પૈસાના કારણે હોસ્પિટલે આપ્યો નહીં મૃતદેહ, ઘરવાળાઓએ દેવું કરીને જમા કર્યું બિલ, ત્યારે કરી શક્યા અંતિમ સંસ્કાર.

પૈસાને કારણે હોસ્પિટલે નહિ આપ્યું મૃતકનો મૃતદેહ, ઘરવાળાઓએ દેવું લઈને જમા કર્યુ બિલ, ત્યારે જઈને થઈ શક્યા અંતિમ સંસ્કાર

આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઈલાજ કરાવ્યા પછી પણ, એક દર્દીના પરિવાર વાળાએ 54 હજાર રૂપિયા બિલ હોસ્પિટલ વાળાને આપવું પડયું. અને બધા પૈસા જમા ન કરાવવા બદલ દર્દીના દેહને એના પરિવાર વાળાને આપવાની ના પણ કહી દીધી. આ કિસ્સો ઝારખંડ રાજ્યની રાજ હોસ્પિટલનો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ હોસ્પિટલમાં અમર સિંહ નામના વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા હતા. અને ઈલાજ દરમ્યાન અમર સિંહનું મૃત્યુ થઈ ગયું હતું. અમર સિંહ પાસે આયુષ્માન ભારત યોજનાનો કાર્ડ હતો, પરંતુ આ કાર્ડ હોવા છતાં પણ અમર સિંહના ઘરવાળાને હોસ્પિટલ વાળાએ 54 હજાર રૂપિયાનું બિલ હાથમાં આપી દીધું.

બીલ આપ્યું, મૃતદેહ નહિ :

અમર સિંહના પરિવાર વાળાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ વાળાએ એમને શબ નહિ આપ્યું અને એમને પહેલા બિલ જમા કરાવવા કહ્યું. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા બિલ માંથી પરિવાર વાળાએ 44 હજાર રૂપિયા જમા પણ કરાવી દીધા. તેમ છતાં પણ હોસ્પિટલ વાળાએ અમર સિંહનું શબ નહિ આપ્યું, અને પહેલા 10,000 રૂપિયા જમા કરાવવા કહ્યું.

હોસ્પિટલ વાળાનું આ વર્તન જોઇને અમર સિંહના ઘરવાળાએ સોમવારના રોજ હોસ્પિટલની બહાર ઘણો હંગામો કર્યો. મૃતકના પરિવાર વાળાનું કહેવું છે કે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ હોવા છતાં પણ એમની પાસે પૈસા વસુલવામાં આવ્યા, અને એમણે દેવું લઈને હોસ્પિટલમાં આ પૈસા જમા કરવવા પડયા.

રવિવારે હોસ્પિટલ લઈને આવ્યા હતા :

જણાવવામાં આવી રહ્યું છે કે, હટિયા રેલવે કેંટીનમાં કામ કરવા વાળા અમર સિંહને અચાનક ચક્કર આવી ગયા હતા. ત્યાર બાદ અમર સિંહને રવિવારે રાત્રે એમઆરઆઈ કરાવવા માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન અમર સિંહને હાર્ટ અટેક આવી ગયો અને એમનું મૃત્યુ થઇ ગયું. અમર સિંહ પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હતું, અને આ કાર્ડથી એમના પરિવાર વાળા એમનો ઈલાજ કરાવી રહ્યા હતા. પણ હોસ્પિટલ વાળાએ અમર સિંહનું મૃત્યુ થયા પછી, એમના પરિવાર વાળાને એમનો મૃતદેહ આપવાની જગ્યાએ બિલ આપી દીધું.

શું કહેવું છે હોસ્પિટલ વાળાનું :

આ બાબતે રાજ હોસ્પિટલના પ્રબંધક યોગેશે એક નિવેદન આપ્યું છે. અને એમનું કહેવું છે કે દર્દીના ઘરવાળાએ રાત્રે શબ લઇ જવાની ના પાડી, અને સવારે આવીને હોસ્પિટલનું બિલ જમા કરાવી તે શબને લઇ ગયા. હોસ્પિટલના કર્મચારીના જણાવ્યા અનુસાર દર્દીના પરિવાર વાળા તરફથી કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરવામાં આવી. તેમજ બિલ સોંપવા પર હોસ્પિટલ વાળાનું કહેવું છે કે, ઓપીડીમાં એમઆરઆઈ થયું છે અને આયુષ્માન યોજના અંતર્ગત તે કવર નથી થતું.

આયુષ્માન ભારત યોજના અંતર્ગત આપણા દેશના ગરીબ લોકોનો વીમો સરકાર દ્વારા કરાવવામાં આવે છે, અને ઈલાજનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉપાડે છે. આ યોજનાને મોદી સરકારે ગયા વર્ષે શરુ કરી છે, અને ઓછા સમયની અંદર જ આ યોજના ઘણી સફળ થઇ ગઈ છે. આ યોજના અંતર્ગત ઘણા બધા લોકો પોતાના પરિવાર વાળાનો વીમો કરાવી ચુક્યા છે.