આ એક્ટર અને ડાયરેક્ટરની જોડીએ મચાવી રાખી છે બોલીવુડમાં ધૂમ, કયારેય આપી નથી ફ્લોપ ફિલ્મો

બોલીવુડમાં દર વર્ષે ઘણી ફિલ્મો બને છે, ઘણી મોટા પડદા ઉપર ધમાલ મચાવે છે અને નવા રેકોર્ડ બનાવે છે. આમ તો તમે બોલીવુડની ઘણી જોડીઓને સાથે મોટા પડદા ઉપર કામ કરતા જોઈ હશે, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે. અને તેમની ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થાય છે. પરંતુ આજે અમે તમને એવી જોડીઓ વિષે જણાવીશું જે મોટા પડદા ઉપર સાથે તો નથી દેખાતા પરંતુ તેમ છતાંપણ તે ઘણી હીટ હોય છે.

અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ કલાકાર અને ડાયરેક્ટર્સની જોડીઓની, જેમણે જયારે પણ સાથે કામ કર્યુ છે તો બોલીવુડને એક થી એક ચડીયાતી ફિલ્મો આપી છે. તો આવો નજર ફેરવીએ થોડી એવી જ સફળ કલાકાર અને ડાયરેક્ટર્સની જોડીઓ ઉપર.

હંસલ મેહતા – રાજકુમાર રાવ :

રાજકુમાર રાવ આજે બોલીવુડના સફળ અભિનેતાઓ માંથી એક છે. તેમને સૌથી પહેલા જે ફિલ્મે બોલીવુડમાં ઓળખાણ અપાવી હતી એ હતી સીટીલાઈટસ. આ ફિલ્મને હંસલ મેહતાએ ડાયરેક્ટ કરી હતી. તે ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. તે ઉપરાંત હંસલ મેહતા અને રાજકુમાર રાવે અલીગઢ, શહીદ, ઓમાર્ટા અને બોઝ જેવી ફિલ્મો સાથે કરી છે. વહેલી તકે તેમની નવી ફિલ્મ તુર્ર્મ ખા રીલીઝ થવાની છે.

શશાંક ખેતાન – વરુણ ધવન :

હમ્પ્તી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી હીટ ફિલ્મો આપવા વાળા વરુણ ધવનની આ બન્ને જ ફિલ્મોને શશાંકે ડાયરેક્ટ કરી હતી. અને તે બન્ને જ ફિલ્મો દર્શકોને ઘણી પસંદ આવી હતી. વહેલી તકે જ ફિલ્મ રણભૂમિમાં તેઓ એક સાથે કામ કરશે.

અભિષેક કપૂર – સુશાંત સિંહ રાજપૂત :

સુશાંત સિંહ રાજપૂતને બોલીવુડમાં સાચી ઓળખ તેની ફિલ્મ ‘કાય પો છે’ એ અપાવી હતી. ત્યાર પછી તેમણે અને અભિષેકે ફિલ્મ કેદારનાથમાં સાથે કામ કર્યુ હતું, જે પણ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ હતી.

લવ રંજન – કાર્તિક આર્યન :

યુવાનોના દિલમાં રાજ કરવા વાળી ફિલ્મ ‘પ્યાર કા પંચનામાં’ જેના ડાયલોગ્સ આજે પણ લોકો જુવે અને સાંભળે છે. કાર્તિક આર્યનને આ ફિલ્મથી ઓળખાણ મળી હતી જેને લવ રંજને ડાયરેક્ટ કરી હતી. ત્યાર પછી તેણે અને લવે એક સાથે ફિલ્મ ‘સોનું કે ટેટુ કી સ્વીટી’ માં કામ કર્યુ અને તે ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ધમાલ મચાવી ગઈ હતી.

સંજય લીલા ભંસાલી – રણવીર સિંહ :

બોલીવુડના બાબા કહેવાતા રણવીર અને પોતાની ફિલ્મોની ભવ્યતાને લઇને ઓળખાતા સંજય લીલા ભંસાલી એ સાથે ઘણી ફિલ્મો બનાવી, અને તમામ ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર સુપર હીટ રહી. અને એટલું જ નહિ પરંતુ કરોડોનો ધંધો પણ કર્યો. સંજય અને રણવીરે સાથે મળીને ગોલીઓ કી રાસલીલા રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદમાવત જેવી જોરદાર ફિલ્મો આપી છે.

અયાન મુખર્જી – રણબીર કપૂર :

બોલીવુડના ચોકલેટી રણબીર કપૂર અને અયાનની જોડીએ વેક અપ સીડ અને યે જવાની હે દીવાની જેવી ઉત્તમ ફિલ્મો સાથે બનાવી છે. હવે વહેલી તકે જ બન્નેની સાથે ત્રીજી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ રીલીઝ થવાની છે.

રોહિત શેટ્ટી – અજય દેવગણ :

રોહિત અને અજયે એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ, જેમાં ગોલમાલ સીરીઝ, બોલ બચ્ચન અને સિંઘમ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો રહી છે. હાલમાં જ અજયે સીંબા ફિલ્મમાં પણ પોતાનો કીમિયો આપ્યો.