કપડાને ડાઈ કરવાથી લઈને સામાનના ડિસ ઇન્ફેક્શન સુધી આ 5 રીતે કરી શકો છો માઈક્રોવેવનો ઉપયોગ.

માત્ર બેંકીગના કામમાં જ ઉપયોગી નથી થતું માઈક્રોવેવ, જાણો તેના બીજા ઉપયોગ પણ છે, જાણો તેના વિષે.

એક પ્રશ્ન તમને પૂછવામાં આવે કે તમે માઈક્રોવેવનો ઉપયોગ કઈ વસ્તુ માટે કરો છો, તો તમે તેના માટે શું કહેશો? મોટાભાગના લોકો માઈક્રોવેવનો ઉપયોગ માત્ર અને માત્ર અલગ અલગ વાનગીઓ બનાવવા, ખાવાનું ગરમ કરવા માટે કે કેક બેક કરવા માટે કરે છે. માઈક્રોવેવથી સંપૂર્ણ ભોજન પણ તૈયાર કરી શકાય છે.

પણ જો ખાવા-પીવાની વસ્તુ છોડી દેવામાં આવે તો પણ માઈક્રોવેવ ઘણા બધા એવા કામ કરી લે છે જેનાથી તમને ઘરમાં ઘણી મદદ મળી શકે છે. માઈક્રોવેવનો ઉપયોગ જો તમે સારી રીતે કરો છો તો રોજીંદા કામ ઘણા સરળ થઇ શકે છે. જાણો કયા છે તે કામ?

(1) કપડાને ડાઈ કરવી : તમને કદાચ માઈક્રોવેવની આ શક્તિનો અંદાજો નથી, પણ વિશ્વાસ રાખો તે તમારા ક્રાફ્ટસ અને ટી-શર્ટ વગેરેને ઘણી સારી રીતે ડાઈ પણ કરી શકે છે. ઉન અને સિલ્ક જેવા કપડા માટે પણ તે સારું સાબિત થઇ શકે છે. બસ એક મોટા વાસણમાં પાણીમાં કલરફૂલ ડ્રીંક પાવડર કે પછી કોઈ નેચરલ ડાઈ નાખીને માઈક્રોવેવમાં રાખો અને તેમાં તે કપડા નાખી દો.

થોડી જ મીનીટોમાં માઈક્રોવેવની હીટ કપડામાં ડાઈ કરી દેશે. ધ્યાન રાખો કે માઈક્રોવેવની હીટ ઘણી વધુ ન હોય અને નાયલોન, સેંથેટીક જેવા કોઈ કપડા ન રાખો જેનાથી આગ લાગવાની શક્યતા હોય.

(2) કોઈ કવર ઉપરથી દુર કરો સ્ટેમ્પ : કોઈ કાગળ ઉપરથી સ્ટેમ્પ દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો કાગળ હંમેશા ફાટી જાય છે. તેથી તમે તમારા સ્ટેમ્પ કલેક્શન માટે કે કોઈ સ્ટેમ્પનો રીયુઝ કરવા માટે તેને કામ લઇ શકતા નથી. ડેમેજ થયા વગર જો સ્ટેમ્પ કાઢવો છે તો તેના માટે માઈક્રોવેવ સૌથી સારું સાધન હોઈ શકે છે. માત્ર 20 સેકન્ડ માટે તેને માઈક્રોવેવમાં રાખો અને તમે જોશો કે સ્પેમ્પ પાછળનો ગુંદર ઘણી સરળતાથી નીકળી જશે.

(3) માટીને કરો સ્ટેરાઈલ : ગાર્ડનીંગ માટે સ્ટેરાઈલ સોઈલ ઘણી મદદરૂપ સાબિત થઇ શકે છે. ખરેખર માટીમાં જો કોઈ પેસ્ટીસાઈડ કે ફૂગ હોય તો તે છોડ માટે સારું નહિ રહે. તેથી માટીને 90 સેકન્ડ સુધી માઈક્રોવેવમાં ગરમ કરવાથી તે ઘણે અંશે સ્ટેરાઈલ થઇ શકે છે. જો માટીમાં પહેલાથી કોઈ સીડસ હશે કે પછી નીંદણ વગેરે ઉગી રહી હશે તો તે પણ દુર થઇ જશે. બસ ત્યાર પછી માટીને ઠંડી કરો અને તેમાં ઓર્ગેનિક ખાતર ભેળવો અને પછી તેમાં બીજ ઉગાડો.

(4) રસોડાના સામાનનું ડિસઇન્ફેક્શન : રસોડાનું સ્પોન્જ, કટિંગ બોર્ડ વગેરેને તમે સરળતાથી માઈક્રોવેવમાં ડિસ ઇન્ફેક્ટ કરી શકો છો. બસ ધ્યાન રાખશો કે તેને 30 સેકન્ડથી વધુ ગરમ ન કરો.

પ્લાસ્ટિકના બોર્ડને માઈક્રોવેવમાં ન નાખો. પાણીમાં લીંબુ નાખીને રસોડા સ્પોન્જને તે પાણીમાં નાખો અને પછી માઈક્રોવેવને ઓન કરો. ચોપીંગ બોર્ડમાં પણ તમે લીંબુ ઘસીને 30 સેકંડ માટે માઈક્રોવેવમાં રાખી શકો છો.

(5) મેડીકલ વસ્તુ માટે : હોટ વોટર બેગનો ઉપયોગ કરવા માટે હંમેશા ગીઝર ઓન કરો છો તો તેનો સરળ ઉપાય માઈક્રોવેવ છે. તમે સીધા રૂમાલને પાણીમાં પલાળો અને પછી 1 મિનીટ માટે માઈક્રોવેવમાં ગરમ કરી લો. આ રીત તમને ઘણી રાહત આપશે અને સાથે જ વારંવાર ગીઝર ઓન કરવાની માથાકૂટ પણ નહિ રહે.

વાળમાં લગાવવા વાળા મેડીકલ તેલ, પગમાં બાંધવાના પટ્ટા, હોટ જેલ પેક્સ બધું માઈક્રોવેવમાં રાખી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. બસ ધ્યાન રાખો કે તેમાં દવાઓ ન નાખો નહી તો કામ નહિ કરે. તે માત્ર મેડીકલ ઇકવીપમેન્ટ્સ માટે જ છે.

જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્રો, સંબંધિઓને ફેસબુક ઉપર જરૂર શેર કરશો જેથી તે પણ આ બાબતથી વાકેફ થઇ શકે. અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.