જો 10 મું પાસ છો તો ખોલો ઈન્ડેનની ગેસ એજેન્સી… દર મહિને થશે 2 લાખથી વધારે કમાણી

જો તમે નવો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો, તો ગેસ એજેન્સી ખોલવા વિષે વિચાર જરૂર કરો. કારણ કે ઓયલ કંપનીઓ પોતાનું કામ વધારવાનું વિચારી રહી છે. એવામાં ગેસ એજેન્સી તમારા માટે નવો બિઝનેસ આઈડિયા થઇ શકે છે.

કંપનીનું લક્ષ્ય વર્ષ 2019 સુધી 5000 નવા ડિસ્ટ્રીબ્યુટર બનાવવાનો છે. એવામાં તમારા માટે એક નિયમિત આવક વાળો બિઝનેસ કરવાની તક છે. જાણકારી અનુસાર સરકારે 2000 લાઈસન્સ જાહેર કરી દીધા છે, પરંતુ હમણાં પણ 3400 લાઈસન્સ બાકી છે. એટલે કે હમણાં પણ તમારી પાસે ગેસ એજેન્સી ખોલવાની ઘણી બધી તક છે. તો તકનો લાભ ઉઠાવો અને ગેસ એજેન્સી ખોલો અને નવો બિઝનેસ શરુ કરીને નફો કમાવો.

જણાવી દઈએ કે વધારે તક યુપી, બિહાર, બંગાળ, ઉડ઼ીસા અને મહારાષ્ટ્રમાં મળી રહી છે. જો તમે અહીંયા રહો છો તો તકનો લાભ ઉઠાવીને નવો બિઝનેસ શરુ કરી નાખો.

કેવી રીતે મળશે એજેન્સી :

દેશની ત્રણેય સરકારી કંપનીઓ ઈન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસ ડીલર બનવા માટે જાહેરાત અને નોટિફિકેશન દ્વારા આવેદન માંગે છે. કંપનીઓ વર્ષ 2019 સુધી 5000 ડિસ્ટ્રીબ્યુટર બીજા બનાવવા માંગે છે, તો તમારી પાસે આ તક છે કે એજેન્સીઓની જાહેરાત જરૂર વાંચો અને આવેદન કરો.

લોટરીથી મળશે ડિસ્ટ્રીબ્યુશન :

આવેદન પ્રક્રિયા પુરી થયા પછી લોટરી સિસ્ટમથી ડિસ્ટ્રીબ્યુટર ચૂંટવામાં આવે છે. પ્રક્રિયાને ટ્રાંસપરન્ટ બનાવવા માટે આવું કરવામાં આવે છે. લોટરીથી ચુંટાવ્યા પછી જે લોકોનું નામ લિસ્ટમાં આવશે તેમને જ આગળની પ્રક્રિયા માટે બોલાવવામાં આવે છે.

60 વર્ષ વાળા પણ ભાગ લઇ શકે છે :

ઓઈલ અને ગેસ કંપનીઓ તરફથી જાહેર નવી ગાઇડલાઇન્સમાં હવે 60 વર્ષની ઉંમર સુધીની વ્યક્તિ એજેન્સી લઇ શકે છે. પણ પહેલા એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશિપ 21 થી 45 વર્ષ સુધી ઉંમર વાળા લોકોને જ આપવામાં આવતી હતી.

ફેમિલી યુનિટમાં કર્યો બદલાવ :

ફેમિલી યુનિટમાં પણ કંપનીઓએ બદલાવ કરી દીધો છે. આવેદક સિવાય પતિ કે પત્ની, પેરેન્ટ્સ, ભાઈ, બહેન સાથે પિતરાઈ ભાઈ અને બહેન, બાળકો સહીત દત્તક લીધેલ બાળક, જમાઈ અને ભાભી, સસરા-સાસુ અને દાદા-દાદીને લિસ્ટમાં જોડાવી શકો છો. પહેલા ફેમિલી યુનિટમાં ફક્ત આવેદક, પતિ-પત્ની, અવિવાહિત બાળકોજ આવતા હતા.

10 મું પાસને પણ મળી શકે છે એલપીજી ડીલરશીપ : ગેસ એજેન્સી ખોલવા માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પહેલા ગ્રેજ્યુએશન હતી. પરંતુ, હવે આને ઘટાવીને 10 મું પાસ કરી દીધું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.