પહેલી વખત ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છો, તો ભૂલથી પણ ન કરો આ ભૂલ.

દુનિયાનો આનંદ લેવા ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો આ વાતો, નહિ તો મજા સજા બની જશે. ટ્રેકિંગ ઉપર જવા માટે ઘણા લોકો ઘણા ઉત્સાહિત રહે છે, પરંતુ થોડી એવી વાતો છે, જે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. ડેઈલી રૂટિંગ માંથી સમય કાઢીને યુવાનો હંમેશા ટ્રેકિંગ ઉપર જવાનું પસંદ કરે છે. સામાન્ય જીવનથી જો તમે કંટાળી ગયા છો તો ટ્રેકિંગ તમારા માટે ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે.

સુંદર સોંદર્યમાં થોડો સમય શાંતિની પળ પસાર કરવા માટે તમે ન માત્ર પોતાને રીફ્રેશ અનુભવશો પરંતુ તમે આ ટ્રીપને ભૂલી નહિ શકો. માઉંટેન પ્રેમી હંમેશા ટ્રેકિંગ ઉપર જવાનું પસંદ કરે છે. એવું માનવામાં આવે છે કે ડીપ્રેશન કે પછી વધુ ચિંતાઓમાં છો, તો ટ્રેકિંગ ઉપર જતા રહો. તમારી ધીરજને ચેક કરવાનો આ સૌથી ઉત્તમ રસ્તો છે, પરંતુ જો તમે પહેલી વખત ટ્રેકિંગ ઉપર જઈ રહ્યા છો, તો થોડી બાબતોનું ઘ્યાન રાખવું ઘણું જરૂરી છે.

ઘણા એવા લોકો છે, જે પહેલી વખત ટ્રેકિંગ ઉપર જઈ રહ્યા હોય છે, તેથી તે ઉત્સાહિત તો હોય છે, પરંતુ આ બાબતોનું ધ્યાન ન રાખવાને કારણે ગંભીર મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. એટલા માટે ઘણું જરૂરી છે કે થોડી બાબતોનું ધ્યાન રાખવામાં આવે, જેથી તમારી ટ્રેકિંગ ટ્રીપ ઉત્તમ બની શકે. આ લેખમાં અમે જણાવીશું કે તે કઈ કઈ બાબતો છે જે ટ્રેકિંગ દરમિયાન ન કરવી જોઈએ.

ડીસ્ટનેશન ઉપર પહોચવા માટે ન કરો ઉતાવળ : ફિલ્મોમાં હંમેશા જોવા મળે છે, જ્યાં ટ્રેકિંગ દરમિયાન હીરો-હિરોઈન એક બીજા સાથે હરીફાઈ કરે છે. ફિલ્મોમાં એ વસ્તુ જોવાથી આપણે ઘણા પ્રભાવિત થઇ જઈએ છીએ, પરંતુ વાસ્તવિક જીવનમાં એવું જરાપણ ન કરો. પહેલી વખત ટ્રેકિંગ ઉપર જઈ રહ્યા છો, તો હંમેશા યાદ રાખો કે તમારી સ્પીડને ટ્રેક કરો. તે તમને ઉંચાઈ સુધી પહોચાડવામાં મદદ કરશે. પર્યાપ્ત સમયમાં તમે તમારી સહનશક્તિને ધ્યાનમાં રાખીને આગળ વધી શકો છો. વધુ ઝડપ કે પછી કોઈ સાથે હરીફાઈ કરી તમે ડેસ્ટીનેશનમાં પહોચતા પહેલા જ થાકી જશો. તેમ જ ઘણી વખત હરીફાઈને કારણે લોકો કોઈ મોટા જોખમને આમંત્રિત કરી દે છે.

પોતાને આ રીતે રાખો હાઈડ્રેટ : પહાડો ઉપર ટ્રેકિંગ કરી રહ્યા છો, તો તેનો અર્થ એ નથી કે તમે પાણી પીવાનું ભૂલી જાવ કે પછી એક વખતમાં જ ઘણું બધું પાણી પી લો. થોડી થોડી વારે પાણી પીવું સારું છે, પરંતુ એ વાતનુ ધ્યાન રાખો કે કેટલા પ્રમાણમાં પાણી પીવાનું છે. ટ્રેકિંગ દરમિયાન એ જરૂરી છે કે દિવસભરમાં તમે 6 થી 7 લીટર પાણી જરૂર પીવું, તે પણ ધીમે ધીમે, સવારે ઉઠતા જ અડધો લીટર પાણી પીવો, ત્યાર પછી અડધો કલાક રાહ જુવો અને પછી પીવો. ટ્રેકિંગ દરમિયાન દિવસ આખો પોતાને હાઈડ્રેટ રાખવા માટે સમય સમયે ઘટ ઘટ કરીને પાણી પિતા રહો.

વધુ આરામ ન કરો : પહાડો ઉપર તાપમાન ઓછું રહે છે, જેના કારણે ત્યાં ઠંડી વધુ રહે છે. એટલા માટે શરીરમાં ગરમી લાવવા માટે તમારે સતત ચાલતા રહેવું જોઈએ. તે ઘણું જરૂરી છે કેમ કે જેમ જેમ પહાડો તરફ આગળ વધો છો તાપમાન વધુ નીચે જતું રહે છે. એથી શરીરને ગરમ કરવા માટે તમારે તમારી એક્ટીવીટી ચાલુ રાખવી જોઈએ. જો તમે વધુ સમય સુધી આરામ કરો છો, તો શરીરનું તાપમાન નીચું જવા લાગશે, જેથી ઠંડી પણ લાગી શકે છે.

ઉતાવળમાં ન રહો : ઘણા લોકો ટ્રેકિંગ દરમિયાન ઘણી ઉતાવળ કરે છે, એમ કરવાથી તમે સુંદર દ્રશ્યોને એન્જોય નથી કરી શકતા. પર્યાપ્ત સમયમાં દરેકને ડેસ્ટીનેશન ઉપર પહોચવાની ઉતાવળ રહે છે, પરંતુ જો રસ્તામાં કાંઈક સુંદર દ્રશ્ય જોવા મળે, તો ત્યાં રોકીને તે પળોને એન્જોય જરૂર કરો. જો તમને લાગે કે અહિયાં બેસીને થોડો સમય પસાર કરવો જોઈએ તો જરૂર બેસો, પરંતુ જો તમને લાગે છે કે આગળ વધી જવું જોઈએ, તો ત્યાંથી નીકળી જાવ.

ખભા ઉપર ન હોય વધુ વજન : પહાડો ઉપર ટ્રેકિંગ કરતી વખતે મોટાભાગના લોકો સામાન પોતાના ખભા ઉપર નાખી લે છે. જયારે એવું ન કરવું જોઈએ, જો તમે પહાડ ઉપર જઈ રહ્યા છો, તો એટલા જ સમાનને પેક કરો, જેને તમે સારી રીતે કેરી કરી શકો છો. જરૂરી વસ્તુને જ પેક કરો, જેથી જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકાય. વધુ સમાન પેક કરવાથી ખભા ઉપર વધુ વજન આવી જાય છે, જેથી તમે ટ્રેકિંગને એન્જોય નથી કરી શકતા. એટલા માટે જેટલો ઓછો સમાન હોય એટલું સારું રહેશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.