પડદા પર દામિની બનીને લોકોની આંખોમાં લાવી દીધા હતા આંસુ, હવે આવી દેખાવા લાગી છે મીનાક્ષી શેષાદ્રી

મીનાક્ષી શેષાદ્રીનો પડદા ઉપર એક સમયે એવો વટ હતો કે તે શ્રીદેવીને પણ ટક્કર આપતી હતી, આજે તે લાઈમલાઈટથી દૂર રહે છે.

‘યે ઢાઈ કિલો કા હાથ જબ કિસી પર પડતા હે, તો વો આદમી ઉઠતા નહી ઉઠ જાતા હે.’ સની દેઓલનો આ ડાયલોગ તો દરેકને યાદ હશે. પરંતુ શું તમને એ યાદ છે કે આ કઈ ફિલ્મનો ડાયલોગ છે. આ ફિલ્મ હતી દામિની જેમાં મુખ્ય કલાકારોમાં સની દેઓલ, રિશી કપૂર,અમરીશ પૂરી અને મીનાક્ષી શેષાદ્રી હતી.

ફિલ્મમાંના મુખ્ય કલાકારોના જોરદાર રોલ હતા, પરંતુ તે બધા ઉપર ભારે પડી હતી મીનાક્ષી શેષાદ્રી જો કે દમિનીના રોલમાં હતી. તે ફિલ્મની સફળતા ડાયલોગ, અભિનયે સૌને પોતાના દીવાના બનાવી દીધા હતા. તે દિવસોમાં મીનાક્ષી એક સુપરસ્ટાર બની ગઈ હતી. પરંતુ આજે તે એવી થઇ ગઈ છે કે તેને ઓળખવી મુશ્કેલ પડે છે.

ફિલ્મોમાં આવવાની ન હતી મીનાક્ષી :-

મીનાક્ષીએ 17 વર્ષની ઉંમરમાં જ મિસ ઇન્ડિયાનો તાજ પોતાને નામે કરી લીધો હતો, પરંતુ તે સમયે તે શશિકલા શેષાદ્રીના નામથી ઓળખાતી હતી. મિસ ઇન્ડિયા, બન્યા પછીના સમાચારપત્રોના મુખ પૃષ્ઠ ઉપર તેમનો ફોટો છાપવામાં આવ્યો. તે સમયે મનોજકુમારની નજર તેની ઉપર પડી અને તેમણે નક્કી કરી લીધું કે તેમની આવનારી ફિલ્મ પેન્ટર બાબુની હિરોઈન તે હશે. ત્યાં સુધી કે તેમનાં સ્ક્રીન પરીક્ષણ લીધા વગર મીનાક્ષીને ફિલ્મ માટે સાઇન કરી લેવામાં આવી.

તે સમયે એક બાબતમાં મુશ્કેલી આવી હતી, તે હતું તેમનું નામ શશિકલા કેમ કે આ નામની હિરોઈન ફિલ્મ ઉદ્યોગમાં અગાઉથી રહેલી હતી અને હિટ પણ હતી. તે જ સમયે નક્કી થયું કે તેમનું નામ શશિકલા શેષાદ્રી માંથી બદલીને મીનાક્ષી કરી દેવામાં આવ્યું. જો કે પેન્ટર બાબુ એકદમ ફ્લોપ થઈ ગઈ અને પહેલી જ ફિલ્મ ફ્લૉપ થવાથી મીનાક્ષીનુંનું હિન્દી ફિલ્મો માંથી મન ઉઠી ગયું. તેઓએ નક્કી કર્યું કે તે ફિલ્મ ઉદ્યોગ છોડી દેશે.

દામિનીએ કારકિર્દીમાં લગાવ્યા ચાર ચાંદ

મીનાક્ષી બૉલીવુડ માંથી નીકળી જવાની હતી કે તેમને ભાગે આવી ગઈ ફિલ્મ હીરો. શોમેન સુભાષ ઘાઈ પોતાના ફિલ્મની હીરોઇન માટે એક નવા સુંદર ચહેરા વાળીની શોધમાં હતા અને તેમની શોધ સમાપ્ત થઇ મિનાક્ષી ઉપર આવીને. જો કે મીનાક્ષી આ રોલ માટે તૈયાર ન હતી, પણ સુભાષ ઘાઈએ તેમને વિનંતી કરી અને પછી મીનાક્ષી આ ફિલ્મ કરવા માટે તૈયાર થઇ. પોતે મીનાક્ષીને પણ તે સમયે કલ્પના ન હતી હતી કે તેમની આ ફિલ્મ સુપરહિટ થઈ જશે અને તે ફિલ્મ ઉદ્યોગ ઉપર છવાઈ જશે.

વર્ષ 1983 માં રિલીઝ થયેલી હીરો બ્લોકબસ્ટર ફિલ્મ નીકળી અને મીનાક્ષી રાતો રાત ઇન્સ્ટસ્ટ્રીની સૌથી ઉભરતી ચમકતી સ્ટાર બની ગઈ. તે સમયે આ ફિલ્મએ 13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે તે દિવસોના હિસાબે ખૂબ મોટી રકમ ગણાતી હતી. તે તબક્કામાં ફક્ત બીગ બી ફિલ્મ્સ જ કરોડોમાં કમાણી કરતી હતી. ત્યાર પછી મીનાક્ષી અમિતાભ બ્ચ્ચ્ન સાથે ફિલ્મ કરવા લાગી.

લાઈમલાઈટથી દુર રહે છે મીનાક્ષી :-

મીનાક્ષીની જોડી અમિતાભ સાથે પણ ઘણી પસંદ કરવામાં આવી. બંને એ સાથે મળીને શંહશાહ, ગંગા જમુના સરસ્વતી, તૂફાન અને એકલામાં સાથે કામ કર્યું અને મીનાક્ષી દરેકની ફેવરેટ બની ગઈ. 80 ના દશકમાં મીનાક્ષી એવી ચમકી કે શ્રીદેવીને તે સમયે ટક્કર આપવા વાળી હિરોઈન બની ગઈ. ત્યાર પછી તેમના જીવનમાં સૌથી જોરદાર ફિલ્મ દામિની જેની વાર્તા એ પડદા ઉપર આગ લગાવી દીધી. આ ફિલ્મ માટે તેને ફિલ્મ ફેર શ્રેષ્ઠ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી.

1996 માં મીનાક્ષી એ સની દેઓલ સાથે ફિલ્મ ઘાતકમાં કામ કર્યું અને તે તેમની ફિલ્મી સફરની છેલ્લી ફિલ્મ રહી. તેમણે ઘણી હિટ અને ફ્લૉપ ફિલ્મો આપી, પરંતુ હીરો અને દામિની માટે તેને હંમેશાં યાદ કરવામાં આવી. ત્યાર પછી ફિલ્મો માંથી ગાયબ થયા પછી તેમણે લાઈમલાઈટથી અંતર બનાવી લીધું. મીનાક્ષીએ 1995 માં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરિશ મૈસુર સાથે લગ્ન કરી લીધા અને અમેરિકાના શહેર ટેક્સસમાં વસી ગઈ.