જાણો કેવી રીતે આ સામાન્ય ટીચર બન્યો ભારતનો સૌથી ઓછી ઉંમરનો અરબપતિ, જાણો તેમની સફળતાની સફર.

પહેલા હતા સાધારણ ગણિત ટીચર અને વિધાર્થી, આ વસ્તુએ તેમને બનાવી દીધા ભારતના સૌથી ઓછી ઉંમરના અરબપતિ. માણસ ધારે તો શું નથી કરી શકતા તે આ વાત ઉપરથી જાણી શકાય છે. ફોર્બ્સ દ્વારા થોડા સમય પહેલા ભારતના સૌથી શ્રીમંત લોકોની યાદી(2020) બહાર પાડવામાં આવી. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણી 37.3 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે સૌથી શ્રીમંત ભારતીય રહ્યા. આ યાદીમાં સૌથી નાની ઉંમરના બે શ્રીમંત વ્યક્તિ બાયજુ રવીન્દ્રન (39, Byju Raveendran) અને દિવ્યા ગોકુલનાથ (34, Divya Gokulnath) ના નામ પણ સામેલ હતા. તેમની કુલ સંપત્તિ 3.05 બિલીયન ડોલર એટલે 22.3 હજાર કરોડ રૂપિયા થાય છે.

આ એપથી બન્યા અબજોપતિ : 39 વર્ષીય બાયજુ રવીન્દ્રન પહેલા એક ગણિત શિક્ષક હતા, તેમણે 2011માં ઓનલાઈન એડ-ટેક કંપની શરુ કરી હતી. તે એક ટેકનોલોજી ઉદ્યોગપતિ અને ભારતની લોકપ્રિય લર્નિંગ એપ BYJU’s ના CEO છે. આ કંપનીના ઈન્વેસ્ટર્સમાં માર્ક જુકરબર્ગ અને ટેનસેંટ જેવા લોકો સામેલ છે. જાન્યુઆરી 2020માં તેમના અંતિમ ફંડિંગ રાઉન્ડની કિંમત 8 અબજ ડોલર હતી. 50 કરોડ વખત ડાઉનલોડ થયેલ BYJU એપનો ઉદેશ્ય ધોરણ 1 થી 12 સુધીના બાળકોને શિક્ષણ આપવાનો છે.

પહેલા હતા ગણિત ટ્યુટર : રવીન્દ્રને એન્જીનીયરીંગ કર્યું છે. તે મિત્રોને ગણિત ભણાવતો હતો. તેમણે કેટ 2003માં 100% સ્કોર કર્યો હતો. ત્યાર પછી તે ફૂલ ટાઈમ શિક્ષક બન્યા. જયારે વિદ્યાર્થી વધવા લાગ્યા તો તેમણે સેટેલાઈટ કોમ્યુનિકેશન દ્વારા વર્ગ લેવાના શરુ કરી દીધા. પછી 2015માં તેમણે પોતાના ઓનલાઈન વર્ગની એપ લોંચ કરી. તેના માટે તેમણે થીંક એંડ લર્નની સ્થાપના કરી. તે સ્ટાર્ટઅપ કેટેગરીમાં ઇવાઈ એંટરપ્રેન્ચોર ઓફ ધ ઈયર એવોર્ડ 2018 પણ જીતી ચુક્યા છે.

byjus

વિદ્યાર્થીની જ બની પત્ની અને કંપનીની કો-ફાઉંડર : રવીન્દ્રનની પત્ની દિવ્યા ગોકુલનાથ BYJU ની કો-ફાઉંડર છે. તે પણ આશરે 34 વર્ષની ઉંમરમાં અબજોપતિ બની ગઈ. રસપ્રદ વાત એ છે કે તે પહેલા રવીન્દ્રનની વિદ્યાર્થીની જ હતી પરંતુ હવે તેની કંપની ચલાવવામાં મદદ કરે છે.

તે બેંગલુરુમાં આરતી કોલેજ ઓફ એન્જીનીયરીંગ માંથી બાયોટેકનોલોજી માં એન્જીનીયરીંગ સ્નાતક છે. તે માસ્ટર માટે વિદેશ જવા માગતી હતી. તેના માટે જેને જીઆરઈ ક્રેક કરવી હતી. આ ગડમથલમાં ગણિત સુધારવા માટે તેણે બાયુજ રવીન્દ્રનના વર્ગ જોઈન્ટ કર્યા હતા. તેના વિષે તેણે એક મિત્ર પાસેથી સાંભળ્યું હતું.

દિવ્યા જણાવે છે કે જયારે મેં જીઆરઈ પરીક્ષા આપી તો રવીન્દ્રએ એ વાત જણાવી અને કહ્યું કે હું પરિણામની રાહ જોઈ રહી છું. આમ તો તેણે સલાહ આપી કે મારે બીજાને ભણાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેવામાં હું ગણિત, અંગ્રેજી અને રીજનીંગના ઘણા વર્ગો લેવા લાગી. પછી જયારે પરિણામ આવ્યું તો ખબર પડી કે અમેરિકામાં અમુક યુનીવર્સીટી માટે સિલેક્ટ થઇ ગઈ પરંતુ મેં અહી રહેવાનો નિર્ણય લીધો. આ પ્રેરણાદાયક સ્ટોરી તમને ગમી હોય તો તેને શેર કરવાનું ન ભૂલશો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.