આપણા ઋષિમુનીઓ પહેલાથી જ બતાવી ગયા હતા કોરોના કે કોઈ પણ વાયરસથી બચવાનો ઉપાય.

જાણો કોરોના કે કોઈ પણ વાયરસને હંમેશા માટે તમારાથી દુર કેવી રીતે રાખી શકશો. એક ઉપાય અનેક સમસ્યામાં કામ લાગશે.

આ દુનિયામાં ત્રણ રીતની ઉપચાર પધ્ધતિ કામ કરે છે. એક તો કોઈ પણ સીરપ, કેપ્સુલ કે ટેબલેટ મોં દ્વારા ખાવામાં આવે. બીજી રીત છે, જો ઝડપી રીઝલ્ટ જોઈતું હોય તો ઈન્જેકશન આપવામાં આવે, જેથી દાવાને સીધી નસમાં પહોચાડી દો, જેથી લોહીમાં દવા ભળી જાય. જયારે ઇમરજન્સી હોય તો આ રીત અપનાવામાં આવે છે.

પરંતુ આપણા ઋષિમુનીઓએ એક અદ્દભુત પ્રયોગ કર્યો હતો અને જબરજસ્ત રહસ્યને શોધ્યું હતું જે ઉપરની બે રીત કરતા વધારે ઝડપી અસર કરે છે. કેપ્સુલ-ટેબલેટ રીએક્શન કરી શકે છે અથવા અસર જ ના કરે એવું પણ થાય. કારણ કે કેપ્સુલ કે ટેબલેટ પહેલા પેટમાં જાય પછી પાચન થાય અને લોહીમાં ભળશે, ત્યાર બાદ ધમનીમાં વહેચાઈ જશે, પછી તે દવા કામ કરશે. તેમાં 1 કલાક, 2 કલાક, 4 કલાક કે 12 કલાક જેટલો સમય લાગશે. આ પ્રક્રિયા ઘણીં ધીમી છે.

ઇન્જેક્શન આપે તો શક્ય છે કે 6 કલાક ના લાગે અને 1 કલાકમાં જ રિઝલ્ટ મળે. પણ એમાં રીએકશન થવાનું જોખમ છે. દરેક સોય દરેક વ્યક્તિમાં કામ કરી જશે એવું નક્કી નથી હોતું. કેટલીક વાર એનું રીએકશન આવી જાય છે, અથવા આ પ્રક્રિયા થોડી ધીમી પડે છે. આપણા ઋષિ એટલા મોટા વૈજ્ઞાનિક હતા કે તેમણે કહ્યું કે, છોડો આ પદ્ધતિને. દવા ખાવી એ અલગ વાત છે. દવા ખાવા માટે પણ વ્યક્તિ માનવો જોઈએ ને, ઈંજેક્શન લેવા જો વ્યક્તિ તૈયાર હોય તો જ તે ઈંજેક્શન લેશે ને, અમે તો એવી રીતે દવા આપીશું કે વ્યક્તિની પરવાનગીની પણ જરૂર નહિ પડે.

હવન કરો, યજ્ઞ કરો તેમાં ઔષધિ નાખો, હવે આ દવાઓ તેના શ્વાસ મારફતે જશે. શ્વાસના માધ્યમ વડે હવા સાથે આ ઔષધિને ભેળવી દો ફેફસામાં, ફેફસા સાથે હૃદયમાં અને કોષોના સ્તર સુધી ઓક્સિજન જશે એટલે કે હવા જશે, શરીરમાં સૌથી નાનો એકમ કોષ છે. એટલે જ આપણા ઋષિઓએ કહ્યું કે, ઔષધિને હવામાં જ ભેળવી દો, હવા સાથે ભળવાથી વ્યક્તિના ઇચ્છવા, ના ઇચ્છવા છતાં તમારા શરીરમાં જતી રહેશે.

તમને દવા આપવા માટે તમારી પરવાનગી જોઈએ, તમને ઈંજેક્શન આપવું હોય તો તમારી પરવાનગી જોઈએ પણ આ પદ્ધતિમાં આપોઆપ તમારામાં ઔષઘી જશે, તમે જેટલા સમય સુધી બેસસો એટલો તમને પ્રાણવાયુ મળે છે.

આની ખાસિયત કેવી છે તમારે એના માટે નાનું માટી કે ધાતુનું વાસણ લેવાનું છે, તેમાં ગાય માતાનું છાણું અને કપૂર નાખીને તેને સળગાવી શકો છો, નહી તો ગેસ સ્ટવ ઉપર એ છાણાને સળગાવી દો, અડધું સળગ્યા પછી તેને મૂકી દો અને તેના ઉપર ધૂપ મૂકી દો.

