ઓસ્ટીયોપોરોસીસ એટલે હાડકાનું નબળું થવું, અને તૂટવું આ તકલીફ પુરુષો કરતા મહિલાઓમાં વધુ હોય છે

ઓસ્ટીયોપોરોસીસ હાડકામાં થતી તકલીફ છે. જેમાં હાડકા ના બીએમડી (Bone Mineral Density) લેવલ ઓછું થઇ જાય છે. જેનાથી હાડકાનું તૂટવાનો ભય વધી જાય છે. ઓસ્ટીયોપોરોસીસમાં હાડકા પાતળા કે પોલા થઈને નબળા થઇ જાય છે. હાડકામાં દુઃખાવો હવે મોટી તકલીફ થઇ જાય છે.બદલાતું જીવનધોરણ અને ખાવા પીવામાં બેદરકારીના લીધે નબળા પડી રહેલા હાડકા થોડા સમય પછી તકલીફ ઉભી કરવા લાગે છે. ઘણા લોકો આ તકલીફ હાડકાના ફેકચર સુધી પહોચી જાય છે. જેને ઓસ્ટીયોપેરોસીસ કહેવામાં આવે છે. જાણીએ તમે કેવી રીતે બચી શકો છો આ તકલીફથી.

શું છે ઓસ્ટીયોપેરોસીસ : એક પ્રકારની બીમારી છે, જેમાં હાડકા ખુબ નબળા થઇ જાય છે અને તેમાં ફેકચર થવાનું શરુ થઇ જાય છે. તેમાં હાડકામાં સંકોચન અને અસ્થિમજાજાના પ્રમાણમાં ઉણપ આવી જાય છે. તે કારણ છે કે હાડકા ખુબ નબળા થઇ જાય છે અને તેમાં ફેકચર જેવી તકલીફ વધી જાય છે. વિચારવા જેવી વાત છે કે આ બીમારીની અસર હીપ(નિતંબ), રીડનું હાડકું અને કાંડાના હાડકા ઉપર સૌથી વધુ થાય છે.

જીવનને કરે છે પ્રભાવિત : હાડકામાં દુઃખાવાની તકલીફ. શારીરિક રીતે સક્રિયતામાં ખામી આવવા લાગે છે, જેનાથી દર્દી ડીપ્રેશનમાં પણ આવી શકે છે. કામ કરવાની ક્ષમતામાં આવે છે ઉણપ. સારસંભાળ કરનારની તકલીફ વધી જાય છે. શારીરિક-માનસિક ક્ષમતાના ઉણપ આવે છે.

શું છે લક્ષણ : અચાનકથી બેકપેઈન, બેંક પેનમાં આગળ પાછળ વાળવામાં તકલીફ, હાડકામાં હમેશા દુઃખાવો રહે છે, શરીરના વજનમાં ઘટાડો થવો, લંબાઈમાં ઘટાડો થવો.

શું છે કારણ : શરીરમાં વિટામીન ‘ડી’ અને કેલ્શિયમની ઉણપ થી હાડકા નબળા થઇ જાય છે અને તે કારણે જ હાડકામાં ફેકચર થાય છે. માટે ભોજનમાં જરૂરી પ્રમાણમાં વિટામીન ‘ડી’ અને કેલ્શિયમ વાળા ખોરાક લેવા જરૂરી છે. ઓછી કસરત કરવી અને વધુ દિવસો સુધી પથારીમાં આરામ કરવાથી પણ ઓસ્ટીયોપેરોસીસ થઇ શકે છે. વધુ આલ્કોહોલનું સેવન કરવું અને સિગરેટ વધુ પીવી હાડકાના ફેક્ચરની શક્યતા વધારી દે છે. તડકાથી દુર રહેવાથી વિટામીન ‘ડી’ ની ઉણપ થઇ શકે છે.

શું છે ઈલાજ : વિટામીન ‘ડી’ અને કેલ્શિયમ યુક્ત ભોજન ખાવું જોઈએ. ડોક્ટરની જણાવેલ બોનફ્રેન્ડલી કસરત નિયમિત રીતે કરો. વર્ટીકલ ફેકચરમાં પીઠની માસપેશીઓને મજબુત કરનારી કસરત કરો. ફીજીયોથેરોપીમાં દર્દી મેડીકલ થેરોપી થી બચવા માંગે તો, તે બેલુંન કેફોપ્લાસ્ટી જેવી રીત અપનાવી શકે છે. પણ તેમાં તે ધ્યાન રાખવું કે ખાસકરીને સ્પાઈનલ ડીસઓર્ડર થયા પછી ન્યુરો કે સ્પાઈનના ડોક્ટરને જ મળો.

ખાસ વાતો : ઓસ્ટીયોપેરોસીસ ની બીમાંર્રી પુરુષોની તુલના માં મહિલાઓમાં વધુ હોય છે. વધતી ઉમર સાથે રોગની શક્યતા વધતી જાય છે. ઓછી લાંબી અને પાતળી દુબળી મહિલાઓમાં હાડકામાં ફેકચર થવાનો ડર વધુ હોય છે. કુટુંબના કોઈ સભ્યમાં જો આ તકલીફ રહી હોય તો બીજા સભ્યો ને પણ ઓસ્ટીયોપેરોસીસ ને વધારી દે છે. માટે ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન ખાશો.