ગોરખપુર : પહેલા તો બરબાદ કરી સરકારી સંપત્તિ, હવે કાર્યવાહી થઈ તો દયાની ભીખ માંગી રહ્યા છે

કોઈ પણ વ્યક્તિ અથવા ધર્મના લોકો રસ્તા પર ઉતરીને તોફાન કરતા પહેલા કયારેય વિચારતા નથી કે, તે કોઈ કાનૂની દાવપેચમાં અથવા કોઈ પ્રકારની મુશ્કેલીમાં ફસાઈ શકે છે. તમે એને આવેશ કહો અથવા કાન ભરવા પણ એમાં ફસાઈને જે કોઈ પણ કાનૂની મામલામાં ફસાય છે, એની અંદરની બધી હેકડી ખતમ થઈ જાય છે.

પોલીસ પોતાનું કામ વધારે ઝડપથી કરવા લાગી છે. હવે જયારે પોલીસની કડકાઈ વધી ગઈ છે, તો પોતાનો બચાવ કરવા માટે આરોપીઓના પરિવાર વાળા બધી જગ્યાએ ફરિયાદ કરવા માટે તૈયાર છે, અને લોકો સામે પોતાના બાળકોને બચાવવા માટે રહેમની ભીખ માંગી રહ્યા છે.

આરોપીઓના પરિવાર વાળા પોતાના બાળકોને બચાવવા માટે ક્યારેક જન પ્રતિનિધિઓ આગળ હાથ જોડીને ફરિયાદ કરી રહ્યા છે, તો ક્યારેક પીસ કમિટીની મિટિંગમાં આવનારા એ ઈમામ મૌલવી પાસે અપરાધીઓ માટે મદદ માંગી રહ્યા છે, જે પોલીસની નજીક હોય જેથી એમના બાળકો આ આરોપોથી બચી શકે.

પોલીસ પુરાવાના આધાર પર કાર્યવાહી કરી રહી છે, અને જે આરોપીઓની ઓછી ભૂલ છે એમને શરત સાથે છોડી રહી છે કે, જો એમણે બીજીવાર ખોટું કામ કર્યું અથવા શહેરમાં તોફાન મચાવવા પ્રયત્ન કર્યો, તો એમના પર સખત કાર્યવાહી કરવામાં આવશે. અને એ વખતે કડક સજા આપવામાં આવશે.

પોલીસ ઓફિસર્સ પાસે રોજ આવનારા આવા લોકોની ગણતરી 10 થી વધારે થઈ ચુકી છે. એના સિવાય બસપા સપાના નેતા એમના ઘર અને હાલાતની જાણ કરીને લોકો પાસે અપીલ કરી રહ્યા છે, અને પોતાના પરિવારજનોને બચાવવા મદદ માંગી રહ્યાં છે. તો અમુક આરોપીના પરિવાર વાળા મુસ્લિમ ધર્મગુરુની મદદની આશા સાથે ઓફિસ પાસે જઈ રહ્યા છે.

આ લોકોમાંથી મોટાભાગના એ લોકો છે જેમના વિરુદ્ધ શાંતિ ભંગ કરવા બદલ મુકદ્દમો કરવામાં આવ્યો છે, અને 14 દિવસની રિમાંડ પર રાખવામાં આવ્યા છે. હવે પોલીસનો પણ એ પ્રયત્ન છે કે, શહેરમાં હંમેશા અમન અને શાંતિ રહે. જેના કારણે તે પ્રશાસન સાથે તાલમેલ બેસાડીને અમુક લોકોને છૂટ આપવાની તૈયારી કરી રહ્યા છે.

આ તે લોકો છે જેમના પરિવાર વાળાએ એમની જવાબદારી એ શરત પર લીધી છે કે, બીજીવાર તે પોતાના બાળકો દ્વારા ભૂલ કરવા પર એમને છોડાવવા માટે નહિ આવે. હાલમાં આ આરોપીઓ જુમેની નમાઝ અદા કર્યા પછી જ છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પણ પોલીસ ઓફિસર્સ પાસે રોજ આ રીતે આવતા લોકોની ગણતરી સતત વધતી જઈ રહી છે.

જાણકારી અનુસાર, પોલીસ એ બધી ભૂલો સુધારવામાં લાગી છે, જે ગયા શુક્રવારે થઈ હતી. ગયા શુક્રવારે જયારે તોફાન થયા ત્યારે પોલીસ ગલીઓમાં હાજર ન હતી. પોલીસે વૃદ્ધ ભ્રમમાં પડેલા લોકોની વાતો પર વિશ્વાસ કરી લીધો. આ વખતે પોલીસ ગઈ વખતે કરેલી ભૂલોથી શીખીને મહોલ્લામાં કામગીરી માટે નિયત છે જેથી ફરીથી કોઈ પ્રકારના તોફાન ન ફેલાઈ શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.