પગનાં ગોટલાની નસોમાં ગુચ્છો બની જવું કે ફૂલી જવાનું કારણ, લક્ષણ અને તેનો ઉપચાર

જ્યારે હાથની નસો (શિરાઓ) ફૂલી જાય છે તો તેનાથી દુઃખાવો ઉભો થાય છે. આ શિરાઓમાં અવરોધ થવાને લીધે જ થાય છે. તેને શીરો, બ્રહ્મ, સુશુમ્ના નાડી, ચક્રવાત વાહિની, સ્નાયુ વાત વસ્તી અને વાત કુંડલીકા વગેરે નામથી ઓળખવામાં આવે છે.

વેરીકોજ વેન એટલે પગની પીંડીઓની પાછળ નસોનો ગુચ્છો બની જવો જે જોવામાં ખુબ ખરાબ લાગે જ છે સાથે સાથે રોગીના પગમાં ખેંચાણ અને દુઃખાવા ની અનુભૂતિ આપે છે. ઘણા મિત્રો અમારી સાથે આ સમસ્યા ના સચોટ ઉપાય માટે પૂછે છે. ગુજ્જુ ફેન ક્લબ નાં માધ્યમથી આ પોસ્ટમાં અમે તમારા બધાના લાભાર્થે એક ખુબ જ અસરકારક ઉપાય જણાવી રહ્યા છીએ જેનો ઘણા લોકોએ પ્રયોગ કરેલ છે અને લાભ જણાવેલ છે.

* આમ તો આ રોગ કોઈ ખાસ પ્રશ્ન તો નથી ઉત્પન કરતો પણ ઘણી વખત કોઈ બીજી નાની મોટી તકલીફોનું કારણ બની શકે છે. ઓપરેશન દ્વારા તેનો ઉકેલ લાવી શકાય છે પરંતુ જે મિત્રો ઓપરેશન ન કરાવવા માંગતા હોય તેમના માટે રજુ કરીએ છીએ આ ઘરગથ્થુ પ્રયોગ.

વેરીકોણ વેન થવા પાછળ નું મુખ્ય કારણ :

(1) શારીરિક શ્રમ ની ખામી.

(2) અચાનકથી શરીરમાં થતા હાર્મોન માં ફેરફાર.

(3) ઉમરનું વધવું.

(4) વારસાગત.

વેરીકોણ વેન માટે ઘરગથ્થું ઉપચાર :

(1) મેથી : 5 થી 10 ગ્રામ મેથીના બીજ સવાર સાંજ ગોળ સાથે ભેળવીને સેવન કરવાથી ફાયદો મળે છે અને હાથ ની નસ (શીરા) પોતાની જગ્યા ઉપર બરોબર રહે છે. રોગીની નસ ફૂલતી રોકવા માટે મેથી ને વાટીને તેનો લેપ નસ ઉપર લગાવીને તેને કપડાથી બાંધી દો.

(2) ગોરવા (એકસિરા) : ગોરવા (એકસિરા) ને કમર ઉપર બાંધવાથી શીરાસ્ફીતિ માં લાભ મળે છે. તેનો પ્રયોગ રોજ કરવાથી શીરા નું ફૂલવાનું બંધ થઇ જાય છે.

(3) લાજવંતી (લજામણી): લાજવંતી ને વાટીને બાંધવાથી શીરાસ્ફીતિ ના રોગમાં ફાયદો મળે છે.

(4) કટકરંજ (કાન્કચ કે સાગરગોટા): કટકરંજ ના બીજનું ચૂર્ણ એરંડિયાના પાંદડા ઉપર નાખીને શીરાસ્ફીતિ ઉપર બાંધવાથી શીરા નો રોગ દુર થાય છે.

વેરીકોન વેન માટે ચમત્કારી પેસ્ટ :

જરૂરી સામગ્રી :

(1) 1/2 કપ કુવારપાઠું નો ગર્ભ

(2) 1/2 કપ કાપેલા ગાજર

(3) 10 ml સફરજન નું વિનેગર

બનાવવાની રીત :

મિક્સરમાં ઉપર જણાવેલ બધી વસ્તુ એક સાથે નાખીને સારી રીતે વાટીને પેસ્ટ તૈયાર કરી લો.

ઉપયોગ કરવાની રીત :

* વેરીકોજ વેન વાળા ભાગ ઉપર આ પેસ્ટ ને ફેલાવીને સુતરાઉ કપડાથી ખુબ જ હળવો પાટો બાંધી દો. હવે એક સીધી જગ્યા ઉપર પીઠ ઉપર સુઈ જાવ અને પગને શરીરના તળિયાથી લગભગ એક સવા ફૂટ ઉપર ઉપાડીને કોઈ આધાર વગર ટેકવી લો. આ સ્થિતિમાં લગભગ ત્રીસ મિનીટ સુધી સુઈ રહો. આ પ્રયોગ રોજ ત્રણ વખત કરવાનો છે.

વેરીકોજ વેન માં ભોજન અને પરેજી :

* શીરાસ્ફીતિ ના રોગીઓ ખાવામાં બેસન ની રોટલી અને ઘી નો ઉપયોગ કરો. તેનાથી આ રોગના રોગીનો રોગ દુર કરવામાં મદદ મળે છે.

* આ ખુબ ધીમે ધીમે થતો રોગ છે એટલે કે સંયમ સાથે આ પ્રયોગનું પાલન કરો લગભગ ચાર થી છ અઠવાડિયા માં ફાયદો થાય છે એવું પ્રયોગ કરનારા ઓ એ કહ્યું છે. જો ગુજ્જુ ફેન ક્લબ  દ્વારા આપવામાં આવેલ આ પોસ્ટ તમને સારી અને ફાયદાકારક લાગી હોય તો મહેરબાની કરીને શયર જરૂર કરો.