પહેલા હોસ્પિટલમાં પ્રેમિકા સાથે કર્યા લગ્ન, પછી થઈ ગયો ગાયબ, કારણ ચકિત કરી દેશે

પ્રેમ એક એવી વસ્તુ છે જે માણસ પાસે કાંઈપણ કરાવી શકે છે, એ ચક્કરમાં લોકો પોતાના જીવની પણ પરવા નથી કરતા. પુણેમાં રહેતી એક છોકરી સાથે પણ કંઈક એવું જ બન્યું. ખાસ કરીને આ છોકરી એક છોકરા સાથે ઘણો પ્રેમ કરતી હતી. તેની સાથે લગ્ન પણ કરવા માગતી હતી. અને બીજી તરફ છોકરો લગ્ન માટે રાજી ન હતો. તેવામાં છોકરીએ આત્મહત્યા કરી પોતાનો જીવ આપવાનો નિર્ણય લીધો. છોકરીએ ઝેર ખાઈને જીવ આપવાનો પ્રયાસ કર્યો.

નસીબ જોગે તેને સમયસર પુણેની ચાકણ આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં ડોકટરોએ તેનો જીવ બચાવી લીધો. આ ઘટના પછી એક સ્થાનિક સંગઠનના થોડા લોકો આવ્યા અને તેમણે આખી ઘટનાની માહિતી લીધી. ત્યારપછી તે લોકો છોકરીના પ્રેમીને પકડી લાવ્યા અને તેને લગ્ન કરવા માટે દબાણ કર્યું. આવી રીતે છોકરાએ દબાણમાં આવીને છોકરી સાથે હોસ્પિટલમાં જ લગ્ન કરી લીધા. આમ તો છોકરો કોઈપણ રીતે થોડી જ વાર પછી હોસ્પિટલ માંથી ભાગી ગયો.

સુત્રોના જણાવ્યા મુજબ છોકરાનું નામ સુરજ નલાવડે છે. તે ઝેર ખાવાવાળી છોકરી સાથે રીલેશનશીપમાં હતો. આમ તો છોકરો છોકરી સાથે લગ્ન કરવાની તૈયારીમાં ન હતો. ચાકણ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ છોકરીએ છોકરાને લગ્ન માટે કહ્યું હતું, પરંતુ તેના પ્રેમીએ તેવું કહીને ના કહી દીધી હતી કે તે છોકરી નીચી જ્ઞાતિની છે.

આ ઘટના પછી છોકરીના સંબંધિઓએ છોકરા વિરુદ્ધ છેતરપીંડી અને રેપનો કેસ પણ દાખલ કરી દીધો. પોલીસના જણાવ્યા મુજબ છોકરીએ ૨૭ નવેમ્બરના રોજ ઝેર ખાઈને જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો ત્યારપછી થોડા દિવસો તે હોસ્પિટલના આઈસીયુમાં પણ દાખલ હતી.

જયારે તે થોડી ઠીક થઇ તો સ્થાનિક સંગઠનના લોકો છોકરાને પકડીને લાવ્યા હતા અને તે હોસ્પિટલમાં જ બંનેના લગ્ન કરાવી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે આ બળજબરી પૂર્વક  કરેલ લગ્નથી છોકરો ખુશ ન હતો અને તેને લીધે તક જોઈને તે ત્યાંથી ભાગી ગયો.

ત્યાં સોશિયલ મીડિયા ઉપર આ સમાચારને લઈને લોકો બે ભાગમાં વહેચાઈ ગયા. થોડા લોકોનું કહેવું છે કે તમે કોઈ પણ છોકરાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન માટે દબાણ નથી કરી શકતા, તો બીજા લોકોનું કહેવું છે કે આ છોકરાએ છોકરી સાથે પ્રેમ કર્યો, તેની સાથે રીલેશનશીપમાં રહ્યો અને લગ્ન કરવાનું વચન પણ આપ્યું તો તે છોકરી સાથે લગ્ન કરી લેવા જોઈતા હતા.

ઘણાએ તો કહ્યું કે છોકરીએ કોઈપણ છોકરા માટે પોતાનો જીવ ન આપવો જોઈએ. છોકરા આગળ જીવનમાં બીજા પણ મળી જશે, પરંતુ આ જીવન ફરી નહિ મળે, પછી પોતાના માતા પિતા વિષે પણ વિચારવું જોઈએ, તમે જીવ આપીને જતા રહેશો પરંતુ તેમના મન ઉપર શું વીતશે.

આમ તો આ આખી ઘટના ઉપર તમારું શું મંતવ્ય છે તે મને જરૂર જણાવશો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.