પદ્મનાભ સ્વામી મંદિરમાં 3 મુદ્રાઓમાં છે ભગવાન વિષ્ણુ, મંદિરના 7 દરવાજાઓ પાછળ છે આવું રહસ્ય

ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારની કામગીરીને જોવાંમાં આવે છે, અને તેમને બધા દેવોમાં સૌથી મોટા દેવ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને ઘણા નામોથી ઓળખવામાં આવે છે, અને તેમના કુલ ૮ અવતારોની પૂજા કરવામાં આવે છે. તિરુવનંતપુરમના પદ્મનાભ સ્વામી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને એવી માન્યતા છે કે આ મંદિરમાં આવીને વિષ્ણુજીની પૂજા કરવાથી જીવનના તમામ દુઃખ દુર થઇ જાય છે અને મનગમતી વસ્તુ પ્રાપ્ત થઇ જાય છે.

આ મંદિરમાં ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર શયન મુદ્રામાં બિરાજમાન છે. માન્યતા છે કે આ મંદિરને પાંચ હજાર વર્ષ પહેલા બનાવરાવ્યું હતું. આ ઘણું જ ભવ્ય મંદિર છે અને આ મંદિર સાથે જોડાયેલી એક માન્યતા મુજબ અહિયા કૃષ્ણના મોટા ભાઈ બલરામે આવીને પૂજા કરી હતી.

કરવામાં આવ્યું હતું પુનઃનિર્માણ :

માન્યતા છે કે આ મંદિરને છઠ્ઠી શતાબ્દીમાં ત્રાવણકોરના રાજાએ બનાવરાવ્યું હતું, જેનું વર્ણન ૯મી શતાબ્દીના ગ્રંથોમાં પણ છે. ૧૭૫૦ માં મહારાજ માર્તડ વર્માએ પોતાને ભગવાનના સેવક એટલે કે પદ્મનાભ દાસ ગણાવ્યા. તેની સાથે જ ત્રાવણકોર રાજ કુટુંબે સંપૂર્ણ રીતે ભગવાનને પોતાનું જીવન અને સંપત્તિ સોંપી દીધી છે. ૧૯૪૭ સુધી ત્રાવણકોરના રાજાઓએ આ રાજ્યમાં રાજ કર્યું હતું.

હાલમાં મંદિરની જાળવણીનું કામ રાજવી કુટુંબનું પ્રાઈવેટ ટ્રસ્ટ સંભાળી રહ્યું છે. આ મંદિરમાં વિષ્ણુજી ઉપરાંત શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિઓ પણ સ્થાપિત છે. જયારે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર પણ ભગવાન વિષ્ણુની સુતેલી મૂર્તિ બનાવવામાં આવી છે. અને ગર્ભ ગૃહમાં રાખવામાં આવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિનો શ્રુંગાર સોનાના આભૂષણોથી કરવામાં આવે છે અને આ મૂર્તિ સુતેલી મુદ્રામાં છે. દરેક વખતે મુખ્ય કક્ષમાં વિષ્ણુજીની મૂર્તિ સામે દીવડો પણ પ્રગટતો રહે છે.

સુતેલી મૂર્તિ ઉપરાંત આ મંદિરમાં ભગવાન વિષ્ણુની બેઠેલી અને ઉભી મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. ગર્ભ ગૃહમાં ભગવાન વિષ્ણુની શયનમુદ્રામાં મૂર્તિ રાખવામાં આવી છે, અને આ મૂર્તિને રોજ તાજા ફૂલ ચડાવવામાં આવે છે. જયારે ભગવાન વિષ્ણુની ઉભી મૂર્તિને વિશેષ ઉત્સવો દરમિયાન મંદિરની બહાર લાવવામાં આવે છે, અને પવિત્ર સ્નાન કરાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ઉપરાંત વિશેષ અવસરો ઉપર નરસિંહ અને ભગવાન શ્રીકુષ્ણની મૂર્તિઓને પણ સ્નાન કરાવવામાં આવે છે. આ સ્નાન સમુદ્રના કાંઠે કરાવવામાં આવે છે.

બનેલો છે સોનાનો થાંભલો :

આ મંદિરમાં સોનાનું કામ કરવામાં આવ્યું છે અને અહિયા એક સોનાનો થાંભલો પણ બનાવવામાં આવ્યો છે. આ સોનાનો થાંભલો ઘણો જ સુંદર છે અને જે પણ લોકો આ મંદિરમાં આવે છે તે વિષ્ણુજીના દર્શન કરીને પછી આ થાંભલાના દર્શન જરૂર કરે છે. તે ઉપરાંત મંદિરની દીવાલો ઉપર કરવામાં આવેલુ કામ પણ ઘણું જ સુંદર છે.

મંદિરના ૭ દરવાજા પાછળ એવું રહસ્ય, ડરે છે દુનિયા ખુલી ગયું તો :

પદ્મનાભ સ્વામી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. સાથે જ દુનિયાના થોડા રહસ્યમય સ્થાનોમાં તેની ગણતરી થાય છે. ખાસ કરીને અહિયા એવા ઘણા રહસ્ય છે, જેને ઘણા પ્રયાસો પછી પણ લોકો ઉકેલી શક્યા નથી. આ મંદિરનો સાતમો દરવાજો દરેક માટે એક કોયડો બનેલો છે. કહેવામાં આવે છે આ દરવાજો માત્ર એક માણસ ખોલી શકે છે અને બીજું કોઈ નહિ. આવો જાણીએ ખરેખર શું છે આ સાતમાં દરવાજાનું રહસ્ય?

