ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ફિલ્મ ગલી બોય, કંગનાની બહેન રંગોલીએ ઉડાવી મજાક તો લોકોએ ટ્રોલ કરી

આલિયા અને રણબીરની ફિલ્મ ગલી બોય ઓસ્કારની રેસમાંથી બહાર થઇ ગઈ છે. ભારત તરફથી આ ફિલ્મને ૯૨માં અકાદમી એવોર્ડ માટે મોકલવામાં આવી હતી. આ ફિલ્મને બોલીવુડના પ્રસિદ્ધ ડાયરેક્ટર જોયા અખ્તરે બનાવી હતી. બેસ્ટ ઈંટરનેશનલ ફિલ્મની કેટેગરીમાં ફિલ્મને ભારત તરફથી મોકલવામાં આવી હતી.

ઓસ્કારની રેસ માંથી ફિલ્મ બહાર નીકળી જવા ઉપર ટિપ્પણી કરતાં કંગનાની બહેન રંગોલી ચંદેલેને લોકોએ ઝડપી લીધી છે. તેમણે ફિલ્મ ઉપર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે આમ પણ હોલીવુડ દ્વારા આ ફિલ્મને ઓસ્કાર કેમ આપવામાં આવે જ્યારે તે બીજી કોઈ ફિલ્મની નકલ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે ગલી બોય હોલીવુડની સુપરહિટ ફિલ્મ ૮ મિલ ઉપર આધારિત છે. તે બાબત ઉપર રંગોલીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ૮ મિલ ઉપર આધારિત છે. અહીયાના મુવી માફિયા ચાટુકાર ક્રીટીક્સના માનવાથી શું થાય છે? તે ઉરી અને મણીકર્ણિકાની જેમ સાચી કંટેસ્ટ નથી. હોલીવુડ એવી ફિલ્મને એવોર્ડ કેમ આપે, જે તેની જ કોઈ ફિલ્મની નકલ હોય.

રંગોલી હંમેશા થાય છે ટ્રોલ

આ પહેલી વખત નથી કે જયારે રંગોલીએ કોઈ મુદ્દા ઉપર આવી તીખી ટીપ્પણી કરી હોય કે કટાક્ષ રીતે નિવેદનબાજી કરી હોય. તે પહેલા પણ તે ઘણા મુદ્દા ઉપર બોલતી આવી છે અને સોશિયલ મીડિયા ઉપર સ્ટાર્સ ઉપર નિશાન સાધતી આવી છે, હાલમાં જ તાપસી પન્નુ સાથે થયેલી તેની માથાકૂટની ચર્ચામાં હતી. તેવામાં ફરી એકવખત ગલી બોય ઉપર ટ્વીટ કરીને રંગોલી ચર્ચામાં આવી ગઈ છે.

રંગોલી હંમેશા પોતાના ટ્વીટ માટે ટ્રોલ થાય છે અને જયારે તેમણે ઓસ્કાર માંથી ગલી બોયને બહાર નીકળી જવા ઉપર વ્યંગ કર્યું ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સને તે પસંદ ન આવ્યું અને તેમણે રંગોલીની લેફરાઈટ લઇ લીધી.

યુઝર્સે લીધી લેફરાઈટ

રંગોલીના ટ્વીટ પછી યુઝર્સ તેને સતત સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરી રહ્યા છે, સાથે જ તે તેની બહેન કંગનાની ફિલ્મ ‘મણીકર્ણિકા’ ને પણ ટ્રોલ કરી છે. એક યુઝર્સે ટ્રોલ કરતા લખ્યું છે કે, ઠીક છે. કાંઈ વાંધો નહિ ગલી બોયને ઓસ્કાર માટે મોકલવામાં તો આવી. પરંતુ ‘મણીકર્ણિકા’ને તો પસંદ કરવામાં પણ આવી નહિ કેમ કે તે સારી રીતે બનાવવામાં આવી ન હતી. ત્યાં સુધી કે કંગના પણ પોતાના પાત્ર સાથે ન્યાય નથી આપી શકી. શરમ ન આવી લક્ષ્મીબાઈની બાયોપીક ખરાબ કરતા.

અને એક બીજા યુઝર્સે ‘મણીકર્ણિકા’ ફિલ્મની મજાક ઉડાવતા લખ્યું છે કે, ‘મણીકર્ણિકા’ અરે પાગલ સ્ત્રી તે ફિલ્મને અહિયાં લોકોએ નથી જોઈ અને તુ કહે છે ઓસ્કાર અપાવી દો, એક બીજા યુઝરે લખ્યું, જો ‘મણીકર્ણિકા’ જીતી શકે તો પાનીપત પણ કોઈ ખરાબ ન હતી, એક યુઝરે કહ્યું, ‘મણીકર્ણિકા’? ઓસ્કાર વાળા તરત ઓળખી જાય કે કંગનાએ જે ઘોડા સવારી કરી છે, તે નકલી છે. ઓસ્કારમાં બધા ઓરીજીનલ સ્ટંટ કરવા વાળા છે. એક વર્ષ માત્ર તૈયારી માટે આપે છે. ત્યાં નકલી ઘોડામાં નકલી ફાઈટ વાળા સીન નથી દેખાડતા.

રંગોલી ઉપર કાઢ્યો બળાપો

એવા પ્રકારની ઘણી કમેન્ટ્સનો વરસાદ રંગોલીના ટ્વીટર એકાઉન્ટ ઉપર થઇ ગયો. એક જણે રંગોલી ઉપર પોતાનો બળાપો કાઢતા કહ્યું, શરમ આવે છે બંને બહેનો ઉપર. પોતાની ફિલ્મોને જોવાને બદલે તમે તેની મજાક ઉડાવી રહી છો. છેલ્લા ૨-3 વર્ષથી કંગનાની કોઈ મુવી નથી ચાલી. થોડું પોતાના કામ ઉપર ધ્યાન આપો અને જેમ તેમ બોલવાનું બંધ કરો. મને વિશ્વાસ છે કે હવે તમે બંનેને કોઈ ગંભીરતાથી નહિ લે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.