તમારી આજુબાજુના બજારમાં કોઈ પણ દુકાન જ્યાં હવન સામગ્રી રાખતા હોય તેમાં ધૂપ હોય છે. આ એક એવી વસ્તુ છે કે જે દુનિયાને બહુ મોટા કોરોના કે કોઈ પણ સંક્રમણ દ્વારા બચાવી શકે છે. જો આ ચીનમાં કરવાનું શરુ કરી દેવામાં આવે તો બહુ મોટી સમસ્યા રોકાઈ જશે. જ્યાં આ કોરોના વાઇરસ ફેલાયો છે, ત્યાં સુધી તે સીમિત થઇ જશે.

કરવાનું શું છે આમાં? ધૂપ માટેની લાકડીઓ જે બજારમાંથી મળી રહેશે, લોબાન છે આ બધું હવન સામગ્રીવાળા આપે છે. તેમને કહેવું કે આ જેટલી પણ સામગ્રી જવ, તલ, ગાયનું દેશી ઘી વગેરેને સાથે ભેળવી દો તેને એક સામગ્રી બનાવી લો. હવે તેને આ સળગેલા છાણા ઉપર નાખી દેવાનું છે અને તેને છોડી દેવાનું છે.

આ ધીરે ધીરે સળગતું રહેશે, તેમાં જો થઇ શકે તો લીમડાની સૂકી ડાળખી કે આંબાની સૂકી ડાળખીના નાના ટુકડા કરીને તેને પણ સળગવા માટે મૂકી દો, અને જયારે આ ઔષધિ સળગે છે, ત્યારે આના સળગ્યા પછી તેમાંથી જે ધુમાડો નીકળે છે તે ઔષધીય ગુણોવાળી છે.

આ ધુમાડા વિષે આજે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે, આ યજ્ઞનો ધુમાડો નીકળે છે અને વાયુમંડળમાં જાય છે, અને તેની ઊંચાઈ લગભગ 10 થી 12 કિલોમીટર છે. ત્યાંથી તે પોતાના જેવા ગુણધર્મો વાળા અણુ અને પરમાણુને પોતાની સાથે જોડીને પાછું જ્યાંથી એ ઉપર ઉઠેલો તે સ્થળ પર વધારે માત્રામાં ઓક્સીજન લઈને પાછો આવે છે. સૌથી વધુ પ્રાણવાયુને આકર્ષિત કરવા માટે જ પહેલાના સમયમાં હવન કરવામાં આવતો હતો. કોઈ પણ પ્રાણીએ સ્વસ્થ રહેવું હોય, તો વધુમાં વધુ પ્રમાણમાં પ્રાણવાયુ લેવો જોઈએ.

હવે આ પ્રકિયા એક એવી પ્રક્રિયા છે કે તેમાં વધુ પૈસા પણ ખર્ચ નથી થતા અને તમારા ઘરમાં પ્રાણવાયુને આકર્ષિત કરશે એ પણ સૌથી વધુ પ્રમાણમાં.

જો તામરા ઘરમાં કોઈ બાળક રાતે બી(ડરી) જતો હોય, તમને ખરાબ સપના આવતા હોય, ચિંતા થતી હોય, ગભરામણ થતી હોય, મનોબળ નબળું થતું હોય, બીમારીઓથી ઘેરાયેલા હો, બીમારીથી છુટકારો નથી મળતો, ઘરમાં રોનક, બરકત કે પ્રગતી ના થતી હોય, માતા લક્ષ્મીની કૃપા ના થતી હોય, તો તમે તમારા ઘરે હવન કરવાનું શરુ કરી દો.

આ એક એવી વસ્તુ છે કે જેનાથી પહેલા તમારી બધી બીમારીઓ તમારા ઘરેથી દુર ભાગી જશે. અને રોજ પ્રગટાવો, રોજ તેના ધુમાડાને બધા રૂમમાં ફેરવો, બધા બાળકોને તે ધુમાડો મળવો જોઈએ. સવારે સવારે અથવા સાંજે પણ તમે કરી શકો છો. જો કોઈ બાળક રાતે બીતો હોય તો આખા ઘરમાં ફેરવીને બાળક જ્યાં સુતો હોય તેના પલંગ નીચે મૂકી દો, ધીરે ધીરે બધું સળગી જશે, ધુમાડો ફેલાઈ જશે અને બાળકને ખરાબ સપના નહિ આવે.

