આપણી માતૃભાષાની અમૂલ્ય કહેવતો, આમાંથી તમને કેટલી યાદ છે? જાણો

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે કેટલીક ગુજરાતી કહેવતો લઈને આવ્યા છીએ, જેનો ઉપયોગ લોકો ક્યારેકને કયારેક કરે જ છે. તો આવો જાણીએ આમાંથી તમને કેટલી કહેવત વિષે ખબર છે.

ઘર દીધુ ભાડે રૈયા પચવાડે.

તેલ જોવું અને તેલની ધાર જોવી. (અર્થ : કોઈ પણ કાર્ય ખૂબ સમજી વિચારીને કરવુ.)

ખેડૂતને અષાઢ વૉકો(વાંકો) તો બારેય વૉકા.

બાવાના બેય બગાડ્યા.

ધીરજના ફળ મીઠા.

છોરું કછોરું થાય પણ માવતર ક માવતર ન થાય.

બાપ તેવા બેટા, વડ તેવા ટેટા.

વર ને વર્ણી માં જ વખાણે.

નાણા કરતાં વ્યાજ વ્હાલું.

ડાઈ હાહરે ના જાય ને ગાંડી ને શિખામણ આપે.

લક્ષ્મી દર્શન દેવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય.

ના બોલવામાં નવ ગુણ.

સાભરાઈ સાત ગાઉ.

આંબા ગમે તેવા મીઠા હોય, ટાઈમ આવતા એ પણ બગડે ખરા.

ગજા વગરનું ગધેડું ને અમદાવાદનું ભાડું.

પુત્રના લક્ષણ પારણામાં, વવ ના લક્ષણ બારણામાં.

પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલા, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા.

ભેંસ પાસે ભાગવત નો વંચાય.

ઉતાવળે આંબા ન પાકે.

કરમ હોય વાંકા તયેં ધકા મારે રાંકા

બોલે એના બોર વેચાય.

કાંખમાં છોરું ને ગામમાં ગોતા ગોત.

છાપરે બેસી છાણા ન વીણાય.

નકલમાં અકકલ ના હોય.

કીધે કુંભાર ગધેડે ન બેસે.

કાગડા બધે કાળા.

અધૂરો ઘડો છલકાય ઘણો.

દુકાળમાં અધીક માસ.

ગાંડી માથે બેડું.

વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે.

નાંણા વગરનો નાથીયો, નાંણે નાથાલાલ.

વેલ પાછળ એરંડા પીવે.

લંકાની લાડીને ઘોઘાનો વર.

કરેલા કરમના બદલા દેવા પડે.

વખાણેલી ખીચડી દાઢે વળગી.

બાવા ઊઠયા બગલમાં, જોગી ઊઠયા જંગલમાં.

લાંબા હારે ટૂંકો હાલે, મરે નહિ પણ માં દો તો પડેજ.

મીઠા ઝાડના મુળીયા ન ખવાય.

ગરજયા મેઘ વરસે નહીં.

લુલી વાહીદા કરે ને હાજી કમર પકડે.

મોરના ઈંડા ચીતરવા ન પડે.

માર ખાધો પન જમાદાર જોયો.

પછેળી હોય તેવડી સોળ તણાય.

કુવામાં હોય તો અવેડામાં આવે.

ઘોડે ગય એ ગધેડે નો વરે.

એક સાંધતા તેર તૂટે.

જાત વગર ભાત ન પડે.

આંકડે મધ ભાળી જવું.

કાગનું બેસવું ને દાળનું તૂટવું.

સીંદરી બળે પણ વળ ન જાય.

માંગીને ખાવું ને માથેથી શીરો માંગવો.

દુબળાને બે જેઠ મહિના.

ખાખરાની ખીસકોલી આંબાનો રસ થોડી જાણે.

આનંદ કે પરમાનંદ માણસ માણસમાં ફેર, એક લાખ દેતા ન મળે બીજા તાબીયાના તેર.

હોઠ જાજા તો ઉત્તર સાજા.

