પોતાનું મકાન બનાવવું એ દરેક વ્યક્તિના એ પસંદ કરેલા સપના માંથી એક હોય છે, જેને તે પોતાના જીવનકાળમાં પૂરું કરી લેવા માંગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મકાન સુખનો સંબંધ શનિ ગ્રહ સાથે માનવામાં આવ્યો છે. શનિ ગ્રહની દશા અને પ્રભાવથી નક્કી થાય છે કે વ્યક્તિને મકાન સુખ પ્રાપ્ત થશે કે નહિ.
શનિ લગ્ન સ્થાનમાં હોય તો :
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ લગ્ન સ્થાન પર હોય, તો એવા વ્યક્તિએ મકાન પોતાના નામથી નહિ બનાવવું જોઈએ. પોતાના નામથી મકાન બનાવવાથી ઘર-પરિવારના લોકોને પરેશાની થાય છે. નોકરી-વ્યવસાયમાં નુકશાન થાય છે.
શનિ બીજા ભાવમાં હોય તો :
જન્મ કુંડળીમાં શનિ બીજા નંબરના ભાવમાં હોય તો વ્યક્તિનું મકાન જેવું પણ બને, જયારે પણ બને એમ બનવા દેવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની અડચણ ઉભી કરવી જોઈએ નહિ. ઘરના નિર્માણને રોકવા પર અશુભ ફળ પ્રાપ્ત થાય છે. નસીબ મોઢું ફેરવી લે છે.
શનિ ત્રીજા ભાવમાં હોય તો :
જો તમારી જન્મ કુંડળીમાં શનિ ત્રીજા ભાવમાં છે, તો તમારે સમય રહેતા મકાન બનાવવાના ઉપાય શરુ કરી દેવા જોઈએ. નહિ તો તમારું મકાન 55 વર્ષની ઉંમરમાં જઈને બનશે. દગો મળવા અને ધન હાનિની આશંકાઓથી સાવધાન રહો.
આ ભાવમાં શનિ આપે છે સાસરા પક્ષ પર સંકટ :
જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં ચોથા ભાવમાં શનિ હોય છે, તો એવામાં મકાન ખરીદવા અથવા બનાવવા પર એમની માતા, દાદી અથવા સાસુને અશુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે. મકાનનો પાયો રાખવા પર એમનું સાસરૂ અથવા પિયરનો ખરાબ સમય શરુ થઇ શકે છે.
શનિનો પાંચમો ભાવ આપે છે આ વિચિત્ર સંયોગ :
જન્મ કુંડળીમાં શનિ પાંચમાં ભાવ પર હોવાથી એવા લોકો પોતાના નામથી મકાન બનાવે, તો એ મકાન એ વ્યક્તિના પુત્ર માટે સંકટ ઉત્પન્ન કરી શકે છે. પણ મકાન જો પુત્ર બનાવે તો આ એના માટે પણ શુભ થશે અને એમના પિતાને પણ ભવિષ્યમાં સુખની પ્રાપ્તિ કરાવશે.
શનિના છઠ્ઠા ભાવમાં હોવા પર :
શનિના જન્મ કુંડલીના છઠ્ઠા ભાવમાં હોવા પર વ્યક્તિએ પોતાના નામ પર 36 થી 39 વર્ષની ઉંમર સુધી મકાન બનાવે તો એને શુભ ફળની પ્રાપ્તિ થશે. એવું નહિ કરવાથી એમની પરણેલી દીકરીઓને નુકશાન થઇ શકે છે.
આ ભાવમાં મકાન આપશે ઘણું સુખ :
જો જન્મ કુંડળીમાં સાતમા ભાવમાં શનિ હોય તો વ્યક્તિને મકાન ઘણું મંગલકારી પરિણામ આપે છે. આ ભાવમાં હોવા પર વ્યક્તિ પોતાના જીવનમાં બીજા પણ મકાન બનાવે છે.
આઠમા ભાવમાં શનિ :
જન્મ કુંડળીમાં શનિના આઠમા ભાવમાં હોવા પર વ્યક્તિ જો મકાન બનાવે છે, તો એ જ મકાનમાં લાંબી બીમારી સામે લડ્યા પછી એમનું મૃત્યુ થવાની આશંકા વધી જાય છે.
શનિ આ ભાવમાં હોય તો :
જન્મ કુંડળીમાં શનિ નવમાં ભાવમાં છે તો વ્યક્તિની પત્ની અથવા માતા ગર્ભવતી હોય તો એવા વ્યક્તિ દ્વારા પોતાના નામથી મકાન ખરીદવા પર એમનું અથવા એમના પિતાનું અકાળે મૃત્યુ થઇ શકે છે. તેમજ જો વ્યક્તિના 3 મકાન બની જાય તો એના અલ્પાયુ થવાનો ભય રહે છે.
શનિનું દશમાં ભાવમાં હોવું :
શનિ જો કુંડળીમાં દશમાં ભાવમાં હોય તો વ્યક્તિ પોતાના નામ પર મકાન નહિ ખરીદે, અને એનું ધન જમા થતું જશે. પછી જયારે એનું મકાન બનશે, તો ધનની કમી અથવા હાનિ થવાની શરુ થઇ શકે છે.
શનિ અગિયારમાં ભાવમાં હોય તો :
જન્મ કુંડળીમાં શનિ જો અગિયારમાં ભાવમાં હોય તો એવા વ્યક્તિનું મકાન ઘણી ઉંમર વીતી ગયા પછી બને છે. એવા લોકો 55 વર્ષની ઉંમર પહેલા મકાન નથી બનાવી શકતા.
શનિનું આ ભાવમાં હોવું શુભ ફળ આપે છે :
શનિ જો કુંડળીમાં બારમાં ભાવમાં છે તો એ વ્યક્તિ માટે ઘણું શુભ માનવામાં આવે છે. એવી સ્થિતિમાં મકાન જેવું પણ બને, જયારે પણ બને, એને બનવા દેવું જોઈએ. મકાનને કોઈ પણ સ્થિતિમાં બનતા રોકવું જોઈએ નહિ.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)