પકડાઈ ગઈ ‘બ્લુ વ્હેલ’ ની એડમીન,ખૂની ગેમ દ્વારા ૧૭ વર્ષની છોકરી કરાવતી હતી આત્મહત્યા

 

ઘણા દિવસોથી એક ખતરનાક ગેમ સતત ચર્ચામાં રહી છે. બ્લુ વ્હેલ નામની એક ખતરનાક ગેમ ને રમ્યા પછી ઘણા બાળકો પોતાનો જીવ ખોઈ ચુક્યા છે. એવી ખૂની ગેમ છે, જે બાળકોને આપઘાત તરફ લઇ જાય છે.

હવે તેની એડમીન ની પોલ ખુલી પડી ગઈ છે. એની પાછળ જેનો હાથ છે,તેની ઉમર જાણીને ઘણા લોકોને આંચકો લાગે છે. રૂસની એક છોકરી ને હવે પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે.

આ છોકરી બાળકોને તેના પરિવાર વાળાઓનો જીવ લેવાની ધમકી આપતી હતી અને તમની પાસે ગેમ નાં ટાસ્ક કરાવતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ છોકરી પોતે પણ આ ગેમ રમી ચુકી છે. પરંતુ પોતાનો જીવ લેવાને બદલે તેણે સાઈટ નાં ‘એડમીન’ બનવાનો વિચાર કર્યો. એડમીન બનીને તે બાળકોને આ ગેમ રમવા માટે અને આપઘાત કરવા માટે ઉશ્કેરતી હતી.

આ છોકરી ૫૦ દિવસમાં ૫૦ ટાસ્ક કરવા માટે ઉશ્કેરતી હતી. તેના છેલ્લા સ્ટેજમાં તેને પોતાનો જીવ લેવાનું કહેવામાં આવતું હતું. તેમાં હોરર મુવી જોવાનું કહેવામાં આવતું હતું. તેમાં હોરર મુવી જોવા, રાત્રે એકલા ફરવા ને પોતાને નુકશાન પહોચાડવા જેવો ટાસ્ક જોડાયેલ હતો, આ ૧૭ વર્ષનો છોકરી ને Khabarovsk Kria એરિયામાંથી પકડવામાં આવી છે.

મોસ્કો થી એક વ્યક્તિને પણ આ ગેમમાં હોવાથી ધરપકડ કરવામાં આવી છે. આ ૨૧ વર્ષીય વ્યક્તિ પણ લોકોને તેમનો જીવ લેવા માટે મજબુર કરવામાં સામેલ હતો. આ લોકો બાળકોને બ્લેકમેલ કરતા હતા.

આ પહેલા ૨૬ વર્ષીય llya Sidorov ના પણ આ ગેમની માસ્ટર માઈન્ડ હોવાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ હતી. તેણે અન્ય લોકોને પણ એડમીન બનાવ્યા હતા, જેની શોધ કરવાનું ચાલુ છે.

દરોડામાં પોલોસને તેની પાસેથી નોટપેડ મળ્યું હતું, જેમાં તે પોતાના શિકારની નબળાઈ ની નોંઘ કરવામાં આવતી હતી, તેનો ઉપયોગ કરીને બાળકોને ઉશ્કેરતી હતી.

અમે હજી સુધી વિચરીએ છીએ કે ૧૭ વર્ષનું બાળક અબુદ્ધ હોય છે,તેમાં બાળપણ અને માસુમિયત હોય છે,પરંતુ સમય અત્યારે બદલાઈ ગયો છે. જયારે એક ૧૭ વર્ષની છોકરી લોકોને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી શકે છે. આપડે વિચારી શકીએ છીએ કે આપણે સમાજ ની દ્રષ્ટીએ ક્યાં જઈ રહ્યા છીએ.