ઓર્ગેનિક કે નોર્મલ, કયો સાબુ હોય છે ઉત્તમ અને શું છે તેના ફાયદા? અહીં જાણો તેના વિષે વિસ્તારથી.

જાણો ઓર્ગેનિક સાબુ વિષે વિસ્તૃત માહિતી અને પછી જાતે જ નક્કી કરો તમારા માટે કયો સાબુ સારો છે, ઓર્ગેનિક કે નોર્મલ?

જયારે પણ આપણે સાબુની વાત કરીએ છીએ, તો એવી વસ્તુ વિષે વિચારીએ છીએ જેનો પાણી સાથે ઉપયોગ કરી આપણે આપણા શરીર અને હાથની ગંદકી સાફ કરીએ છીએ. માર્કેટમાં પણ ઘણા પ્રકારના સાબુ ઉપલબ્ધ છે, પણ તેમાંથી કયો યોગ્ય છે અને કયો નહિ તે ઘણા ઓછા લોકો જ જાણે છે.

જે સામાન્ય સાબુ હોય છે તેમાં જાત જાતના કેમિકલ હોય છે જે તમારી ત્વચા અને શરીરને નુકશાન પહોંચાડી શકે છે. એટલા માટે નિષ્ણાંત ઓર્ગેનિક સાબુ વાપરવાની સલાહ આપે છે. આવો એ વાત ઉપર આજે જાણીએ કે ઓર્ગેનિક સાબુ કેવી રીતે બીજા સાબુથી સારો છે.

પહેલા જાણી લઈએ કે ઓર્ગેનિક સાબુ શું હોય છે? ઓર્ગેનિક સાબુ તે સાબુ હોય છે જે કુદરતી વસ્તુ માંથી બને છે. તેમાં સામાન્ય સાબુની જેમ કેમિકલ નથી હોતા. તે પ્રકૃતિમાં ઉપલબ્ધ સામગ્રી માંથી બનાવવામાં આવે છે. જેમ કે તેલ, મસાલા, જડીબુટ્ટીઓ વગેરે.

(1) તે વધુ ટકાઉ હોય છે : ઓર્ગેનિક સાબુ જૈવિક ઉત્પાદનો માંથી બને છે, એટલા માટે તે ન માત્ર તમને પણ પૃથ્વી, જળ અને વાયુને પણ કોઈ નુકશાન નથી પહોંચાડતા.

(2) તેનો ઉપયોગ કરવો સુરક્ષિત છે : સામાન્ય સાબુમાં સલ્ફેટ હોય છે જે ફીણ બનાવે છે. એટલા માટે લોકો કહે છે જેટલા વધુ ફીણ એટલી સારી સફાઈ, પણ તે એકદમ ખોટી ધારણા છે. ઓર્ગેનિક સાબુમાં કુદરતી તેલ હોય છે જે ત્વચાના છિદ્રોમાં ફસાયેલી ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે. તેમાં નારીયેલ, જોજોબા વગેરેના બીજ હોય છે જે ત્વચાને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે.

(3) ત્વચા માટે બનેલા હોય છે : ફાયદાકારક પ્રાકૃતિક તેલ માંથી બનેલા આ સાબુનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે. તે ખીલ અને ફોલ્લીને દુર રાખે છે. એટલું જ નહિ તેમાં એંટી-બેકટેરીયલ ગુણ પણ હોય છે.

(4) તેનાથી જાનવરોને કોઈ જોખમ નથી થતું : ઓર્ગેનિક સાબુ બનાવવા માટે કોઈ પણ રીતે જાનવરો ઉપર કોઈ ક્રૂ રતા નથી કરવમાં આવતી અને ન તો તેમાં તેમના અવશેષ હોય છે. એટલા માટે તમે એનીમલ લવર્સ છો તો તમારે આ જ સાબુ વાપરવો જોઈએ.

(5) એંટીઓક્સીડેંટથી હોય છે ભરપુર : આ સાબુમાં એંટીઓક્સીડેંટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેના ઉપયોગથી તમારી ત્વચા પહેલાથી વધુ તંદુરસ્ત અને તાજી જોવા મળે છે. સાથે જ તે ત્વચાને રીપેયર કરવામાં પણ મદદ કરે છે.

(6) નેચરલ મોઈશ્ચરાઈઝર જેવું કરે છે કામ : આ પ્રકારના સાબુમાં કુદરતી મોઈશ્ચરાઈઝર હોય છે, જે ત્વચાને અંદરથી ભેજ વાળી રાખવામાં મદદ કરે છે. તેને કુદરતી તેલમાંથી બનાવવામાં આવે છે.

(7) તે સ્થાનિક અર્થવ્યવસ્થાને સમર્થન કરે છે : વોકલ ફોર લોકલને સપોર્ટ કરવાની પણ આ ઉત્તમ રીત છે. કેમ કે મોટાભાગના ઓર્ગેનિક સાબુ બનાવવા વાળા લોકો સ્થાનિક જ હોય છે. તેનો ઉપયોગ કરી તમે સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વિકસિત કરવામાં યોગદાન આપો છો.

તો હવેથી ઓર્ગેનિક સાબુ જ વાપરજો.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.