જેટલી માત્રામાં તમારા શરીરમાં દુષિત હવા જશે એટલા પ્રમાણમાં તમારા જીવનમાં ચિંતા, નિરાશા, બીમારીઓ, ભય વગેરે રહેશે. આ પ્રક્રિયા ઓક્સીજનને સૌથી વધુ આકર્ષિત કરવાની પ્રક્રિયા છે. બીજી વસ્તુ કે દેવતા અને દાનવોનો જે સિધ્ધાંત છે, તેમાં દેવતાનો અર્થ શરીર વગરની એ બધી દિવ્ય આત્માઓ વાયુના રૂપમાં જ આવે છે.

તમે સાભળ્યું હશે કે જેને ભૂત વળગે છે, તો તેને હવા લાગી ગઈ છે એવું કહેવામાં આવે છે, તે હવા એટલે કેવી હવા? દુષિત હવા. દુષિત હવા લાગવાથી એટલે કે કાર્બન ડાયોક્સાઈડ વધી જનાર વ્યક્તિની સામે હવન કરવાથી દુષિત હવાનો પ્રભાવ ઘટી જશે અને ભૂત પ્રેત ભાગી જશે.

રોગ પ્રતિકાર ક્ષમતાને વધારી દે છે.

માણસના મગજમાં આવતા વિચારોને તમે નથી જાણતા, દુનિયામાં માણસ એટલો ખતરનાક થઈ ગયો છે કે હવે તે બાયો વેપન (જૈવિક હથિયાર) બનાવી રહ્યો છે. જેના દ્વારા તે કોઈ પણ દેશમાં રોગચાળો ફેલાવીને કેટલાય લોકોને મારી શકે છે અને એ પણ એકપણ ગોળી ચલાવ્યા વિના. ત્યાં ભારતના ઋષિમુનીઓએ શું કર્યું? તેમને પહેલાથી ખબર હતી કે આ બેક્ટેરિયા, વાયરસ રોગચાળો ફેલાવે છે એટલા માટે આપણા ઘરોમાં, બધા ગુરુકુળોમાં અભ્યાસ પહેલા હવન કરાવતા હતા.

વિડીયો નીચે જુઓ :

પહેલા વાતાવરણ શુદ્ધ કરતા હતા અને આનાથી વાતાવરણ શુદ્ધ થાય, અને જયારે અભ્યાસ માટે બેસીએ તો મન એકાગ્ર થઇ શકતું અને વાંચેલું યાદ રહેતું. જો આપણા ઘરના બાળકોને સ્વસ્થ બનાવવા હોય, સંકલ્પવાન બનાવવા હોય, મેધાવી બનાવવા હોય, સંસ્કારવાન બનાવવા હોય, ઘરમાં માં ભગવતીની કૃપા વરસાવવી હોય, તો હવન ચાલુ કરી દો. અને આ ખુબ સસ્તું છે 150 થી 200 રૂપિયામાં આખો મહિનો ચાલી જશે.

પ્રકૃતિનો એક નિયમ છે કે, જ્યાં કચરો હોય ત્યાં બેક્ટેરિયા અને વાયરસ ઉત્પન્ન કરે છે. દવા શું કામ કરે છે? જો આ રૂમમાં કચરો છે અને દુર્ગંધ આવી રહી છે, તો આપણે શું કરીએ છીએ કે રૂમ ફ્રેશનર કે અત્તર-સેન્ટ છાંટીએ છીએ, પછી શું થશે? 3 કે 4 કલાક પછી પાછી દુર્ગંધ ચાલુ થઇ જશે.

પણ બુદ્ધિમાન લોકો શું કરશે? તે કચરાને જ બહાર ફેંકી દેશે. જેથી વારંવાર દુર્ગંધ આવશે નહિ, બસ એવી જ રીતે હવન કે યજ્ઞ કરવાથી તમારી આજુબાજુનું વાયુમંડળ શુદ્ધ થશે. જો તમારે પણ તમારી જાતને કોઈપણ બેક્ટેરિયા કે વાયરસથી બચાવીને રાખવી હોય, તો તમારા અંદરનું વાતાવરણ અને બહારનું વાતાવરણ શુદ્ધ રાખવું પડશે અને તે માટે તમારે તમારા ઘરમાં રોજ સાત્વિક ધુમાડો કરવો પડશે.

