પહેલી જ ફિલ્મમાં મલ્લિકાએ વટાવી દીધી હતી બોલ્ડનેસની તમામ હદો, આપ્યા હતા 21 કિસિંગ સીન.

મલ્લિકાની બોલીવુડમાં એન્ટ્રી પહેલા લગ્ન અને છૂટાછેડા પણ થઈ ગયા હતા, પહેલી ફિલ્મમાં આપ્યા હતા 21 કિસિંગ સીન. બોલીવુડના કોઈ નાના કલાકાર હોય કે મોટા, કોઈ નવા કલાકાર હોય કે જુના, હંમેશા તે દર્શકો અને દર્શકો તેની આજુબાજુ ફરતા રહે છે. બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે, જેમણે તેના બોલ્ડનેસથી લાખો દિલ ધબકાવ્યા છે. એવી જ એક અભિનેત્રી છે મલ્લિકા શેરાવત, ફિલ્મોમાં પ્રવેશ કરતાની સાથે જ તે યુવાનો વચ્ચે ઘણી લોકપ્રિય થઇ ગઈ હતી.

મલ્લિકાના કિસિંગ સીન અને તેની બોલ્ડ અદાઓની ચર્ચા આજે પણ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ જોર શોરથી થાય છે. આજે આ લેખમાં અમે તમને મલ્લિકા શેરાવત સાથે જોડાયેલી એવી વાતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે તમે કદાચ પહેલા ક્યારેય નહિ સાંભળ્યું હોય. તો આવો જાણીએ મલ્લિકા શેરાવતના જીવન સાથે જોડાયેલી થોડી વિશેષ વાતો વિષે.

મલ્લિકાનો જન્મ 24 ઓક્ટોબર 1976 ના રોજ હરિયાણાના રોહતકમાં થયો હતો. આજથી 17 વર્ષ પહેલા વર્ષ 2003 માં મલ્લિકાએ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તે પહેલી વખત એ વર્ષે ફિલ્મ ખ્વાઈશમાં જોવા મળી હતી. તમે એ જાણીને ચોંકી જશો કે પહેલી જ બોલીવુડ ફિલ્મમાં તેણે 21 કિસિંગ સીન્સ આપ્યા હતા અને બોલીવુડમાં ધમાલ મચાવવાની શરુઆત કરી હતી.

ઘણા ઓછા લોકો એ વાત વિષે જાણતા હશે કે બોલીવુડમાં આવતા પહેલા જ તે લગ્ન પણ કરી ચુકી હતી અને તેના છૂટાછેડા થઇ ગયા હતા. જાણવા મુજબ, કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી મલ્લિકા એયરહોસ્ટેસ તરીકે કામ કર્યું, તે દરમિયાન તે કરણ સિંહ ગીલને મળી અને બંને વચ્ચે સંબંધ વધવા લાગ્યા.

બંનેએ વર્ષ 2000 માં એક મોટું પગલું ભર્યું અને લગ્ન કરી લીધા. આમ તો થોડા સમયમાં આ સંબધોમાં કડવાશ ઉભી થઇ ગઈ. 2001માં જ કરણ સિંહ ગીલ અને મલ્લિકા શેરાવતે છૂટાછેડા લઇ લીધા હતા. પરંતુ સાર્વજનિક રીતે અભિનેત્રી મલ્લિકાએ ક્યારેય એ વાતનો સ્વીકાર નથી કર્યો. તે એ પ્રકારના પ્રશ્નોથી પણ હંમેશાથી જ દુર રહેતી જોવા મળી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મલ્લિકા રીમા લાંબાના નામથી ઓળખાતી હતી. ફિલ્મોમાં એન્ટ્રી સાથે તે રીમા લાંબા માંથી મલ્લિકા શેરાવત થઇ ગઈ. મલ્લિકાએ ન માત્ર બોલીવુડ સુધી સીમિત રહી પરંતુ હોલીવુડમાં પણ તેના અભિનયનો જાદુ પાથરવામાં સફળ રહી. સાથે જ તેમણે ઈંટરનેશનલ સુપરસ્ટાર જૈકી ચેન સાથે પણ કામ કર્યું છે.

મલ્લિકાએ બોલીવુડમાં સાચી ઓળખ ફિલ્મ મર્ડરથી મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ઇમરાન હાશમીએ કામ કર્યું હતું. બંનેની કેમેસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ સાથે જ તેના ગીત પણ ઘણા હીટ રહ્યા હતા. તે પોતાની કારકિર્દીમાં કિસ-કિસ કી કિસ્મત, મર્ડર, પ્યાર કે સાઈડ ઈફેક્ટ, શાદી સે પહલે, વેલકમ, હિસ્સ, ડબલ ધમાલ અને બિન બુલાએ બારાતી સહીત ઘણી ફિલ્મોમાં તેના અભિનયનો જાદુ પાથરી ચુકી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.