પાકિસ્તાનની ધરતી ઉપર હનુમાનજી ચમત્કારિક રીતે થયા હતા પ્રગટ, અહિયાં તમામ દુઃખ-દર્દ થાય છે દુર

જેમ કે તમે લોકો જાણો છો કે કળિયુગમાં મહાબલી હનુમાનજી અજર અમર દેવતા માનવામાં આવે છે, તે વર્તમાન સમયમાં પણ પોતાના ભક્તોના રક્ષણ માટે તરત આવી જાય છે, જે ભક્ત પોતાના સાચા મનથી તેનું નામ લે છે તેના જીવનની તમામ તકલીફો દુર થઇ જાય છે, હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે.

દુનિયાભરના લોકો હનુમાનજીની પુર્જા અર્ચના કરે છે, અને પોતાના જીવનના દુઃખ-સંકટ માંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરે છે, આમ તો જોવામાં આવે તો દેશભરમાં હનુમાનજીના ઘણા બધા મંદિરો રહેલા છે, જેમાં લોકોની ઘણી ભીડ લાગેલી રહે છે, પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ જે પાકિસ્તાનમાં છે અને તે સ્થળ ઉપર હનુમાનજીની મૂર્તિ ચમત્કારિક રીતે પ્રગટ થઇ હતી.

ભલે દેશની સરહદો બદલાઈ જાય કે પછી ભાગલા પડી જાય પરંતુ તે બધા કારણોથી ક્યારેય પણ ઈતિહાસ નથી બદલાતો, આજે અમે તમને એક એવા જ ઈતિહાસ વિષે જાણકારી આપવાના છીએ જેનું અસ્તિત્વ લાખો વર્ષ જુનું થઇ ગયું છે, આજે અમે તમને એક એવા હનુમાન મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ જે પાકિસ્તાનના કરાંચી શહેરમાં આવેલું છે, જેને પંચમુખી હનુમાન મંદિર કહેવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો આ મંદિરમાં ભગવાન શ્રીરામ પણ આવી ચુક્યા છે, આ મંદિરમાં પંચમુખી હનુમાનજીની જે મૂર્તિ સ્થાપિત છે તે કોઈ સામાન્ય મૂર્તિ નથી, આ મૂર્તિનો ઈતિહાસ ૧૭ લાખ વર્ષ જુનો બતાવવામાં આવે છે.

આ મંદિરની અંદર હનુમાનજી પાંચ રૂપમાં જોવા મળે છે, હનુમાનજીની મૂર્તિમાં આદિવારાગા, નરસિમ્હા, હયગ્રીવ, હનુમાન અને ગરુડ અવતાર જોવા મળે છે, એવું કહેવામાં આવે છે કે હનુમાનજીની આ મૂર્તિ કોઈના દ્વારા નથી બનાવવામાં આવી, પરંતુ તે પાકિસ્તાનની ધરતી ઉપર ચમત્કારિક રીતે જ પ્રગટ થઇ હતી.

એવું માનવામાં આવે છે કે આ મંદિરની ૧૦૮ પ્રદક્ષિણા કરવાથી ભક્તોના તમામ પ્રકારના દુઃખ સંકટ દુર થઇ જાય છે, પૌરાણીક માન્યતાઓ મુજબ આ મંદિરનો ઈતિહાસ ઘણો જ જુનો છે, પરંતુ અહિયાં જે મંદિર આવેલું છે તેને ૧૮મી સદીમાં પુનઃ બનાવડાવવામાં આવ્યું હતું, એવું કહેવામાં આવે છે કે આ મંદિરને સમય સમયે બનાવડાવવામાં આવતું હતું જેથી તે સુરક્ષિત રહે.

આ મંદિરનો ઈતિહાસ ૧૭ લાખ વર્ષ જુનો છે અને આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે, એવું કહેવામાં આવે છે કે પાકિસ્તાનમાં સુરક્ષિત રહેલા થોડા મંદિરો માંથી આ મંદિર એક છે, આ મંદિરમાં તમામ જાતિના લોકો આવે છે અને હનુમાનજીના દર્શન કરે છે, કરાંચી શહેર પાકિસ્તાનનું સૌથી મોટું શહેર છે અને સિંધ પ્રાંતનું પાટનગર પણ કહેવામાં આવે છે, તે અરબ સાગરના કાંઠા ઉપર વસેલું છે.

કરાંચીમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરના દર્શન કરવા માટે ભારત માંથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે, અહિયાં ભગવાનના દર્શન કરીને લોકો પોતાના દુઃખ સંકટ માંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરે છે અને હનુમાનજી પોતાના ભક્તોને ક્યારેય પણ નિરાશ નથી કરતા, તમામ ભક્તોના દુઃખ સંકટ હનુમાનજીની કૃપાથી દુર થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.