તિ જોવામાં સુંદર, આકર્ષક, તેજ મગજના હોય છે. સાથે જ મંગળની અસર વધુ હોવાને કારણે તેને ગુસ્સો પણ જલ્દી આવે છે. જ્યોતિષીઓનો મત છે કે આ દોષ માંથી બહાર આવી શકાય છે પરંતુ તેના માટે વ્યક્તિએ ઉપાય કરવા પડશે. જેથી મંગળની અસરને ઓછી કરી શકાય છે. પરંતુ તેના માટે સૌથી પહેલા વ્યક્તિએ નક્કી કરવું જોઈએ કે તેની કુંડળીમાં મંગળ દોષ છે કે નહિ.

mangal dev

કેવી રીતે બને છે કુંડળીમાં મંગળ દોષ? જ્યોતીશાચાર્યોના માનવા મુજબ કુંડળીમાં મંગળ દોષ ઘણા ગ્રહોના યોગથી બની શકે છે. તેના માટે કોઈ ચોક્કસ યોગ નથી સાથે જ તે કુંડળીમાં કેટલો અસરકારક છે તે પણ જોવામાં આવે છે. જ્યોતીશાચાર્યોના માનવા મુજબ કુંડળીમાં અમુક યોગ એવા પણ હોય છે જે મંડળ દોષની અસર હીન કરી દે છે. હવે વાત કરીએ મંગળ દોષ કેવી રીતે બને છે?

જો વ્યક્તિની કુંડળીમાં લગ્ન, ચોથ, સાતમ, આઠમ અને દશમ ગૃહમાં જો મંગળ બિરાજમાન છે. તો તેવી સ્થિતિમાં મંગળ જીવનસાથીનું ઉંમરને નુકશાન કરે છે. તે ઉપરાંત પણ ઘણા ગ્રહ સંયોગ છે. જેના કારણે મંગળ દોષ બને છે. તેવામાં તમારે એસ્ટ્રોલોજર સાથે વાત કરવી જોઈએ, કેમ કે એસ્ટ્રોલોજર સાથે વાત કરી તમે મંગળ દોષ વિષે તો જાણશો જ સાથે જ તમે તેના નિવારણ પણ પ્રાપ્ત કરશો. એકંદરે તેના તમને જ લાભ થશે.

28 વર્ષની ઉંમર સુધી જ લાગે છે મંગળ દોષ? એવી માન્યતા છે કે 28 વર્ષની ઉંમર પૂરી થઇ ગયા પછી મંગળ દોષ દુર થઇ જાય છે. પરંતુ જ્યોતીશાચાર્યોનો તેની ઉપર કોઈ સ્પષ્ટ મત નથી. તે કહે છે કે મંગળ પોતાની અસર દેખાડશે જરૂર પછી તે ઓછો જ પ્રભાવી કેમ ન હોય. જ્યોતિષ મને છે કે 28 વર્ષની ઉંમર પછી મંગળની અસર ઓછી થઇ જાય છે પરંતુ સમાપ્ત નથી થતી. તેમનું કેવું છે કે વ્યક્તિએ જોખમ લેવાને બદલે શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો અપનાવવા જોઈએ. જેથી દોષનું નિવારણ થઇ શકે.

જ્યોતિષ જણાવે છે કે કુંડળીમાં મંગળ દોષ થયા પછી પણ એવા યોગ અને ગ્રહ સ્થિતિ છે. જે મંગળ દોષને નિષ્પ્રભાવ બનાવે છે, એટકે કે સમાપ્ત કરી દે છે. જેમ કે કુંડળીમાં શુભ ગ્રહોનું કેન્દ્રમાં હોવું, શુક્ર બીજા ગ્રહમાં હોય, ગુરુ મંગળ સાથે હોય કીએ મંગળ ઉપર ગુરુની દ્રષ્ટિ હોય તો માંગલિક દોષ દુર થઇ જાય છે. જો તમારી કુંડળીમાં મંગળ દોષ છે તો ગભરાવાની જરૂર નથી, યોગ્ય જ્યોતિષાચાર્ય પાસે કુંડળીનું મુલ્યાંકન કરાવીને તમે આ ગ્રહની સ્થિતિ વિશે માહિતી મેળવી શકો છો.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)