ઊંધો સ્વસ્તિક બનાવવાથી મનોકામનાઓ થશે પુરી, સૌભાગ્યની સાથે લક્ષ્મીની થશે પ્રાપ્તિ

દરેક માણસની કોઈ ને કોઈ ઈચ્છા જરૂર હોય છે, જેને પૂરી કરવા માટે તે પોતાના તરફથી કોઈ જ કમી નથી છોડતા. સનાતન ધર્મમાં એવા ઘણા બધા ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જેથી તમે તમારી તમામ મનોકામનાઓને ઘણા વહેલી તકે પૂરી કરી શકો છો. તે ઉપાયો માંથી એક સાથીયા (સ્વસ્તિક) નો ઉપાય જણાવવામાં આવ્યો છે. સાથીયો શબ્દ સંસ્કૃતના બે શબ્દો સુ અને અસ્તિ મળીને બનેલો છે તેનો અર્થ થાય છે શુભ થાય, કલ્યાણ થાય.

હિંદુ ધર્મની અંદર સાથીયાનું ઘણું મહત્વ હોય છે. જો કોઈ પૂજા પાઠ કે કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે તો સૌ પહેલા સાથીયાને મહત્વ આપવામાં આવે છે, પુરાણોમાં પણ સાથીયાના વિષયમાં ઘણી એવી વાતો દર્શાવવામાં આવી છે. સાથીયાને ધનની દેવી માતા લક્ષ્મી અને બુદ્ધીના દેવતા ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ સાથીયાના થોડા જુદા જુદા ઉપયોગ દર્શાવવામાં આવ્યા છે, જે કરવાથી વ્યક્તિ પોતાની તમામ સમસ્યાઓ માંથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે, અને તેને ધન અને સૌભાગ્ય સાથે લક્ષ્મીની પણ પ્રાપ્તિ થશે.

સાથીયાનો લાભ સીધો નહિ પરંતુ ઉંધો સાથીયો બનાવવાથી થાય છે. જો તમે ઉંધો સાથીયો બનાવો છો તો તેનાથી તમારી ઇચ્છાઓ વહેલી તકે પૂરી થશે, આજે અમે તમને આ લેખ દ્વારા સાથીયાના થોડા ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ સાથીયાના આ ઉપાયો વિષે :

જો તમને તમારા વેપારમાં સફળતા નથી મળી રહી, તો તમારા વેપારમાં વધારો કરવા માટે ગુરુવારના દિવસે ઘરની ઉત્તરી પૂર્વ દિશામાં ગંગાજળથી ધોઈને હળદરનો સાથીયો બનાવો. સાથીયાની વિધિ પૂર્વક પૂજા કરીને ગોળનો ભોગ ચડાવો. તમારે આ ઉપાય સતત સાત ગુરુવાર સુધી કરવાનો છે તેનાથી તમને તમારા વેપારમાં ફાયદો મળવા લાગશે.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘર કુટુંબમાં સુખ સમૃદ્ધીનું આગમન થાય તો તેના માટે ઘરની બહાર રંગોળી સાથે કુમકુમ સિંદુરથી સાથીયો બનાવો. જો તમે આમ કરો છો તો તેનાથી દેવી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં વાસ કરે છે. ઘર કુટુંબના સભ્યોને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જો તમે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવા માંગો છો, તો તેના માટે ઘરના પૂજા સ્થળ કે મંદિરમાં સાથીયો બનાવીને તેની ઉપર પાંચ અનાજ મુકીને દીવડો પ્રગટાવો. તેનાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે. તે ઉપરાંત ઘરના પૂજા સ્થળ કે મંદિરમાં સાથીયો બનાવીને તેની ઉપર ઇષ્ટ દેવની મૂર્તિ મૂકીને પૂજા કરો. તેનાથી દેવી દેવતા તરત પ્રસન્ન થાય છે અને તમને મનપસંદ વરદાન આપે છે.

જો તમારા ઘરમાં કોઈપણ દિવસે કોઈ ને કોઈ પ્રકારના વાદ વિવાદ કે ઝગડા થતા રહે છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે ઘરની ઉત્તરી પૂર્વ દિશામાં દીવાલ ઉપર હળદરનો સાથીયો બનાવી દો જો તમે આમ કરો છો તો તેનાથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ આવે છે અને ઘરમાં ચાલી રહેલા ઝગડા પણ દુર થઇ જાય છે.

ઉપર જણાવેલા સાથીયાના થોડા નાના નાના ઉપાય છે, જે કરવાથી માણસ પોતાના જીવનની તમામ તકલીફો માંથી તરત જ છુટકારો પ્રાપ્ત કરી શકે છે, અને માણસને લક્ષ્મીની પ્રાપ્તિની સાથે સાથે તેની તમામ મનોકામનાઓ પણ ઘણી જ ઝડપથી પૂરી થાય છે. જો તમે આ ઉપાયોને અપનાવો છો તો તેનો લાભ તમને જરૂર પ્રાપ્ત થશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)