અન્ન તેનું પૂણ્ય અને રાંધનાર ને ધુમાડા.

અત્યારની પરજા મંગાર્રે મયષઃ નો વારે.

હું માનવી માનવ થાઉં તોયે ઘણું.

પીપળ પાન ખરંતા, હસતી કુંપળીયા, મુજ વિતી તુજ વિતશે, ધીરી બાપુડિયા.

કરકસર એ બીજો ભાઈ છે.

અકર્મીનો દડિયો કાંણો.

ઊંટ હતું ને ઉકરડે ચડ્યું.

જોતું તું ને વૈદે કીધું.

ગાડા દેખીને ગુડા (ગોઠણ) ભાંગ્યા.

બાંધે છોડે ઈ બાબરિયા.

વાંદરો ઘયઢો થાય પણ ગુલાંટ ખાતા ના ભુલે.

માં તે માં બાકી બધા વગડાના વા.

માં ત્યાં લગી મોસાળ. બાપ ત્યાં લગી કાકા કુટુંબ.

વાવણીમાં ઢાંઢો અને મોસમમાં ભાભો કદી નો મરે.

દુધનો દાઝયો છાસ ફૂંકી ફૂંકી ને પીવે.

ચકલી નાની ને ફૈડકો ભારે.

જેના બાળપણમાં માવતર મરે એને સારે દસૂ ના વા વાય.

ડોસી મરે એની બીક નથી, પણ જમ ઘર ભાળે એની બીક સે.

પાડે પારા લડે અને ઝાડના છાણા નીકરે.

ગરીબની વહુ, આખા ગામની ભાભી.

અંધેરી નગરી ને ગાંડું રાજા, તકે શેર ભાજી ટકે શેર ખાજા.

ભેંસ, ભામણ ને ભાજી ત્રણ્ય પાણીથી રાજી.

કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો.

ભાભો હોય તેવા ગવાય.

એરડા વા હે આંબા પીવે.

ગોળ વિના સૂનો કંસાર, માં વિના સૂનો સંસાર.

ધરમ કરતા ધાડ પડી.

બોલે એ બે ખાય.

માલ ખાય મદારી ને નાચે વાંદરો.

હોય એટલા દી ઈદ પછી રોજા.

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત.

હિરો ઘોઘે જયાવ્યો ને ડે લી યે હાથ દયાવ્યો.

વીતી હોય તે જ જાણે.

રામ રાખે તેને કોણ ચાખે?

જાળ પડિયુ ને જગ્યા થઈ.

જેવો સંગ તેવો રંગ.

જેવુ કરે તેવું ભરે.

બકરી કાઢી ને ઊટ પેઠુ.

સાંપ ગયા ને લીસોટા રહ્યા.

ગધેડાની પાછળ ને શેઠની આગળ નો હલાય.

કુંભાર કરતા ગધેડા ડાહ્યા.

ભૂત, ભુવા ને ડાકલા આનાથી આઘા હારા.

માર્ગમાંથી માથે ન ઉપાડવુ. (અર્થ પારકી પંચાતમાં ન પડવું, ઝગડો ન કરવો.

આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય.

પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ.

હાથી જીવતો લાખનો, મરેલો સવા લાખનો.

પારકી માં કાન વીંધે.

પારકી આશા સદા નિરાશા.

ધોબીનો કુતરો ના ઘરનો, ના ઘાટનો.

ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના લોકો લોટ ખાય.

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી.

જ્યાં જાય અખો, ત્યાં થાય ડખો.

ચોરની વાદે ચણા નો ઉપડાય.

શાઠે બુદ્ધિ નાઠે.

આવવાના રામ રામ હોય જાવાના નો હોય.

ગરજે ગધેડાને પણ બાપ કેવો પડે.

મોસાળમાં જમણવાર અને માં પીરસનાર, તો છોકારો ભૂખો ના રહે.

બાર વર્ષ બાવો બોલ્યો.

વિદ્યા વિનયથી શોભે છે.