પહેલાથી જ પ્રખ્યાત છે હાર્દિક પાંડયાની થનાર પત્ની, સલમાન ખાન સાથે જોવા મળી ચુકી છે

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે. જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

દુનિયામાં કોઇપણ માણસ કેટલો પણ આઝાદ પક્ષીઓની જેમ ફરી લે, પરંતુ તેણે લગ્નના બંધનમાં એક દિવસે બંધાવું જ પડે છે. ક્રિકેટની દુનિયાના સૌથી વધારે વખણાતા ક્રિકેટર હાર્દિક પાંડયા પણ અંતે લગ્નના બંધનમાં બંધાવા તૈયાર થઇ જ ગયા. હાર્દિક પાંડયાની ભાવિ પત્ની અતિશય સુંદર છે, અને તે સોશિયલ મીડિયા ઉપર ખુબ ટ્રેંડ કરી રહી છે. પહેલેથી જ પ્રખ્યાત છે હાર્દિક પાંડયાની ભાવિ પત્ની, શું તમે તેને આના પહેલા જોયા છે?

પહેલેથી જ પ્રખ્યાત છે હાર્દિક પાંડયાની ભાવિ પત્ની :

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાઇલીશ ઓલરાઉન્ડર હાર્દિક પાંડયાએ નવા વર્ષની શરુઆત નવા સંબંધથી કરી. વર્ષના પહેલા દિવસે તેમણે પોતાની મિત્ર નતાસા સાથે સગાઈ કરી લીધી છે. હાર્દિકે નતાસા સ્ટેનકોવિકને ખુબ જ ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું, અને પછી તેમને પોતાના હ્રદયની વાત કહી. નતાસા સર્બિયાની એક મોડલ છે અને બોલીવુડના દબંગ સલમાન ખાન સાથે પણ નજર આવી ચુકી છે. ટીમ ઇંડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પાંડયાને ક્લીન બોલ્ડ કરવાવાળી મોડલ નતાસા ઘણા વર્ષોથી ભારતમાં રહે છે.

એમણે બોલીવુડમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને અજય દેવગન સાથે સ્ક્રીન શેયર કરી છે. સલમાન ખાનની સાથે તે બીગ બોસમાં નજર આવી, જયારે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં કામ કર્યું છે. નતાસાએ ઘણા રીયાલીટી શો માં કામ કર્યું છે, અને વર્ષ ૨૦૧૪ માં તેમણે બીગ બોસમાં ભાગ લીધો હતો. આના સિવાય તે નચ બલિયેનો પણ તે ભાગ રહી ચુકી છે. વર્ષ ૨૦૧૩ માં નતાસાએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, અને અજય દેવગન-કરીના કપૂર સ્ટારર ફિલ્મ સત્યાગ્રહમાં આઈટમ સોંગ કર્યું હતું. ફિલ્મ ફુકરે રીટર્ન્સમાં પણ એમણે સોંગ કર્યું હતું.

નતાસાએ બોલીવુડ અને પોપ સિંગર બાદશાહ સાથે પણ હીટ સોંગ આપ્યા છે. આમનું સૌથી લોકપ્રિય આઈટમ સોંગ ‘ડીજે વાલે બાબુ’ પ્રખ્યાત છે જે ખુબ જ વધારે ફેમસ થયું હતું અને તેમની ખુબ ચર્ચા થઇ હતી. નતાસાની દોસ્તી હાર્દિક સાથે પાછળના એક વર્ષથી ચાલી રહી છે. પરંતુ સગાઈ કરીને તેમણે સાબિત કરી દીધું કે, હવે તેઓ લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે.

હાર્દિક પાંડયા પણ પોતાના અમુક નિવેદનોના કારણે ખુબ ચર્ચામાં રહે છે. કોફી વિથ કરણમાં વિવાદિત નિવેદન આપ્યા પછી તેમણે ઘણી બધી ટીકાઓમાંથી પસાર પણ થવું પડ્યું હતું. હાર્દિકે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કહ્યું હતું કે, જયારે તે કરીને આવે છે ત્યારે ઘરે જણાવે છે. અહિયાં કરવાનો અર્થ કોઈ છોકરી સાથે અંગત પળો વિતાવવાનો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.