પાણી પીવાથી ઘણું સારું છે પાણી ખાવું, જાણો કેવી રીતે તમે પાણી ખાઈ ને સ્વાસ્થ્ય સારું રાખી શકો

આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે પાણી પીવાથી ઘણું ઉત્તમ છે કે આપણે પાણી ખાઈએ. તેમના મુજબ પાણી પીવાથી વધુ સારું ગણવામાં આવે છે કે પાણીથી ભરપુર વધુમાં વધુ વસ્તુઓ ખાઈએ. શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણીને ખાવાનું શરુ કરીએ તે પાણી પીવાથી ઉત્તમ છે.

જોયું હશે તમે એવા લોકોને જેમના હાથમાંથી પાણીની બોટલ છુટતી નથી. ઘૂંટડે ઘૂંટડે ચીપ ચીપ ચાલતું રહે છે. ઘણા લોકો એક વખતમાં સીધા બે ત્રણ ગ્લાસ ગટકી જાય છે અને કોઈ પરેશાન રહે છે યાર હું તો ઘણું ઓછું પાણી પીવ છું. આ બધા એ લોકો છે જેમને કોઈએ સમજાવી દીધા છે કે જેમને કોઈ જગ્યાએ વાચ્યું છે કે દિવસમાં આઠથી દશ ગ્લાસ પાણી પીવું જોઈએ. પણ સાહેબ સાચું એ છે કે પાણી પીવાથી ઘણું બધું ફાયદાકારક અને જરૂરી છે પાણી ખાવું.

આપણે પાણી પીતા હોઈએ છીએ તો આપણી કોશિકાઓ સુધી પહોચે . પણ જયારે આપણે ખાલી પાણી પિતા હોઈએ છીએ તો તેનું મોટા પ્રમાણમાં થોડી જ વારમાં સુ સુ બનીને નીકળી જાય છે. વેજ્ઞાનિક કહે છે કે આપણા શરીરને હાઈડ્રેટ રાખવાની સૌથી સારી પદ્ધતિ છે કે તમે ફળ અને શાકભાજીઓ ખાવ. કોઈ ફળ ના સ્વરૂપમાં ખાવામાં આવેલ પાણી સીધી પીવામાં આવેલ પાણીની સરખામણીમાં વધુ સમય સુધી શરીરમાં અટકી રહે છે અને પોતાનું કામ કરે છે. હવે કાકડીને લઇ લો, તેમાં લગભગ ૯૬ ટકા પાણી હોય છે. તેમાં જે પોષક તત્વો હોય છે તે તો તમને મળશે જ સાથે પાણી પણ મળશે.

યુનીવર્સીટી ઓફ ફેલીફોર્નીયામાં એસોસીએટ ક્લીનિક પ્રોફેસર ઈન મેડીસીન, ડોક્ટર હાવર્ડ મુરાદ કહે છે કે ખરેખર માં હાઈડ્રેશન નો અર્થ થાય છે તે પાણી જે તમારા શરીરમાં અટકી ને રહે છે નહી કે જે સીધું બહાર નીકળી જાય છે. તે કહે છે કે પાણી પીવું ખોટું નથી પણ જો પાણી તેના સેલ્સ સુધી પહોચી નથી શકતા તો તે સીધા ટોયલેંટમાં જશે અને તેનાથી વધુ ફાયદો નથી મળવાનો.

તમે આઠ દશ ગ્લાસ પાણી પી શકો છો. શરીરમાં પાણી પહોચાડવાનો આ પણ એક રસ્તો છે. પણ તેનો અર્થ થશે તમને ટોયલેંટના આઠ દશ ફેરા નક્કી થઇ ગયા અને તેના સેલ્સ ને તે ફાયદો પણ નથી મળતો જે મળવો જોઈતો હતો. ડોક્ટર મુરાદ કહે છે કે જયારે આપણે પાણી થી ભરેલું ભોજન કરીએ છીએ તો આપનું શરીર ધીમે ધીમે તે ભોજનમાંથી પાણી શોષે છે.

દિવસ આખામાં આપણે જે પાણી પીતા હોઈએ છીએ તેનો એક નો ચોથો ભાગ ખાવાની વસ્તુમાંથી આવે છે. આમ તો દરેક ખાવામાં કોઈ ને કોઈ પ્રમાણમાં પાણી રહેલ હોય જ છે પણ જરૂરી છે કે તમે એ વસ્તુઓને ડાયેટમાં ઉમેરો કરો જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય.

ફળો અને શાકભાજીમાં પાણી નું સૌથી વધુ પ્રમાણ હોય છે. ફળો અને શાકભાજીમાં એટલું પાણી હોય છે કે તેના સેવનથી એક ગ્લાસ પાણી પીવા જેટલો ફાયદો થાય છે.

આ વાતને એવી રીતે સમજી શકો છો જો એક વાટકામાં આપણે ઝડપથી એક ડોલ પાણી નાખી દઈએ તો કટોરી ક્યારેય નહી ભરાય પણ આરામથી પાણી નાખીશું તો વાટકી ભરાઈ જશે. એવું જ શરીર સાથે છે. આપણે ઘણું બધું પાણી પી ને પોતાની જાતને સાત્વન તો આપી શકીએ છીએ પણ શરીરની જરૂરિયાતને પૂરી નથી કરી શકતા. તેથી આજ થી પાણી પીવાની સાથે પાણી ખાવા ઉપર જોર આપો.

પાણી પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> પાણી પીવા ની રીત શીખો ને જાણો ક્યારે પીવું ને ક્યારે નાં પીવું, કેવી રીતે પીવું A ટુ Z

પાણી પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> તાંબા ના વાસણમાં પાણી પીવાથી મળે છે આટલા બધા ફાયદા જાણો આયુર્વેદ કેટલું ઉપયોગી છે.

પાણી પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જાણો ઉભા રહીને પાણી કેમ ન પીવું જોઈએ સુ નુકશાન થાય ઉભા ઉભા પાણી પીવાથી