પાકિસ્તાનના ખરાબ દિવસો, રમજાનમાં દૂધ 190, સફરજન 400 અને મટન 1100 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે.

રમજાનમાં ખાવા-પીવાની વસ્તુના ભાવ વધવાથી લોકો દેખાવો કરવા ઉપર ઉતર્યા

પાકિસ્તાનના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનની ઇમરાન સરકાર ન તો મોંઘવારી અટકાવી શકી છે અને ન તો પાકિસ્તાનના રૂપિયાનું અવમુલ્યન. પાઈ-પાઈ માટે વલખા મારી રહેલા પાકિસ્તાનમાં હવે સ્થિતિ એવી છે કે દૂધ ૧૯૦ રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે. સફરજન ૪૦૦ રૂપિયા કિલો, સંતરા ૩૬૦ રૂપિયા અને કેળા ૧૫૦ રૂપિયા ડઝન વેચાઈ રહ્યા છે. મટનની કિંમત ૧૧૦૦ રૂપિયા કિલો થઇ ગઈ છે.

રમજાન મહિનામાં ખાવા-પીવાની આ વસ્તુની વધુ માંગ છે, એટલા માટે લોકો દુ:ખી છે. માર્ચની સરખામણીમાં મેં માસમાં ડુંગળી ૪૦%, ટમેટા ૧૯% અને મગની દાળ ૧૩% વધુ કિંમત ઉપર વેચાઈ રહી છે. ગોળ, ખાંડ, કઠોળ, માછલી, મસાલા, ઘી, ચોખા, લોટ, તેલ, ચા, ઘઉંના ભાવ ૧૦% સુધી વધી ગયા છે.

લોકો સોશિયલ મીડિયા ઉપર સરકાર સામે ખુલ્લો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. બજાર ઉપર રીસર્ચ કરવા વાળી સ્થાનિક સંસ્થાઓના જણાવ્યા મુજબ ઓટો, સિમેન્ટ અને ફાર્માસ્યુટીકલ્સ જેવા ઉદ્યોગોની કાચા માલની આયાતની કિંમતો વધશે. તેનાથી વપરાશકર્તા ઉપર બોજ વળશે. એક રીસર્ચ સેન્ટરનું કહેવું છે કે હવે સ્થિતિ ઉપર નિયંત્રણ લાવવું જોઈએ.

વેપારીઓને બજાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો :-

વેપારીઓનો બજાર ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. નાણાકીય નિષ્ણાંતોનું કહેવું છે કે પાકિસ્તાની રૂપિયાનું નીચે જવાનો સંબંધ આઈએમએફના ૬ અબજ ડોલરના પેકેજ ઉપર સહમતી જાળવવાના પ્રયાસ ઉપર છે. જે પણ કરાર થાય, તેને સામે લાવવા જોઈએ. આખા વર્ષનો ઘટાડો એક વખતમાં જ કરી દેવો જોઈએ. જ્યારથી વાતચીત શરુ થઇ છે.

ડોલરની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયામાં ઘટાડો આવી રહ્યો છે. પાકિસ્તાનમાં છેલ્લા ૧૭ વર્ષમાં શેર બજારનો સૌથી ખરાબ ઈતિહાસ રહ્યો છે. વેપારીઓએ સરકાર પાસે માર્કેટ સપોર્ટ ફંડ બનાવવાની માંગણી કરી છે. કેન્દ્રીય બેંક સોમવારે નાણાકીય નીતિની જાહેરાત કરશે.

પાકિસ્તાન રૂપિયામાં મે માસમાં ૨૯% ઘટાડો, એશિયામાં સૌથી નબળો :-

પાકિસ્તાની રૂપિયો મે મહિનામાં ૨૯% નબળો પડ્યો છે. તે એશિયાની ૧૩ મુખ્ય ચલણોમાં સૌથી નબળું ચલણ ગણવામાં આવ્યું છે. એક ડોલરની કિંમત લગભગ ૧૫૦ પાકિસ્તાની રૂપિયા થઇ ગઈ છે. જયારે ૭૦ ભારતીય રૂપિયા એક ડોલર બરોબર છે. ડોલરની સરખામણીમાં નેપાળી રૂપિયા ૧૧૨, બાંગ્લાદેશ ૮૪ અને અફઘાની (અફઘાની ચલણ) ૭૯ થાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.