એક્સપાયરી ડેટ વાળા મોંઘા પરફ્યુમને ફેંકવાની જગ્યાએ આ રીતે કરો તેનો ઉપયોગ, થશે પૈસા વસુલ.

તમારા ફેવરિટ પરફ્યુમની એક્સપાયરી ડેટ જતી રહી છે પણ ફેંકવાનું મન નથી થતું, તો આ 10 કામોમાં કરો તેનો ઉપયોગ.

મને આ પરફ્યુમ ઘણું પસંદ હતું, પણ તેની એક્સપાયરી ડેટ પર મારું ધ્યાન ગયું નહિ અને હવે અચાનક મેં જોયું કે તેના ઉપયોગની તારીખ પસાર થઈ ગઈ છે. તે માર્કેટમાં કેટલું ફરી ફરીને લીધું હતું! અને ખાસ પ્રસંગોએ પર જ તેને વાપરતી હતી, કારણ કે તેની સુગંધ મને ખાસ અનુભવ કરાવતી હતી. હું મારા ઉપયોગ માટે આ પરફ્યુમની બીજી બોટલ પણ લાવી શકું છું, પણ મને આ એક્સપાયરી ડેટ વાળી બોટલ ફેંકી દેવાનું મન થતું નથી. જો તમે પણ આવી મૂંઝવણમાં છો, તો આ આર્ટિકલ તમારા માટે ઘણો ઉપયોગી છે.

આપણે ભારતીય લોકો જુગાડમાં માનીએ છીએ ના કે કોઈ વસ્તુ ફેંકવામાં. જો કોઈ વસ્તુ ખરાબ થઈ જાય છે, તો પછી યુક્તિઓ લગાવીને તેનો કોઈ અન્ય રીતે ઉપયોગ કરી લઈએ છીએ. ડસ્ટબીનમાં કોઈ ફેવરિટ વસ્તુ ફેંકવી આપણને ક્યારેય ગમતું નથી. એટલા માટે આજે અમે તમારા માટે પરફ્યુમને લગતી કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જે તમાને ઉપયોગી સાબિત થશે. જણાવી દઈએ કે, પરફ્યુમનો ઉપયોગ તેના છેલ્લા ટીપાં સુધી કરી શકાય છે.

જૂના પરફ્યુમનો નવો ઉપયોગ :

ઘણી વખત એવું બને છે કે પુસ્તકોમાંથી વિચિત્ર ગંધ આવવા લાગે છે. જો તમે પુસ્તકો પર જૂનું પરફ્યુમ છાંટશો તો પુસ્તકો તમારી પસંદની સુગંધથી સુગંધિત થઈ જશે.

ક્યારેક બાથરૂમ અથવા રસોડાના સિંકમાંથી દુર્ગંધ આવે છે. તમે સિંકમાંથી આવતી આ દુર્ગંધને એક્સપાયરી ડેટ વાળા પરફ્યુમથી સુગંધમાં બદલી શકો છો.

તમારા કપડા મુકવાના વોર્ડરોબમાં એક્સપાયરી ડેટ વાળું પરફ્યુમ છાંટો. તેનાથી કપડા સુગંધથી ભરેલા રહેશે અને વોર્ડરોબમાંથી દુર્ગંધ પણ નહીં આવે.

તમે રૂમ સ્પ્રે તરીકે એક્સપાયર્ડ પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય પથારી પર તેનો છંટકાવ કરવાનો વિકલ્પ પણ સારો હોઈ શકે છે.

મીણબત્તી બનાવતી વખતે તમે આ પરફ્યુમના થોડા ટીપાં ઉમેરીને સુગંધવાળી મીણબત્તી બનાવી શકો છો, જેને તમે ખાસ પ્રસંગો માટે પણ સંગ્રહિત કરી શકો છો.

વરસાદની ઋતુમાં ભેજની દુર્ગંધથી બચવા માટે તમે ઘરના ખૂણામાં એક્સપાયરી ડેટ વાળું પરફ્યુમ છાંટી શકો છો.

જો તમે કોઈ ખાસ વ્યક્તિને કંઈક ભેટ આપી રહ્યા છો, તો તમે તે ભેટ પર પણ પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો.

જો તમારા પગરખામાંથી દુર્ગંધ આવે છે, તો તમે તેમાં જૂનું પરફ્યુમ છાંટીને પણ તેની દુર્ગંધ દૂર રાખી શકો છો.

નોન વેજ બનાવતી વખતે રૂમમાં આવતી દુર્ગંધથી બચવા માટે તમે આવા પરફ્યુમનો પણ ઉપયોગ કરી શકો છો.

તેનો ઉપયોગ કાર સ્પ્રે તરીકે પણ થઈ શકે છે.

આશા રાખીએ છીએ કે તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. આને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર જરૂર કરજો જેથી તેઓ પણ પોતાના પૈસા વેસ્ટ ન જવા દે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.