આ મંદિરમાં ૭ ઓરડા છે, જેને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ખોલવામાં આવ્યા હતા, જેમાં એક લાખ કરોડ રૂપિયાના હીરા અને ઝવેરાત નીકળ્યા હતા. ત્યાર પછી જેવું જ ટુકડીએ વોલ્ટ-બી એટલે કે સાતમો દરવાજો ખોલવાની શરૂઆત કરી, તો દરવાજા ઉપર બનેલા કોબ્રા સાંપના ચિત્ર જોઈને કામ રોકી દેવામાં આવ્યું. ઘણા લોકોની માન્યતા હતી કે આ દરવાજો ખોલવો અશુભ હશે.

શાપિત ગણવામાં આવે છે દરવાજો :

માન્યતાઓ મુજબ ત્રાવણકોરના મહારાજાએ અઢળક ખજાનો આ મંદિરના ઓરડાઓ અને મોટી દીવાલોની પાછળ છુપાવ્યો હતો. ત્યાર પછી હજારો વર્ષો સુધી કોઈએ આ દરવાજો ખોલવાની હિંમત કરી ન હતી. અને આવી રીતે પાછળથી તેને શાપિત માનવામાં આવવા લાગ્યો. કથાઓ મુજબ, એક વખત ખજાનાની શોધ કરતા કોઈએ ૭માં દરવાજાને ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કહેવામાં આવે છે કે ઝેરીલા સાંપો કરડવાથી બધાના મૃત્યુ થઇ ગયા.

દરવાજો ખોલવાથી આવી શકે છે પ્રલય :

કહેવામાં આવે છે કે આ દુનિયાનું સૌથી શ્રીમંત હિંદુ મંદિર છે, જેમાં અઢળક હીરા ઝવેરાત જડેલા છે. આ દરવાજાને માત્ર થોડા મંત્રોના ઉચ્ચારણથી જ ખોલી શકાય છે. આ મંદિરને કોઈ પણ રીતે ખોલવામાં આવ્યું તો મંદિર નષ્ટ થઇ શકે છે, જેથી મોટો પ્રલય સુધી આવી શકે છે. ખાસ કરીને આ દરવાજા સ્ટીલના બનેલા છે. તેની ઉપર બે સાંપ બનેલા છે જે તે દ્વારનું રક્ષણ કરે છે. તેના કોઈ નટ બોલ્ટ કે સાંધો નથી.

મંત્રોથી ખુલી શકે છે આ મંદિરનો દરવાજો :

કહેવામાં આવે છે કે આ દરવાજાને ‘નાગ બંધમ’ કે ‘નાગ પાશમ’ મંત્રોનો ઉપયોગ કરી બંધ કર્યો છે. તેણે માત્ર ‘ગરુડ મંત્ર’ ના સ્પષ્ટ અને સચોટ મંત્રોચાર કરવાથી જ ખોલી શકાય છે. જો તેમાં કોઈ ભૂલ થઇ ગઈ તો મૃત્યુ નક્કી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે હાલમાં ભારત તો શું દુનિયામાં કોઈ પણ ખૂણામાં એવા સિદ્ધ પુરુષ મળી શકે તેમ નથી જે આ મંદિરનો કોયડો ઉકેલી શકે.

કરોડો અબજોનો હોઈ શકે છે ખજાનો :

કહેવામાં આવે છે કે, આ મંદિરના ખજાનામાં બે લાખ કરોડનું સોનું છે. પરંતુ ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, હકીકતમાં તેની અનુમાનીત રકમ તેનાથી દસ ગણી વધુ હશે. આ ખજાનામાં સોના ચાંદીના મોંઘા ઘરેણા, હીરા, પન્ના, રૂબી, બીજા કિંમતી પથ્થર, સોનાની મૂર્તિઓ જેવી ઘણી કિંમતી વસ્તુ છે, જેની કિંમત આંકવી ઘણી મુશ્કેલ છે.

જાણો મંદિર સાથે જોડાયેલા આ નિયમ :

જો તમે પદ્મનાભ સ્વામી મંદિર જવા માંગો છો, તો આ મંદિરમાં પ્રવેશ કરવા સાથે જોડાયેલા નિયમોને પણ સારી રીતે જાણી લો. કેમ કે આ મંદિરમાં માત્ર તે પુરુષને પ્રવેશ કરવાની મંજુરી હોય છે જે ધોતીમાં હોય છે. જયારે મહિલાઓને સાડી પહેરવી જરૂરી હોય છે.

રોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે અને મંદિરમાં પ્રવેશ કરવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. આ મંદિર રાતના ૮.૩૦ વાગ્યા સુધી જ ખુલ્લું રહે છે અને રાતની આરતી પછી તેને બંધ કરી દેવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.