પૈસાની તંગી હોય તો ગુરુવારે કરો આ ઉપાય, આર્થીક તંગી થઈ જશે દુર

ગુરુવારના દિવસે નીચે જણાવેલા તુટકા કરવાથી આર્થિક સંકટ દુર થઇ જાય છે અને ધન લાભ થવા લાગે છે. એટલું જ નહિ ગુરવારના દિવસે આ તુટકા(ટોટકા) કરવાથી ઘરમાં સુખ શાંતિ પણ જળવાઈ રહે છે. ગુરુવારનો દિવસ ભગવાન બૃહસ્પતી(ગુરુ) અને વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય છે અને તે દિવસે આ બંને ભગવાનોની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. જે લોકોના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, તે લોકો ગુરુવારના દિવસે આ બંને દેવતાની પૂજા કરે અને નીચે જણાવેલા ઉપાયો અજમાવે. આ ઉપાયો કરવાથી આર્થીક સંકટ દુર થઇ જશે.

ગુરુવારના દિવસે કરો આ તુટકા, આર્થીક તંગી થઇ જશે દુર :

કરો કેળાના ઝાડની પૂજા :

ગુરુવારના દિવસે સવારના સમયે સ્નાન કર્યા પછી તમે કેળાના ઝાડની પૂજા કરો. કેળાના ઝાડની પૂજા કરવાથી આર્થિક સંકટ દુર થઇ જશે. તમે કેળાના ઝાડને સૌથી પહેલા જળ અર્પણ કરો. ત્યાર પછી ઝાડ ઉપર હળદર અને ચણાની દાળ ચડાવો. એક ધૂપ સળગાવીને તેને આ ઝાડ પાસે મૂકી દો અને આ ઝાડ ઉપર નાડાછડી બાંધી દો અને તેની પરિક્રમા કરો.

કરો આ વસ્તુનું દાન :

ગુરુવારના દિવસે જેટલું બની શકે એટલું પીળી વસ્તુનું દાન કરો. ખાસ કરીને બૃહસ્પતી(ગુરુ) ગ્રહ સાથે પીળો રંગ જોડાયેલો હોય છે, અને તે દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. અને એમ કરવાથી જીવનની તકલીફો દુર થઇ જાય છે.

તુલસી ઉપર દૂધ ચડાવો :

આર્થિક નુકશાન થવા ઉપર તમે આ ઉપાય કરો. આ ઉપાયમાં તમે તુલસીના છોડની પૂજા કરો અને તુલસીના છોડ ઉપર કાચું દૂધ ચડાવો. તુલસીના છોડ ઉપર દૂધ ચડાવવાથી ધન હાની નહિ થાય.

બૃહસ્પતી કથા વાંચો :

ગુરુવારના દિવસે બૃહસ્પતી કથા વાંચવાથી દરેક કામનાની પુરતી થઇ જાય છે. એટલા માટે આ દિવસે કથા જરૂર વાંચો. આ કથાને વાંચતા પહેલા કથાના પુસ્તકની પૂજા કરો અને પુસ્તકને ફૂલ અને અગરબતી અર્પણ કરો. આખી કથા વાંચ્યા પછી ऊं बृं बृहस्पतये नम:। મંત્રના જાપ ૧૧ કે ૨૧ વખત કરો.

વ્રત કરો :

સતત ૧૧ ગુરુવાર વ્રત કરવા લાભદાયક રહે છે. એટલા માટે તમે ૧૧ ગુરુવાર વ્રત કરો. તે ઉપરાંત આ દિવસે માત્ર પીળા રંગનું ખાવાનું જ ખાવ અને માથા ઉપર હળદરનું તિલક પણ જરૂર લગાવો. આ વ્રત દરમિયાન તમે રાતના સમયે મીઠી વસ્તુનું સેવન કરી શકો છો. આમ તો તમે એ વાતને ધ્યાનમાં રાખો કે ગુરુવારના દિવસે કેળાનું સેવન ન કરો.

હળદરના પાણીથી સ્નાન :

તે દિવસે હળદરના પાણીથી સ્નાન કરો. સ્નાનના પાણીમાં થોડી એવી હળદર નાખી લો અને તેનાથી સ્નાન કરી લો. સ્નાન કર્યા પછી પીળા રંગના કપડા પહેરો અને પૂજા કરતી વખતે પીળા રંગના ફૂલનો જ ઉપયોગ કરો.

ઉપર જણાવેલા ઉપાય જરૂર કરો. આ ઉપાયો કરવાથી ધન સંકટ દુર થઇ જશે અને તમારી ઉપર ભગવાનની કૃપા જળવાઈ રહેશે. અને જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ ભારે છે તે લોકો પણ આ ઉપાયો કરી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.