ભગવાન શ્રીરામે જયારે રાવણનો વધ કરી દીધો હતો ત્યારે પણ વાતાવરણમાં અસુરી વૃત્તિને દુર કરવા અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. અને રાજા યુધિષ્ઠિરે પણ મહાભારતના યુદ્ધ પછી રાજસૂય યજ્ઞ કર્યો હતો. જેથી મહામારી અને દુષ્ટ વૃત્તિનો નાશ થાય.

પહેલા આપણે ત્યાં દરેક ગૃહસ્થ અને ગુરુકુળમાં યજ્ઞ કરવામાં આવતો, જેથી વાતાવરણ શુદ્ધ થાય. આ આપણી હવન અને યજ્ઞ કરવાની પ્રવૃત્તિ ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલા સુધી ચાલુ હતી અને ત્યારે આપણા ભારતમાં કોઈ પણ જાતનો રોગચાળો ફેલાતો ન હતો. અંગ્રેજો આવ્યા ત્યારે સૌથી પહેલા મદ્રાસના કલેકટરે ગુરુકુળમાં યજ્ઞ કરવાનું બંધ કરાવ્યું અને તેને ગેરકાયદેસર જાહેર કર્યું. જેથી હવન અને યજ્ઞ બંધ થયો, તે પછી કેટલાય પ્લેગ અને મહામારી ફેલાઈ. પણ એ પહેલા આપણા ભારતમાં આવું કાઈ પણ થતું ના હતું.

હવે આપણે આને ફરી શરુ કરીએ, જે આપણી સનાતન પરંપરા છે, જે બધા માટે કલ્યાણકારી છે. એવું નથી કે તે હિન્દુના કલ્યાણ માટે છે, એવું પણ નથી કે ખ્રિસ્તી શ્વાસમાં નહિ લે કે બૌદ્ધ શ્વાસ નહિ લે, બધા શ્વાસ લેવાના છે. આ ધુમાડો જ્યાં જ્યાં પણ જશે, ત્યાં ત્યાનું મન શાંત કરતો જશે. અને આનું પરિણામ પણ તમને થોડા દિવસમાં જોવા મળશે.

હવન કરવું દરેક સમયે શક્ય નથી હોતું. તો તેની જગ્યાએ તમે તમારા ઘરમાં દેશી ગાયના ગોબરમાંથી નિર્મિત ધુપબત્તીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાતાવરણમાં ફોર્મિક એલડીહાઇડ ગેસ ઉત્પન્ન થાય, જે બેકેટેરિયા અને હાનિકારક જીવાણુનો નાશ કરે છે અને વાતાવરણ શુદ્ધ કરે છે. 30-12-2007 ના રોજ Research Journal Ethnopharmacology માં પેપર પબ્લિશ થયું હતું, જેમાં હવનસામગ્રીનો ધૂપ કરવાથી હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે, અને જે રૂમમાં ધૂપ કરેલ હતો તેમાં 30 દિવસ સુધી પેથોજેનિક બેકેટેરિયાનો ઉદ્દભવ નહતો થયો.

દેશી ગાયના ગોબરમાંથી નિર્મિત ધુપબત્તી મન, શરીર અને ઘરમાં શાંતિ આપે છે. તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી નીકળી જાય છે. ઘરના વાતાવરણને જંતુ મુક્ત, વાયરસ અને બેક્ટેરિયા મુક્ત કરે છે. ડિપ્રેશન અને ઉદવેગને હરે છે. તેને ખરીદવા માટે અને અન્ય જાણકારી માટે લેખમાં આપવામાં આવેલ પ્રયોશા ધૂપબત્તીના ફોટામાં રહેલ વિગતો જોઈ શકો છો.

હોલિકા દહન એ એક જાતનો હવન અને યજ્ઞ જ છે. જેમાં સામુહિક રીતે લોકો ભાગ લે છે અને એનો ધુમાડો આપણા શરીરમાં જવાનથી કેટલાય રોગો અને કોરોના વાયરસ સામે લડવાની રોગ પ્રતિકાર ક્ષમતા કુદરતી રીતે જ ડેવલપ થાય છે. તો હવે ખબર પડી કે આપણા ઋષિમુનીઓ કેટલા આર્ષદ્રષ્ટા હતા. જય હો સનાતન ધર્મ.

ખબર નથી કે ક્યારે કયો નવો રોગ આવી જાય. તો આજથી આપણે આપણા વાતાવરણને શુદ્ધ કરવા લાગી જઈએ.

વિડીયો નીચે જુઓ :